Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં મોંઘી થશે પ્રોપર્ટી જાણો કીમત વધવાથી મધ્યમ વર્ગ પર શું અસર પડશે

Webdunia
શનિવાર, 23 નવેમ્બર 2024 (16:33 IST)
Gujarat Ahmedabad Property Price: હવે ગુજરાતમાં ઘર બનાવવાના સપના મોંઘા થઈ જશે. તેના કારણે ગુજરાત સરકારએ જંત્રીના ભાવમાં વધારો કરી નાખ્યુ છે અને હવે પ્રોપટીની કીમત પ્રોપર્ટીના ભાવ આસમાને પહોંચવા લાગશે. મકાનો મોંઘા થશે. જંત્રીમાં પ્રોપર્ટીના દરોમાં સીધો 100 થી 200 ટકાનો વધારો થયો છે. હવે મધ્યમ વર્ગના માણસે ઘર માટે વધુ પૈસા ચૂકવવા પડશે. 
 
ગુજરાતમાં ભાવ વધશે 
નવા જંત્રી દર 1 એપ્રિલ 2025થી લાગુ થશે. તેનાથી ગુજરાતમાં પ્રાપર્ટાની કીમત વધશે. ઘર બનાવવુ કે જમીન ખરીદવી મોંઘી થઈ જશે. નવી વ્યવસ્થા લાગુ થતા જ ચૂકવવાપાત્ર રકમમાં 100 થી 200 ટકાનો વધારો થશે. નવી સિસ્ટમ મુજબ ડબલ કે ત્રણ ગણી કિંમત ચૂકવવી પડશે. હવે તેની સીધી અસર એ થશે કે બિલ્ડરો અને ડેવલપર્સ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ખરીદદારો પર વધારાનો બોજ નાખશે. 
 
જંત્રી ભાવ વધારો
મહેસૂલ વિભાગે એપ્રિલ-2023માં વર્ષ 2011ના જંત્રીના દરો બમણા કર્યા છે. જે હાલ અમલમાં છે. પ્રસ્તાવિત જંત્રીના ડ્રાફ્ટમાં, જે પછીથી અમલમાં આવશે, સાત મહાનગરોમાં એપી-2023 દરોની સરખામણીમાં સરેરાશ દોઢથી ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આ વધારો બે થી અઢી ગણો થવાનો અંદાજ છે. વેબસાઈટ પર ઉપલબ્ધ ડ્રાફ્ટના પાથ એનાલિસિસ મુજબ, નવા દરે અમદાવાદમાં એસજી હાઈવે સિંધુ ભવન રોડ પર ગુજરાતમાં પ્રતિ ચોરસ મીટરનો સૌથી વધુ દર સૂચવ્યો છે. અલબત્ત, છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના ઘણા સર્વે નંબરો ત્યાં જે વિશાળ વિકાસ થયો છે તે દર્શાવતા નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, VAPAN સૂચનો અંગે જિલ્લા સમિતિઓના વિશ્લેષણ અહેવાલ 30 દિવસમાં કરી શકાય છે અને 1 એપ્રિલ, 2025 થી રાજ્ય સરકાર દ્વારા તેનો નવેસરથી અમલ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Death Threat to PM Modi: પીએમ મોદીને મળી જાનથી મારવાની ધમકી, પોલીસને ફોન પર કહ્યુ - પ્લાન તૈયાર થઈ ચુક્યો છે, બસ...

Mumbai news- વોટ્સએપ પર બ્લોક થતાં પાયલટની ગર્લફ્રેન્ડે કરી આત્મહત્યા, બોયફ્રેન્ડની ધરપકડ

બાંગ્લાદેશમાં ઇસ્કૉન પર પ્રતિબંધની માગ ઊઠી, વિદ્યાર્થી નેતાએ આપી ચેતવણી

Jharkhand CM- ઝારખંડના મુખ્ય મંત્રી તરીકે હેમંત સોરેન આજે લેશે શપથ

ચેતેશ્વર પૂજારાના સાળા વિરુદ્ધ લગ્નની લાલચ આપીને બળાત્કારની ફરિયાદ

આગળનો લેખ
Show comments