Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના 119 ન્યાયાધીશો પ્રમોશન-ટેસ્ટ પાસ ન કરી શક્યા

Webdunia
મંગળવાર, 8 ઑક્ટોબર 2019 (10:03 IST)
ગુજરાતમાં જિલ્લા ન્યાયાધીશ માટેની 40 જગ્યા પૂરવા માટે લેવાયેલી બઢતીપરીક્ષા પાસ કરવામાં 119 ન્યાયાધીશો અને 1372 વકીલો નિષ્ફળ રહ્યા.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર બઢતી પરીક્ષામાં રાજ્યના 119 ન્યાયાધીશ નપાસ થયા છે. જિલ્લાન્યાયાધીશના પદ માટેની આ પરીક્ષાનું પરિણામ શૂન્ય રહ્યું છે.
ગુજરાત હાઈકોર્ટના પૉર્ટલને ટાંકીને પ્રકાશિત કરાયેલા આ અહેવાલ અનુસાર જે 119 ન્યાયાધીશ લેખિત પરીક્ષામાં નપાસ થયા, તેમાંથી 51 ન્યાયાધીશ ગુજરાતની અલગઅલગ કોર્ટોની આગેવાની કરી રહ્યા છે.
તેઓ કાં તો પ્રિન્સિપલ જજ કાં તો ચીફ જ્યુડિસિયલ મૅજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
આ 40 જગ્યામાંથી 26 બેઠકો એવી હતી કે જેમાં વકીલાત કરી રહેલા ઉમેદવાર પસંદ કરવાના હતા. જ્યારે 14 બેઠકો જિલ્લા ન્યાયાધીશ માટેની હતી.
આ અંગેની અરજી ગત માર્ચ મહિનામાં મગાવવામાં આવી હતી અને 4 ઑગસ્ટના રોજ પરીક્ષા લેવાઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

પાંડુરંગ શાસ્ત્રી આઠવલે કોણ હતા, જાણો તેમના વિશે 7 રોચક વાતો

IND vs NZ 1st Test Live: સરફરાજ ખાને મારી ટેસ્ટ કરિયરની પોતાની પહેલી સદી, પંત પણ ક્રીજ પર

વધુ એક ઈંટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બની ધમકીથી હડકંપ, જયપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

એસ. જયશંકરે પાકિસ્તાનની પ્રશંસા કરી

આત્મહત્યા કરતા પહેલા 22 વર્ષના છોકરાએ સાડી પહેરીને ફાંસી લગાવી; લિપસ્ટિક અને કાજલ પણ લગાવી

આગળનો લેખ
Show comments