Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારા Birthday પર કરશો આ 10 ઉપાય તો આખુ વર્ષ મળી શકે છે ભાગ્યનો સાથ

Webdunia
સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (14:24 IST)
જૂની પરંપરા છે કે જન્મદિવસ પર શુભ કામ કરવુ જોઈએ. આ સંબંધમાં માન્યતા છે કે બર્થડે પર શુભ કામ કરવામાં આવે છે તો આખુ વર્ષ ભાગ્યનો સાથ મળી શકે છે. જ્યોતિષ મુજબ જન્મદિવસ પર અહી બતાવેલ ઉપાય કરશો તો આખુ વર્ષ ભાગ્યનો સાથ મળી શકે છે. 
 
જાણો જન્મદિવસ પર ક્યા કયા ઉપાય કરી શકાય છે.. 
 
1. જન્મદિવસ પર વાળ અને નખ ન કાપવા જોઈએ. આ અપશકુન માનવામાં આવે છે. જન્મદિવસના એક દિવસ પહેલા જ આ કામ કરી લેવુ જોઈએ. 
2. બર્થડે પર કોઈ કિન્નરને બંગડી અને ધનનુ દાન કરો. કિન્નરની દુઆઓથી તમારો જન્મદિવસ મંગલમય બની શકે છે. 
3. શિવલિંગ પર ચાંદીના લોટાથી દૂધ, ગંગાજળ ચઢાવો. 11 કે 21 બિલિ પત્ર ચઢાવો અને ૐ નમ: શિવાય મંત્રનો જાપ કરો. આ દિવસે કોઈ શિવ મંદિરમાં જરૂર જાવ. 
4. જે દિવસે જન્મદિવસ હોય એ દિવસે કોઈ પણ જીવની હત્યા ન કરવી જોઈએ. આ દિવસે માંસાહારથી પણ બચવુ જોઈએ. તેનાથી રોગ અને વિવાદ વધવાના યોગ બની શકે છે. 
5. બર્થડે પર કોઈ સાધુ કે ભિખારીનુ અપમાન ન કરશો. જો તમારા ઘરમાં ગરીબ આવે તો તેને તમારા સામર્થ્ય મુજબ ધન અને અન્નનું દાન કરવુ જોઈએ. 
6. સવારે નહાતી વખતે પાણીમાં થોડુ ગંગાજળ જરૂર નાખો. આવુ કરતા તીર્થ સ્નાનનુ પુણ્ય ઘરમાં મળી શકે છે. 
7. હનુમાનજી સામે બેસીને ઘી નો દિવો પ્રગટાવો અને ૐ રામદૂતાય નમ: મંત્રનો જાપ 108 વાર કરો. 
8. કોઈ સુહાગિન સ્ત્રીને સુહાગનો સામાન દાન કરો. 
9. જો તમે કોઈ મંદિરમાં નથી જઈ શકતા તો રસ્તામાં જ્યા પણ મંદિર દેખાય ત્યા શિખરના દર્શન જરૂર કરો. શિખર દર્શનથી પણ મંદિરમાં સ્થાપિત મૂર્તિના દર્શનનુ પુણ્ય મળે છે. 
10. તમારા માતા-પિતા અને મોટેરાઓના આશીર્વાદ જરૂર લો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

February Born Personality:ફેબ્રુઆરીમાં જન્મેલા લોકોમાં હોય છે આ 5 ખૂબીઓ, જે તેમને બનાવે છે દુનિયાથી અલગ

31 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ 3 રાશિઓ પર વરસશે બજરંગબલીના આશીર્વાદ, ભાગ્ય આપશે તમારો સાથ

30 જાન્યુઆરીનુ રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે જલારામ બાપાની કૃપા

29 જાન્યુઆરીનુ રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો પર બજરંગબલીનો રહેશે આશીર્વાદ, દરેક કાર્ય થશે પુરુ

28 જાન્યુઆરીનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો રહેશે ભાગ્યશાળી

આગળનો લેખ
Show comments