Webdunia - Bharat's app for daily news and videos

Install App

China Defence Budget - ચીને વધાર્યુ રક્ષા બજેટ, ટારગેટ પર કોણ ભારત કે અમેરિકા ?

Webdunia
સોમવાર, 5 માર્ચ 2018 (16:45 IST)
આવનારા વર્ષ માટે ચીને પોતાના રક્ષા બજેટની જાહેરાત કરી દીધી છે. તે પોતાના મિલિટ્રી પર 1.11 ટ્રિલિયન યુઆન (175 અરબ ડોલર) ખર્ચ કરવા જઈ રહી છે. સમાચાર એજંસી મુજબ ચીન પોતાની સેનાના આધુનિકરણ પર ભારત કરતા ત્રણ ગણુ વધુ ખર્ચ કરવા જઈ રહી છે. 
 
ભારતે પોતાના તાજા બજેટમાં રક્ષા ક્ષેત્ર માટે 46 અરબ ડોલર મુક્યા છે. ભારતની તુલનામાં ચીનની આ રકમ ખૂબ મોટી છે. રકમ એટલી મોટી છે કે તેનો અંદાજ આ વાતથી પણ લગાવી શકાય છે કે હાલ એક યુઆનની કિમંત 10.26 રૂપિયા જેટલી છે. 
 
ચીને આ વખતે ગયા વર્ષ કરતા પોતાનુ રક્ષા બજેટ આઠ ટકા વધાર્યુ છે. બીજિંગમાં ચીનની સંસદની બેઠક દરમિયાન આની જાહેરાત કરવામાં આવી. તાજેતરમાં જ ઈંટરનેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ મતલબ આઈઆઈએસએસના વિશેષજ્ઞોએ કહ્યુ હતુ કે હવે અમેરિકા પોતાની સેનાનો મુકાબલો રૂસ સાથે નહી પણ ચીન સાથે કરશે. વિશેષ કરીને સમુદ્ર અને હવામાં. મતલબ ચીનની નેવી અને વાયુ સેના અમેરિકાને ટક્કર આપવાની તૈયારીમાં છે. 
તેમા કોઈ શક નથી કે ચીનની સેના પહેલા પણ દુનિયાની સૌથી તાકતવર સેનાઓમાં સામેલ રહી છે. એવુ નથી કે 1959થી દુનિયાભરના દેશોમાં સૈન્ય તૈયારીઓ પર થનારા ખર્ચ પર નજર રાખનારી સંસ્થા આઈઆઈએસએસના વિશેષજ્ઞોના જ આવા વિચાર હોય બીજા અનેક માહિતગારોનુ પણ આવુ જ માનવુ છે. 
 
વિશેષજ્ઞોનુ માનવુ છે કે ચીની સેનાનુ આધુનિકરણ અને તકનીકી દક્ષતાનો કોઈ મુકાબલો નથી. ચીનની સેનાની કેટલીક ઉપલબ્ધિયોને જુઓ - તેમની લાંબા અંતર સુધી મા કરનારી મિસાઈલોથી લઈને ફિફ્થ જનરેશનના લડાકૂ વિમાન સુધી. 
 
ચીનનો દાવો છેકે આવા 75 ટકા હથિયારોને તે પશ્ચિમી દેશોના મુકાબલે અડધી કિમંત પર વેચે છે. જેની તકનીક પશ્ચિમી દેશોના મુકાબલાની જ છે. ગયા વર્ષે ચીને પોતાનુ રક્ષા બજેટ સાત ટકાથી વધારીને 150.5 અરબ ડોલર કર્યુ હતુ. અમેરિકા પછી રક્ષા બજેટ પર સૌથી વધુ ખર્ચ કરનારો ચીન બીજો દેશ છે. 
 
પ્રેક્ષકોનુ કહેવુ છેકે ચીન બે વધુ વિમાનવાહક પોત બનાવવાનો વિચાર કરી રહ્યુ છે. આ ઉપરાંત નવા જેટ લડાકૂ વિમાન અને સ્ટીલ્થ ફાઈટર જે-20ને પણ સામેલ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ચીનના સરકારી મીડિયા એવુ માને છે કે છેલ્લા બે વર્ષમાં રક્ષા બજેટમાં વૃદ્ધિની પ્રક્રિયા ચાલુ છે. પણ સાથે જ રક્ષા બજેટમાં આ વૃદ્ધિને યોગ્ય પણ ઠેરવવામાં આવી છે. 
નેશનલ પીપલ્સ કોંગ્રેસના પ્રવક્તા ઝાંગ યેસુઈનુ કહેવુ છે કે બીજા મોટા દેશોની તુલનામાં ચીનનુ રક્ષા બજેટ તેના સકલ ઘરેલુ ઉત્પાદ અને દેશના કુલ ખર્ચનો એક મોટો ભાગ જ છે. 
 
બીઝિંગમાં એનપીસીની બેઠકમાં વિરોધીઓની પાસે નેતૃતને પડકાર આપવાનો સીમિત વિકલ્પ જ હોય છે.  પ્રધાનમંત્રી લી કચિયાંગે ચીન માટે 6.5 ટૅકા વિકાસ દરનુ પણ લક્ષ્ય રાખ્યુ છે.  એવુ કહેવાય છે કે નેશનલ પીપલ્સ કોંગ્રેસ આ મીટિંગમાં રાષ્ટ્રપતિ પદ માટે વધુમાં વધુ બે કાર્યકાળની સીમા ખતમ કરવાની જાહેરાત કરી શકે છે. 
 
આવુ થયુ તો શી જિનપિંગના અનિશ્ચિતકાળ સુધી રાષ્ટ્રપતિ પદ પર બન્યા રહેવાનો રસ્તો ખુલી જશે. આ પગલાની લાંબા સમયથી આશા કરવામાં આવી રહી હતી.  પણ ચીનમાં આ વાતને લઈને વિવાદ પણ છે.  માઓ જેડૉંન્ગ પછી શી જિનપિંગ ચીનના સૌથી તાકતવર નેતા બનવાની રાહ પર છે. 
 
11 માર્ચના રોજ નેશનલ પીપલ્સ કોંગ્રેસની બેઠકમાં આ પ્રક્રિયામાં ઔપચારિક પ્રસ્તાવ લાવી શકાય છે અને તેને સર્વસમત્તિથી પાસ થવાની આશા કરવામાં આવી રહી છે. નેશનલ પીપલ્સ કોંગ્રેસને દુનિયામાં એક રબરસ્ટૈંપ સંસદની જેમ જોવામાં આવે છે જે કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રસ્તાવોને મંજુરી આપે છે. 
 
તકનીકી રૂપે નેશનલ પીપલ્સ કોંગ્રેસના 3000 પ્રતિનિધિ ચીનના જુદા જુદા વિસ્તાર અને ક્ષેત્રોમાંથી ચૂંટાયેલા હોય છે પણ હકીકતમાં પાર્ટી તેમને પસંદ કરે છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments