Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાશ્મીર પરથી નિયંત્રણ હટી રહ્યું છે : ગડકરી

ભાષા
બુધવાર, 17 ફેબ્રુઆરી 2010 (17:16 IST)
ND
N.D
' કેંદ્રની કોંગ્રેસ સરકાર અમરિકાના દબાણમાં પાકિસ્તાન સાથે ચર્ચા કર રહી છે. ઉતાવળમાં કેટલાયે નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. આ નિર્ણયોથી કાશ્મીર પર આપણું નિયંત્રણ કમજોર થઈ રહ્યું છે' એવો ઈશારો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીએ આજે પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં કર્યો.
.
કાર્યકારિણીની બંધ બેઠક બાદ ગડકરી સહિત અન્ય નેતાઓએ શું કહ્યું તેનો વિસ્તૃત અહેવાલ પક્ષ પ્રવક્તા રવિશંકર પ્રસાદે બાદમાં પત્રકારોને આપ્યો.

ગડકરીએ પોતાના ભાષણમાં પાકિસ્તાનથી સંબંધ, આતંકવાદ, નક્સલવાદ અને મોંઘવારી આ મુદ્દા પર વિશેષ રૂપે પોતાના વિચાર રાખ્યાં.

તેમણે કોંગ્રેસ પર આરોપ લગાડતા કહ્યું કે, 'કોંગ્રેસના કાર્યકાળમાં રાષ્ટ્રીય સુરક્ષાને પડકાર મળે તેવો માહોલ છે. પૂણે બોમ્બ વિસ્ફોટે એ દેખાડી દીઘુ છે કે, આતંકવાદીઓ ગમે ત્યારે પોતાના ષડયંત્રને અંજામ આપી શકે છે પરંતુ સરકાર વોન્ટ બેન્કની રાજનીતિથી ઉપર ઉઠીને કંઈ પણ કરવા માટે તૈયાર નથી.'

પાકિસ્તાન સંબંધિત લેવામાં આવનારા નિર્ણયો મુદ્દે પણ તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો. તેમણે કહ્યું કે, 'પાકિસ્તાનની જનતા ત્યાંની સરકારનું સાંભળતી નથી, મુંબઈ હુમલાના ષડયંત્રમાં શામેલ આતંકવાદીઓ વિરુદ્ધ મજબૂત પૂરાવા દેવા છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. કોંગ્રેસના કેટલાક મંત્રીઓ બટલા હાઊસમાં છુપાયેલા આંતકવાદીઓના ઘરે જઈને તેમને સહાનુભૂતિ આપીને આતંકવાદ પર્યટનને પ્રોત્સાહન આપી રહ્યાં છે એવી સ્થિતિમાં સરકાર અમેરિકાના દબાણમાં આવીને પાકિસ્તાન સાથે ચર્ચા કરી રહી છે. ઉતાવળમાં નિર્ણય લઈ રહી છે. જેનાથી કાશ્મીર પરથી આપણું નિયંત્રણ હટી રહ્યું છે.'

નક્સલવાદ મુદ્દે પર પણ તેમણે પોતાની વાત રાખી. તેમણે કહ્યું કે, 'નક્સલી હિંસા ગંભીર સ્થિતિ છે. માનવાધિકારની વાતો કરનારા નક્સલવાદી હિંસા વિષે કંઈ પણ બોલતા નથી, તો શું નક્સલવાદી હિંસાનો ભોગ બનેલા લોકોના માનવાધિકાર હોતા નથી.

મોંઘવારીના મુદ્દે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી. ભાજપ મોંઘવારીના વિરોધમાં માર્ગ પર પ્રદર્શન કરશે એવું પણ તેમણે જણાવ્યું.

પક્ષના નિવર્તમાન અધ્યક્ષ રાજનાથસિંહે પણ પોતાના વિચાર રાખ્યાં. પોતાના કાર્યકાળમાં ચૂંટણી ન જીતી શકવાનું દુખ પણ તેમણે વ્યક્ત કર્યું.
વધુ જુઓ..

જરૂર વાંચો

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

HBD Bipasha- બિપાશા બાળપણમાં ડોક્ટર બનવા માંગતી હતી

ગુજરાતી જોક્સ - સાત વર્ષથી દારૂ પી રહ્યો છે

શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર

વધુ જુઓ..

નવીનતમ

સાત ફેરા અને સાત વચન- લગ્ન સમયે આ 7 વચન કન્યા વરથી લે છે

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

Rice In Diabetes - ડાયાબિટીસના દર્દીઓ કયા ચોખા ખાઈ શકે છે અને કયા શુગર માટે હાનિકારક છે.. જાણો

મટન ચોપ્સ રેસીપી

Baby girl name With D - ડ પરથી નામ છોકરી

Show comments