Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિહાર ચૂંટણીમાં પાંચ સૌથી મોટા પડકાર

Webdunia
શનિવાર, 19 સપ્ટેમ્બર 2015 (17:11 IST)
બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચુકી છે. બુધવારથી પ્રથમ ચરણના મતદાન માટે નામાંકન પણ શરૂ થઈ ગયુ છે. બિહારમાં 12ઓક્ટોબરથી 5 નવેમ્બરના વચ્ચે પાંચ ચરણોમાં મતદાન થશે.  બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી અજય નાયકે એક  બીબીસી સાથે વિશેષ વાતચીત કરી.  જાણો તેમના મુજબ ચૂંટણી પંચ સામે ચૂંટણી પ્રક્રિયાથી લઈને મતદાન સુધીના પાંચ મોટા પડકારો શુ છે. 
 
1. સાંપ્રદાયિક તણાવ 
 
મતદાન તહેવારોની ઋતુ વચ્ચે થશે. દુર્ગાપૂજા અને મોહર્રમ જેવા તહેવાર લગભગ એકસાથે જ છે. આવામાં ચૂંટણી પંચ સામે એક મોટો પડકાર છેકે આ દરમિયાન કોઈ પણ પ્રકારનો સાંપ્રદાયિક તણાવ ઉભો ન થાય.  તેથી રૈપિડ એક્શન ફોર્સની દસ કંપનીઓ બિહારમાં ગોઠવવામાં આવી રહી છે. 
 
જો કે રૈફની ભૂમિકા ચૂંટણીમાં હોતી નથી પણ આ ભયમુક્ત વાતાવરણ બનાવવામાં મદદરૂપ રહેશે.  સાથે જ મતદાન માટે દરેક કેન્દ્ર પર કેન્દ્રીય પોલીસ બળના જવાન ગોઠવવામાં આવશે. 
 
2 . મતદાનની ટકાવારી 
 
બિહારમાં અન્ય રાજ્યોની તુલનામાં મતદાન ટકાવારી આજે પણ ઓછી છે. તેને વધારવી એક મોટો પડકાર છે. આ વખતે પંચે મતદાન ટકાવારીને વધારીને 70 ટકા સુધી પહોંચાડવાનુ લક્ષ્ય રાખ્યુ છે.  મતદાન ટકા વધારવા માટે વિભાગ અનેક પ્રકારનુ જાગૃતતા અભિયાન ચલાવી રહ્યુ છે.  આ ઉપરાંત અનેક તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેવા કે લગભગ દોઢ કરોડ મતદાતાઓને એસએમએસ દ્વારા ચૂંટણી તારીખ વિશે બતાડવામાં આવશે. મતદાનથી પાંચ દિવસ પહેલા લોકોને ફોટો વોટર સ્લિપ આપવામાં આવશે.  વોટિંગના દિવસે મતદાન કેન્દ્ર અને ત્યા સુધી પહોચવાના રસ્તા વિશે માહિતી આપવા માટે એક મોબાઈલ એપ પણ ડેવલોપ કરવામાં આવ્યો છે. 
 
3 આંતરરાષ્ટ્રીય સીમા 
 
નેપાળના રસ્તે આવનારી નકલી નોટ અને બીજી ગેરકાયદેસર વસ્તુઓ બિહારમાં આવે છે. જે હંમેશાની જેમ આ વખતે પણ એક પડકાર છે. જેનો સામનો કરવા માટે આ વખતે બે નિર્ણય લેવામાં આવ્યા છે.  પહેલો એ કે નેપાળ સીમા પર ગોઠવાયેલ સીમા સુરક્ષા બળના જવાનોને ચૂંટણી કાર્યમાં નહી લગાવવામાં આવે. જેથી તેઓ પુરી સતર્કતાથી સીમાની ચૌકસી કરી શકે. 
 
બીજુ એ કે સારા પરસ્પર તાલમેલ માટે નેપાળના એ જીલ્લાના અધિકારીઓ સાથે સતત બેઠકો કરવામાં આવી રહી છે જેમની સીમા બિહારની સીમા સાથે જોડાયેલી છે. 
 
4 આદર્શ આચાર સંહિતા 
 
આદર્શ આચાર સંહિતાનુ પાલન સુનિશ્ચિત કરાવવુ મુખ્ય પડકારોમાંથી એક છે.  ઘનબળ, બાહુબળ કે પછી કોઈ અન્ય રીતે લાલચ આપીને મતદાતાઓને પ્રભાવિત કરવાના પ્રયત્નો સામે ચૂંટણી વિભાગ ખૂબ કડક પગલા લેશે. 
 
5. કાંટાની ટક્કર 
 
બિહાર ચૂંટણીમાં ટક્કર કાંટાની છે એવુ કહેવાય રહ્યુ છે. જો કે માત્ર એક જ રાજ્યમાં ચૂંટણી થઈ રહી છે જેથી સૌની નજર બિહાર ચૂંટણી પર ટકી છે. 
 
દરેક નાની-મોટી વાત પર સૌની નજર છે. આવામાં આ સ્થિતિ પણ પંચ માટે એક પડકાર છે કે ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિ પૂર્વક કરાવવામાં આવે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments