Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રી મુદ્દે મોટો નિર્ણય - નવરાત્રીમાં માત્ર 400 લોકોને મંજૂરી હોવાથી સતત બીજા વર્ષે એક પણ પાર્ટી પ્લોટ કે ક્લબમાં રાસ-ગરબા યોજાશે નહીં

Webdunia
મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (15:52 IST)
કોરોનાના કારણે સતત બીજા વર્ષે પણ અમદાવાદના પાર્ટી પ્લોટ અને ક્લબમાં રાસ - ગરબા નહીં યોજાય. જોકે ચાલુ વર્ષે રાજ્ય સરકારે રાસ ગરબા માટે મંજૂરી આપી છે, પરંતુ તે માત્ર 400 માણસો પૂરતી જ છે. જેથી પાર્ટી પ્લોટ - ક્લબના સંચાલકોએ રાસ ગરબા નહીં યોજવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ચાલુ વર્ષે અમદાવાદમાં ફરી વખત શેરી ગરબાની રમઝટ જામશે. સોસાયટીઓમાં રાસ ગરબા યોજવા માટેની મિટિંગોનો દોર પણ શરૂ થઇ ગયો છે.જુદા જુદા વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ મળીને દર વર્ષે 67 જગ્યાએ રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. ગયા વર્ષે કોરોનાના કારણે રાજય સરકારે નવરાત્રીમાં માત્ર આરતી માટેની જ મંજૂરી આપી હતી. જ્યારે ચાલુ વર્ષે ગરબા માટેની મંજૂરી આપી છે, પરંતુ તે 400 માણસો પૂરતી મર્યાદિત જ છે. તે સાથે હાલમાં પણ અમદાવાદમાં રાતે 11 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલ પણ ચાલુ જ છે. જેના કારણે પાર્ટી પ્લોટ - ક્લબના સંચાલકોએ રાસ ગરબા નહીં યોજવાનો નિર્ણય લીધો છે.

જે પણ સોસાયટીના સભ્યોએ તેમની સોસાયટીમાં રાસ - ગરબા યોજવા હશે. તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી ગરબા અને લાઉડ સ્પીકર માટેની મંજૂરી લેવી પડશે. જો કે તે માટે પોલીસ સ્ટેશનમાં જઈને એક અરજી આપીને માત્ર ફોર્મ ભરવું પડશે. સિંધુ ભવન રોડ ઉપર આવેલા ક્રિસન્ટ પાર્ટી પ્લોટ, વૃન્દાવન ફાર્મ અને વૈષ્ણોદેવી ખાતેના કેસર ફાર્મના માલિક ભરત પટેલ એ જણાવ્યું હતુ કે તેમના ત્રણેય પાર્ટી પ્લોટમાં વર્ષોથી આયોજકો નવરાત્રીના નવ દિવસ રાસ ગરબા યોજતા હતા. જો કે ચાલુ વર્ષે સરકારે કોમર્શિયલ રાસ - ગરબા માટે મંજૂરી આપી નહીં હોવાથી તેમના એક પણ પાર્ટી પ્લોટમાં ગરબા નહીં યોજાય. કોરોના પહેલાં પાર્ટી પ્લોટ અને ક્લબોમાં યોજાતા ગરબા માટે પાસ સિસ્ટમ પણ હતી. ગરબારસિકો સતત 9 દિવસના પાસ લઈ લેતા હતા. આ ઉપરાંત આયોજકોને જાહેરખબર સ્વરૂપે આવક થતી હતી.હાલમાં અમદાવાદમાં રાતે 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ છે. જો કે જન્માષ્ટમીની રાતે સરકારે 1 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂમાં મુક્તિ આપી હતી. તેવી જ રીતે નવરાત્રીમાં પણ સોસાયટીઓમાં ગરબા થવાના હોવાથી સરકાર નવરાત્રી દરમિયાન પણ રાતે 1 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂમાં મુકિત આપવા વિચારી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બાંગ્લાદેશમાં ઇસ્કૉન પર પ્રતિબંધની માગ ઊઠી, વિદ્યાર્થી નેતાએ આપી ચેતવણી

Jharkhand CM- ઝારખંડના મુખ્ય મંત્રી તરીકે હેમંત સોરેન આજે લેશે શપથ

ચેતેશ્વર પૂજારાના સાળા વિરુદ્ધ લગ્નની લાલચ આપીને બળાત્કારની ફરિયાદ

ગુજરાતમાં હડપ્પન સંસ્કૃતિના કેન્દ્રમાં મોટો અકસ્માત, બે મહિલા અધિકારીઓ ડૂબી ગયા; એકનું મૃત્યુ

Live Gujarati news Today- અસલાલી બ્રિજ પાસે બે કોમર્શિયલ વાહનો વચ્ચે અકસ્માત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે

આગળનો લેખ
Show comments