Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત હાઈકોર્ટે 16 વર્ષની સગીરાને ગર્ભપાતની મંજુરી આપી, સગીરાને હાલ 18 સપ્તાહનો છે ગર્ભ

Webdunia
ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2023 (18:53 IST)
ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વનો હૂકમ કર્યો હતો.  મહેસાણાની 16 વર્ષ અને 3 મહિનાની સગીરાના 18 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે સગીરાના ભાઈએ અરજી કરી હતી. આ કેસમાં સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીની સામે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.તે ઉપરાંત કોર્ટે સગીરાના ગર્ભપાત માટેની મંજુરી પણ આપી છે.

આ મુદ્દે કોર્ટે વડનગરની GMERS જનરલ હોસ્પિટલના મેડિકલ સુપરિટેન્ડેન્ટને સગીરાની શારીરિક તપાસ કરીને 14 સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ આપવા જણાવ્યું હતું. રિપોર્ટમાં સગીરાને 18 મહિના અને 5 સપ્તાહનો નોર્મલ ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.અરજદાર દ્વારા મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ અંતર્ગત ગર્ભપાત માટે માંગેલ કોર્ટના નિર્દેશ મુજબ કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી હતી. આ માટે કડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરને એક અઠવાડિયામાં ગર્ભપાતની ક્રિયા પતી જાય તેવું મેનેજમેન્ટ કરવા આદેશ કર્યા હતા. આ સાથે જ આરોપી સામેના કેસમાં પુરાવારૂપે ગર્ભનું DNA રાખવા હુકમ કર્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments