Webdunia - Bharat's app for daily news and videos

Install App

તું જાડી છે, મને પાતળી છોકરીઓ ગમે છે’ કહીને લગ્નના 11 વર્ષે પતિએ પત્નીને કાઢી મૂકી

Webdunia
મંગળવાર, 22 ફેબ્રુઆરી 2022 (09:16 IST)
વડોદરામાં મકરપુરા ખાતે પ્રતિષ્ઠીત કંપનીમાં એન્જિનિયર તરીકે જોબ કરતા યુવકે પત્ની જાડી હોવાથી ઘરમાંથી કાઢી મૂક્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. 11 વર્ષ પહેલાં લગ્ન કરનાર પતિની મરજી મુજબ પાતળા થવા પત્નીએ જિમ ચાલુ કર્યું તો પતિએ ફી વધારે છે તેમ કહી તે પણ છોડાવી દીધુ હતું. મીરા પંડ્યા (નામ બદલ્યું છે)ના લગ્ન 2011માં સમાજની ચોપડીમાંથી પસંદ કરાયેલા અખિલેશ જોષી સાથે થયા હતા. લગ્નના એક સપ્તાહ સુધી મીરાનો ઘર સંસાર વ્યસ્થિત ચાલ્યો હતો. શરૂઆતમાં અખિલેશ મીરા સાથે સારો વ્યવહાર કરતો હતો, પણ સમય જતાં વ્યવહારમાં બદલાવ આવ્યો હતો. મીરા જાડી હોવાથી તે કહેતો હતો કે મને તારામાં રસ નથી, મને તો પાતળી છોકરીઓ ગમે છે. પતિને ખુશ કરવા અને વજન ઘટાડવા મીરાએ જિમ ચાલુ કર્યું હતું અને જિમ જોડાયા બાદ તેનું વજન પણ ઓછુ થયું હતું. જોકે જિમની ફી વધતાં અખિલેશે જિમ બંધ કરાવી દીધું હતું. જેથી મીરાએ ઘરે કસરત કરવાનું શરૂ કર્યું હતું. વૈવાહિક જીવનના કારણે મીરા ગર્ભવતી થઈ હતી અને દીકરીને જન્મ આપ્યો હતો. દરમિયાન પણ અખિલેશ મીરાને હૂંફ આપવાને બદલે માનસિક ત્રાસ આપીને હેરાન કરતો હતો. દીકરીના જન્મ બાદ મીરાનું વજન ફરી વધતાં અખિલેશ તેને અવાર-નવાર મ્હેણા-ટોણા માર્યા કરતો હતો. ઘરવાળાની સમજાવટનો પણ અખિલેશ પર કંઈ અસર થતી ન હતી અને તે મીરાને માનસિક ત્રાસ આપ્યા કરતો હતો. અખિલેશ વાંરવાર મીરાને છૂટાછેડા આપવા માટે ધમકી આપતો હતો જેથી મીરાએ કંટાળીને અખિલેશ વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સ્કૂટર શીખતી વેળા મીરાના પગમાં ફેક્ચર થયું હતું ત્યારે તું કેમ ઘરડા જેવું જીવન જીવે છે, એવા મ્હેણા મારી હેરાન કરી કાઢી મૂકી હતી. સસરાના સમજાવવાથી તે પરત આવી હતી. અખિલેશે ખુલાસો કર્યો કે, તું નથી ગમતી, મને પાતળી છોકરી ગમે છે. આથી મીરા પાછી પિયર ચાલી ગઈ હતી. પછી મીરાને જાણ થઈ કે અખિલેશના કાજલ નામની છોકરી સાથે સંબંધ છે, તેવો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments