Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ દિશામાં સાવરણી મુકવી કરી શકે છે તમને કંગાલ, જાણો યોગ્ય રીત અને ન કરશો આ ભૂલ

Webdunia
શનિવાર, 17 ફેબ્રુઆરી 2024 (12:30 IST)
vastu tips
સાવરણીને મુકવાની યોગ રીત (best direction to keep broom) વિશે ઘણા લોકો જાણતા નથી. મોટાભાગના લોકો તેને પોતાના મન મુજબ ક્યાય પણ મુકી દે છે. પણ ક્યાય પણ અને ખાસ કરીને ખોટી દિશામાં તેને મુકવી અનેકવાર મુશ્કેલીઓને આમંત્રણ આપવાનુ કામ કરી શકે છે.  ઉલ્લેખનીય છે કે કોઈપણ દિશામાં સાવરણી મુકવી તમારા પરિવારમાં વિવાદ વધારવા ઉપરાંત પૈસાની કમીનુ પણ કારણ બની શકે છે.  આ ઉપરાંત સાવરણી ખોટી દિશામાં મુકવી ઘરના વાસ્તુ દોષોનુ કારણ બની શકે છે. કેવી રીતે આવો જાણીએ. 
 
સાવરણી મુકવાની યોગ્ય દિશા શુ છે  
તમારે ઘરના ઉત્તર-પશ્ચિમ કે પશ્ચિમ ખૂણામાં પોતો અને સાવરણી મુકવા જોઈએ. તેનાથી ઘરમાં સુખ-શાંતિ સાથે બરકત પણ કાયમ રહે છે. પણ ક્યારેય પણ તેને તમારે ઉત્તર-પૂર્વ કે દક્ષિણ-પૂર્વ દિશા કે પૂજા કક્ષમાં ન મુકવી જોઈએ. તેનાથી ઘરમાં નેગેટિવિટી વધે છે. 
 
ઘરના આ સ્થાન પર સાવરણી મુકવાથી બચો 
 
ઘરની આ દિશા ઉપરાંત કેટલાક સ્થાન પર પણ સાવરણી મુકવાથી બચવુ જોઈએ. જેવુ કે તમે સાવરણીને ક્યારેય પણ ઘરના ઈશાન ખૂણામાં અને ઘરની બહાર ન મુકવી જોઈએ. આ ઉપરાંત તમારે સાવરણીને અગાશી કે ખુલ્લામાં રાત્રે ન છોડવી જોઈએ.  આવ કરવુ ઘરમાં પૈસાના નુકશાનનુ કારણ બને છે. સાથે જ બેડરૂમમાં, ડ્રોઈંગ રૂમમાં અને પૂજા ઘરમાં સાવરણી મુકવાથી બચવુ જોઈએ.  
 
સાવરણીને લઈને આ વાતોનુ રાખો ધ્યાન 
સાવરણીને પગ લગાવવાથી બચો કારણ કે તેને લક્ષ્મીનુ અપમાન માનવામાં આવે છે. આ ઉપરાંત જો તમે નવા ઘરમાં જાવ તો નવી ઝાડૂનો ઉપયોગ કરો. જૂની ઝાડૂનો ઉપયોગ કરવાથી બચો. આ ઉપરાંત તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવાથી પણ બચવાની કોશિશ કરો. સાથે જ જો તમારી સાવરણી તૂટી જાય કે ખરાબ થઈ જાય તો  તેને શનિવારના દિવસે ઘરમાંથી બહાર કચરાપેટીમાં નાખી દો.  સાથે જ રવિવાર અને મંગળવાર છોડીને કોઈપણ દિવસે સાવરણી ખરીદી લો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

21 ઓક્ટોબરનુ રાશિફળ- સોમવાર ભગવાન શિવની કૃપાથી મળશે આ રાશિઓને આશીર્વાદ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

આગળનો લેખ
Show comments