Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિશ્વનું સૌથી મોટું જહાજ તેની પ્રથમ સફરે નીકળ્યું, અંદરથી કેવું લાગે છે?

Webdunia
સોમવાર, 29 જાન્યુઆરી 2024 (09:09 IST)
Icon of the Seas- વિશ્વનું સૌથી મોટું જહાજ તેની પ્રથમ સફરે અમેરિકાના માયામીથી નીકળી ચૂક્યું છે. અમેરિકાના ફ્લોરિડાના માયામી રવિવારે તેનું ઉદઘાટન કરાયું છે.
 
આઇકૉન ઑફ ધ સીઝ નામનું આ જહાજ રૉયલ કેરેબિયન ગ્રૂપની માલિકીનું છે. આ જહાજ 365 મીટર (1,197 ફૂટ) લાંબું છે અને તેમાં 20 ડૅક છે, જહાજમાં 7,600 મુસાફરો પ્રવાસ કરી શકે છે.
 
આ જહાજ ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં આવેલા ટાપુઓની સફર પર સાત દિવસ માટે જઈ રહ્યું છે.
 
જોકે, પર્યાવરણવાદીઓએ ચેતવણી આપી છે કે એલએનજીથી ચલિત આ જહાજ સાગરમાં મોટી માત્રામાં મિથેન ગૅસ છોડશે.
 
ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑન ક્લીન ટ્રાન્સ્પોર્ટેશનના મરીન પ્રોગ્રામના નિદેશક બ્રાયન કૉમરને રૉયટર્સ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું કે આ જહાજ એ ખોટી દિશામાં એક પગલું છે.
 
તેમણે ઉમેર્યું, “અમારા અંદાજ પ્રમાણે મરિન ફ્યુલ તરીકે એલએનજીનો ઉપયોગ મરીન ગૅસ ઑઇલ કરતાં 120 ટકા વધારે ગ્રીનહાઉસ ગૅસનું ઉત્સર્જન કરે છે.”
 
આ અઠવાડિયાની શરૂઆતમાં આઈસીસીટીએ એક અહેવાલ રજૂ કર્યો હતો. અહેવાલ પ્રમાણે એલએનજીથી ચાલતાં જહાજોમાં મિથેન ઉત્સર્જનનું પ્રમાણ વર્તમાન ધારાધોરણો કરતાં વધારે છે.
 
પરંપરગતા મરિન ફ્યુલ કરતા એલએનજી વધુ સ્વચ્છ રીતે બળે છે, પરંતુ તેના લિકેજનું જોખમ હોય છે.
 
મિથેન એક ભયાનક ગ્રીનહાઉસ ગૅસ છે અને તે 20 વર્ષના સમયગાળામાં વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડ કરતાં 80 ગણી વધુ ગરમી પકડશે. આમ, ગ્લોબલ વૉર્મિંગને ધીમું કરવા માટે આવાં ગૅસનાં ઉત્સર્જનો પર કાપ મૂકવો જરૂરી ગણાય છે.
 
રૉયલ કેરેબિયનના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું કે જહાજો માટે ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઑર્ગેનાઇઝેશનના માનકો કરતાં આઇકૉન ઑફ ધ સીઝ આધુનિક 24 ટકા વધુ ઊર્જા કાર્યક્ષમતા ધરાવે છે. કંપનીએ 2035 સુધીમાં નેટ-ઝીરો જહાજો રજૂ કરવાની યોજના બનાવી છે.
 
આર્જેન્ટિનાના વર્લ્ડકપ વિજેતા કૅપ્ટન અને હાલમાં ઇન્ટર માયામીના ખેલાડી લિયોનલ મેસીએ ગુરુવારે આ જહાજના નામકરણ સમારોહમાં હાજરી આપી હતી.
 
આઇકૉન ઑફ ધ સીઝને બનાવવા માટે બે બિલિયન ડૉલરનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ જહાજમાં સાત સ્વિમિંગ-પૂલ, છ વૉટર સ્લાઇડ્સ અને 40થી વધુ રેસ્ટોરાં, બાર અને લાઉન્જ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments