Dharma Sangrah

ત્રણેય 'ખાન' સાથે કામ કરી ચુકી છે 'ગુલાબો સિતાબો'ની બેગમ ફારૂખ જફર, આ રીતે શરૂ કર્યુ હતુ ફિલ્મી કેરિયર

Webdunia
શનિવાર, 13 જૂન 2020 (08:34 IST)
અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની ફિલ્મ ગુલાબો સીતાબો 12 મી જૂને એમેઝોન પ્રાઇમ વીડિયો પર રજુ થઈ ચુકી છે. શુજિત સરકારના દિગ્દર્શનમાં  બનેલ આ  ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં બેગમની ભૂમિકા નિભાવનાર ફારૂક ઝફરની ભૂમિકાની પણ પ્રશંસા થઈ રહી છે. 'ગુલાબો સીતાબો'માં તેણે મિર્ઝા એટલે કે અમિતાભ બચ્ચનની પત્નીની ભૂમિકા ભજવી છે. 87 વર્ષિય ફારૂક ઘણા લાંબા સમયથી બોલીવુડમાં સક્રિય છે. આ અગાઉ તે સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન સાથે પણ કામ કરી ચૂકી છે.
 
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરતા પહેલા ફારૂખ ઝફરે વર્ષ 1963માં લખનૌનાં વિવિધ ભારતી રેડિયો સ્ટેશનમાં એનાઉંસર તરીકે કામ કર્યું હતું. તેમણે 1981 માં આવેલી ફિલ્મ ઉમરાવ જાનથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે રેખાની માતાની ભૂમિકામાં જોવા મળી હતી. જો કે તેમને ઓળખ આમિર ખાનની ફિલ્મ પીપલી લાઈવથી મળી હતી. આમાં તેણે અમ્મા (ધનિયા) ની ભૂમિકા ભજવી હતી. તેમણે આ ફિલ્મના ઘણા દ્રશ્યોમાં ફેરફાર પણ કરાવ્યો હતો.
 
શાહરૂખ ખાન સાથે તેમની મુલાકાત સ્વદેશ ફિલ્મના સેટ પર થઈ હતી. એટલુ જ નહી શૂટિંગ દરમિયાન પણ શાહરૂખ અને ફારૂખ એક જ હોટલમાં પાસ પાસેના રૂમમાં રોકાયા હતા. આ ફિલ્મમાં તેમણે ફાતિમા બી નો રોલ ભજવ્યો હતો. 
 
અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે સુલતાન ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન ખાનને પ્રેમથી સુલતાન બોલાવતી હતી. આ ફિલ્મમાં તે હું સલમાનની દાદીની ભૂમિકામાં જોવા મળી હતી. ફિલ્મમાં તમે જોયું જ હશે કે સલમાન ખાન તેની દાદીથી માર ખાતો જોવા મળે છે એ દાદી અન્ય કોઈ નહી પણ ફારૂખ જફર જ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

આગળનો લેખ
Show comments