Webdunia - Bharat's app for daily news and videos

Install App

કંગના રનૌતને બીજેપી તરફથી મળી સ્પેશિયલ બર્થડે ગિફ્ટ, એક્ટિંગ બાદ હવે એક્ટ્રેસ રાજનીતિમાં જમાવશે પોતાની ધાક

Webdunia
સોમવાર, 25 માર્ચ 2024 (10:10 IST)
અભિનેત્રી કંગના રનૌત છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી લડવાને લઈને ચર્ચામાં છે,  અને હવે તાજેતરમાં જ ભાજપે અભિનેત્રી કંગના રનૌતને હિમાચલના મંડીથી ટિકિટ આપી છે.  જી હા  'ફેશન', 'ક્વીન' અને 'તનુ વેડ્સ મનુ રિટર્ન' અને 'મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી' અને 'પંગા' જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતનારી કંગના હવે રાજકારણમાં પોતાની ઓળખ બનાવશે.
 
બીજેપીમાંથી ટિકિટ મળતા ખૂબ જ ખુશ છે કંગના
ઉલ્લેખનીય છે કે કંગનાનું નામ તે અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે, જેઓ માત્ર પોતાની એક્ટિંગ માટે જ નહીં પરંતુ પોતાના બિન્દાસ  સ્ટાઇલના કારણે પણ ચર્ચામાં રહે છે. આવી સ્થિતિમાં જ્યારથી આ ડેશિંગ એક્ટ્રેસની રાજકારણમાં એન્ટ્રીના સમાચાર આવ્યા છે, ત્યારથી તેમના ફેન્સમાં ખુશી છવાઈ ગઈ છે. 
ફેંસની સાથે-સાથે કંગના પોતે પણ પોતાની આ  નવી યાત્રાની શરૂઆતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હાલમાં જ ભાજપ તરફથી ટિકિટ મળ્યા બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
 
કંગનાનું રિએકશન  
પોતાના ઈન્સ્ટા પર પોસ્ટ શેર કરતા કંગનાએ લખ્યું છે - 'મારા પ્રિય ભારત અને ભારતીય જનતાની પોતાની પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP)ને, હંમેશા મારું  બિનશરતી સમર્થન મળ્યું છે, આજે બીજેપીના રાષ્ટ્રીય નેતૃત્વએ મને મારા જન્મસ્થળ હિમાચલ પ્રદેશ., મંડી (મત વિસ્તાર) થી તેમના લોકસભા ઉમેદવાર જાહેર કર્યા છે. હું લોકસભા ચૂંટણી લડવા અંગે હાઈકમાન્ડના નિર્ણયનું પાલન કરું છું. આ સાથે કંગનાએ ટિકિટ મળવા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે, 'હું પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈને સન્માનિત અને ઉત્સાહિત અનુભવું છું. હું એક સક્ષમ કાર્યકર અને વિશ્વસનીય જાહેર સેવક બનવાની આશા રાખું છું. આભાર.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ડિનર પછી શરૂ કરી દો વોક, થોડાક જ દિવસમાં તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે, એસીડીટી અને કબજિયાત થશે દૂર

Bajra Roti- બાજરીનો રોટલો બનાવવાની રીત

Zunka bhakar recipe- મહારાષ્ટ્રની પ્રખ્યાત ઝુનકા ભાખર બનાવવાની સરળ રેસિપી અહીં જાણો.

GK Quiz- સવારે ખાલી પેટ કયા ફળો ખાઈ શકાય?

Winter Beauty- શિયાળામાં ચેહરા પર ન લગાવો આ 5 વસ્તુઓ ડાર્કનેસ વધી જશે

આગળનો લેખ
Show comments