Salman khan- બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું છે. મળતી માહિતી મુજબ, બે હુમલાખોરો બાઇક પર સવાર થઈને આવ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે. આ ઘટના સવારે 4.55 કલાકે બની હતી. આ પહેલા પણ સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.
તમને જણાવી દઈએ કે આ ધમકી બીજું કોઈ નહીં પણ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની છે જેણે ઘણી વખત સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી છે. લોરેન્સ બિશ્નોઈની ઘણી વખત ખુલ્લી ધમકીઓને કારણે સલમાનની સુરક્ષા કડક રીતે વધારી દેવામાં આવી છે. આ સમાચારથી સલમાનના ચાહકોમાં ચિંતાનું ટેન્શન વધી ગયું છે. ચાહકો તેની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
<
#WATCH | Mumbai, Maharashtra: Visuals from outside actor Salman Khan's residence in Bandra where two unidentified men opened fire this morning.
જોકે, મુંબઈ પોલીસે સુપરસ્ટારને વાય પ્લસ સુરક્ષા આપી છે. આ પહેલા બિશ્નોઈ તરફથી એક ધમકીભર્યો ઈમેલ પણ સલમાનની ઓફિસને મોકલવામાં આવ્યો હતો. આટલું જ નહીં બિશ્નોઈ એક્ટર અને સિંગર ગિપ્પી ગ્રેવાલના કેનેડામાં આવેલા ઘર પર પણ હુમલો થયો હતો અને કહેવાય છે કે સલમાન ખાન સાથેના ગાઢ સંબંધોના કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો.