Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bihar Election result Live : બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ (લાઈવ કોમેંટ્રી)

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ
Webdunia
રવિવાર, 8 નવેમ્બર 2015 (11:47 IST)
- બિહારના રસ્તા પર પોસ્ટર બદલાયા 
- ચારરસ્તા પર નવા પોસ્ટર નીતીશ કુમારના લાગ્યા 
- આરકે સિંહે ટિકિટ વહેંચણીના અસંતોષ પર ભાજપા પર નિશાન સાધ્યુ 
- આરકે સિંહ બોલ્યા જનતા નેતાને જોઈને વોટ આપે છે. 
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીતીશ કુમારને ફોન પર જીતની શુભેચ્છા પાઠવી 
- નીતીશ કુમાર અને લાલૂના રાજનીતિક જીવનની સૌથી મોટી લડાઈ 
- નીતીશ અને લાલૂએ આ લડાઈ સહેલાઈથી જીતી 
- મહાગઠબંધન કાર્યાલયમાં ઉત્સવ ભાજપા કાર્યાલયમાં ઉદાસી
- બિહાર વિધાનસભાનુ પ્રથમ પરિણામ 
- આરજેડીના કેદાર સિંહ બનિયાપુરથી જીત્યા 
- કોંગ્રેસ ઉમેદવાર મો. તૌસીફ આલમ બહાદુરગંજથી જીત્યા 
- ભાજપા નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યુ કે અમે વિકાસના નામ પર વોટ માંગ્યો હતો પણ હાલના પરિણામથી લાગી રહ્યુ છે કે અમે અમારી વાત મતદાતાઓ સુધી પહોંચાડી શક્યા નહી. 
- ભાજપા નેતા રામમાઘવે ટ્વીટ કર્યુ. જદયૂએ શાનદાર કમબેક કર્યુ છે. એક કલાકમાં તેણે અમારી બઢતને પલટી નાખી. ખૂબ જ નિકટનો મામલો છે. જોરદાર ચૂંટણી. 
- ભાજપા નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ, 'દરેક રાજનીતિક પાર્ટી માટે એક સબક પણ હોય છે. સંદેશ પણ હોય છે. અમે સુશાસન અને વિકાસ માટે કામ કર્યુ છે. આગળ પણ કરતા રહીશુ. અમારી રણનીતિ ફેલ નથી થઈ.' 
 
-કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ મહાગઠબંધને મળી રહેલ બઢત પર કહ્યુ 6.5 કરોડ બિહારવાસીઓને શુભકામના. મહાગઠબંધન અને નીતીશજીને શુભેચ્છા. બિહારમાં એકબીજા પર નિવેદનોની હાર અને વિકાસની સરકાર. 
-બિહારમાં ભાજપાની ખરાબ હાલતથી અઘ્યક્ષ અમિત શાહ ચિંતિત 
- અમિત શાહે પોતાના ઘરે બેઠક બોલાવી 
- ધર્મેન્દ્ર પ્રધાન અને જીતેન્દ્ર સિંહ અમિત શાહના ઘરે હાજર 
- ભાજપાની સંસદીય બોર્ડની બેઠકમાં બિહારની કરારી હાર પર મંથન 
- બિહાર ચૂંટણીના પરિણામ પછી મહાગઠબંધનને પૂર્ણ બહુમત 
- બિહાર ચૂંટણીમાં પરિણામ પછી મમતા બેનર્જીએ નીતીશને શુભેચ્છા પાઠવી 
- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને નીતીશને શુભેચ્છા પાઠવી 
- નીતીશ કુમારે બિહારની જનતાનો આભાર માન્યો 
- જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવે કહ્યુ કે બિહારની જનતા સૌથી આગળ છે. 
- બિહારની જનતાએ જે પરિણામ આપ્યુ છે તેની અસર દેશની રાજનીતિ પર પડશે 
- અનામતના મુદ્દે સંઘ પ્રમુખ મોહન ભાગવતના નિવેદનની અસર બિહારની ચૂંટણી પર પડી. 
 લાલૂ યાદવની પત્ની રાબડી દેવીએ કહ્યુ કે બિહારની જનતાને હુ શુભેચ્છા પાઠવુ છે. 
- લાલૂજીએ બિહાર ચૂંટણી માટે ખૂબ મહેનત કરી છે. 
- રાત્રે જ્યારે ઘરે આવતા હતા ત્યારે કહેતા હતા કે અમે જનતાને આગળ કરી. 
- બિહારના લોકોને પાણી વીજળી મળવુ જોઈએ. 
- બિહારના લોકોને પાણી વીજળી મળવી જોઈએ 
- બિહારના લોકોનુ અપમાન કરતા હતા. એક વાર એમપી ચૂંટણીમાં અમે ભૂલ કરી દીધી. 
- રાબડી દેવીએ કહ્યુ કે નીતીશ કુમાર જ મુખ્યમંત્રી બનશે. લાલૂજી પહેલા જ કહી ચુક્યા છે. 
- જનતા અમારા પર  વિશ્વાસ કરે છે.  જનતાએ અમને છોડ્યા નથી અને ન છોડશે 
- અમને અમારી જીતનો પૂર્ણ વિશ્વાસ હતો. મારા બંને પુત્ર પરિણામમાં આગળ ચાલી રહ્યા છે. 
- લોકોના મોઢે અમને એ જ સાંભળવા મળતુ કે તમે આવો કે ન આવો અમે તમારી સાથે જ છીએ. 
- દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલયમાં પણ ઉત્સવનુ વાતાવરણ 
- દિલ્હીમાં 24 અકબર રોડ પર કોંગ્રેસ મુખ્યાલયમાં વર્ષો પછી ખુશીઓ પરત આવી 
- કોંગ્રેસ નેતા જીએન યાદવે કહ્યુ - હુ બિહારની જનતાને શુભેચ્છા પાઠવુ છુ. 
- અહમની લડાઈમાં નીતીશ કુમારે મોદીને પછાડ્યુ 
- ભાજપાએ બિહારમાં હાર માની - રામ કૃપાલ યાદવ 
- હરવંશ સિંહે કહ્યુ નીતીશ કુમાર જ મુખ્યમંત્રી 
- પરિણામોમાં મહાગઠબંધન 157 સીટો પર આગળ 
- જેડીયૂ 68 આરજેડી 73 અને કોંગ્રેસ 16 પર આગળ 
- ભાજપાના નિતિન નવીન બાંકપુરથી આગળ 
-  શરદ યાદવે કહ્યુ - હુ બિહારની જનતાને શુભેચ્છા પાઠવુ છુ. અમને 150 સીટો મળશે. 
- લાલૂ પ્રસાદ યાદવના ઘરે જોરદાર ઉત્સવનુ વાતાવરણ 
- વર્ષો પછી આરજેડી મુખ્યાલયમાં ખુશીનુ વાતાવરણ 
- ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમવારે 12 વાગ્યે બેઠક બોલાવી 
- ભાજપાની સંસદીય બોર્ડની બેઠકમાં થશે બિહારમાં થઈ કરારી  હાર પર મંથન 
 
- મહુઆથી લાલૂ પ્રસાદ યાદવના પુત્ર 
- ભાજપાના રાજેશ્વર રાજ કારકટથી આગળ 
- જીરાદેઈથી બીજેપીની આશા દેવી આગળ 
- ગયા ઘાટથી ભાજપાના પ્રમકુમાર આગળ 
- નોખાથી બીજેપીના રામેશ્વર ચૌરસિયા પાછળ 
- રામમાઘવે કહ્યુ કે એનડીએ ગઠબંધન જ બિહારમાં સરકાર બનાવશે 
- રામમાઘવે કહ્યુ કે બિહારની જનતા બુદ્ધિમાન છે. જીત અમને જ મળશે 
- શાહનવાજ હુસૈને કહ્યુ કે બે તૃતીયાશ બહુમથી બિહારમાં સરકાર બનાવશે એનડીએ 
- અમિત શાહે અડવાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી 
- પટના સાહિબથી ભાજપાના નંદકિશોર યાદવ આગળ 
- ભાગલપુરથી કોંગ્રેસના અજીત શર્મા પાછળ 
- બોચાહીનથી જેડીયૂના રમઈ રામ પાછળ 
- ફુલવારીથી જેડીયૂના શ્યામ રજક આગળ 
- હમના શકુની ચૌધરી આગળ 
- પટનામાં હાલ શહેરી વિસ્તારોમાં થયેલ પરિણામોની મતગણતરી ચાલી રહી છે. 
- મખદુમપુરથી જીતનરામ માંઝી આગળ 
- બિહાર ભાજપાના ઓફિસની બહાર ફટાકડાની દુકાન ખુલી 
- પટનામાં પરિણામ જોતા ભાજપાના ઓફિસમાં ઉત્સવ 
- શત્રુધ્ન સિન્હાના પરિણામ પછી ભાજપાને શુભેચ્છા પાઠવી 
- મોકામાથી નિર્દળીય ઉમેદવાર અનંતસિંહ આગળ 
- શિવહરથી હમની લવલી આનંદ આગળ 
 


- શાહનવાજ બોલ્યા - હરીફાઈ એનડીએ અને મહાગઠબંધન વચ્ચે. ત્રીજો કોઈ નહી. 
- મહાગઠબંધન ત્રણ સીટો પર આગળ 
- પ્રથમ પરિણામ કોંગ્રેસના પક્ષમાં 
- બીજુ ભાજપાના પક્ષમાં 
- ત્રીજુ પણ ભાજપાના પક્ષમાં 
- પટનામાં 39 મતગણના કેન્દ્રો પર મતગણના શરૂ 
- 14 રાઉંડમાં થશે મતગણતરી અને અહી 22 રાઉંડ સુધી થઈ  શકે છે 
- બિહાર ચૂંટણી પર સટ્ટા બજાર કંફ્યૂજ 
- બિહાર ભાજપાના પ્રવકતા વિજય સોનકર શાસ્ત્રીએ કહ્યુ કે અમે સરકાર બનાવીશુ 
- જીતનરામ માંઝીએ કહ્યુ 100 નહી 200 ટકા બિહારમાં એનડીએ પોતાની સરકાર બનાવશે  
- પરિસ્થિતિ બની તો સીએમ બનવા તૈયાર 
- લાલૂ પ્રસાદ રાતભર ચેનથી સૂઈ ગયા અને ઉઠતા જ ગુડમોંર્નિંગ કહ્યુ 
- લાલૂએ કહ્યુ કે સવાર સારી થઈ છે તો સાંજ પણ સારી જ રહેશે. 
- ચિરાગ પાસવાને કહ્યુ કે બહુમત સાથે એનડીએની સરકાર બનશે 
- જેડીયૂ નેતા કે.સી ત્યાગીએ 150 સીટો જીતવાનો દાવો કર્યો 
- શાહનવાજે કહ્યુ કે  બિહારમાં એનડીએની સરકાર બનશે 
- જીતનરામ માંઝીએ કહ્યુ કે મહાગઠબંધન ફેલ થશે અને અમારુ 180નુ ટારગેટ પુર્ણ થશે 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Jya Jya Nazar Mari Thare - જ્યા જ્યા નજર મ્હારી ઠરે, યાદી ભરી ત્યાં આપની

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

Gujarati Recipe- ડુંગળીની ચટણી

વધુ જુઓ..

નવીનતમ

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

Show comments