Webdunia - Bharat's app for daily news and videos

Install App

રામાયણ : જ્યારે રાવણનું મૃત્યુ થયું, ત્યારે ગામમાં શોક પાળવામાં આવ્યો હતો

Webdunia
શુક્રવાર, 27 માર્ચ 2020 (20:44 IST)
રામાયણ : જ્યારે રાવણનું મૃત્યુ થયું, ત્યારે ગામમાં શોક પાળવામાં આવ્યો હતો
BBC News
 
તમે ક્યારેક તો રામલીલા જોઈ જ હશે. ટીવી પર રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’ તમે નહીં તો તમારા વડિલોએ તો ભાવપૂર્વક માણી હશે.
 
કોરોના વાઇરસને પગલે દેશભરમાં લૉકડાઉન છે ત્યારે ભારત સરકારે રામાયણ સિરિયલ અને મહાભારત સીરિયલ ફરીથી પ્રસારિત કરવાની જાહેરાત કરી છે.
 
અહીં તસવીરોના માધ્યમથી જાણો રામાયણ સિરિયલ સાથે જોડાયેલી રસપ્રદ વાતો.
 
રામાયણના 78 એપિસોડ પૂર્ણ થયા બાદ દર્શકોએ લવ-કુશની કથાની માંગ કરી. તેના માટે રામાનંદ સાગર તૈયાર ન હતા. તેમણે કહ્યું કે જો તેઓ લવ-કુશની વાર્તા બનાવશે તો તે કાલ્પનિક વાર્તા હશે. આ કથા ટીવી પર આવતાં જ અનેક વિવાદ થયા અને રામાનંદ સાગર પર દસ વર્ષ સુધી કોર્ટ કેસ ચાલ્યો.
 
80ના દશકામાં જ્યારે રામાયણ ધારાવાહિક ટીવી પર આવી તો તેની સાથે સ્પેશિયલ ઈફેક્ટ્સ પણ જોવા મળી, જેમ કે હનુમાનજીનું સંજીવની બૂટી લાવવું, પુષ્પક વિમાનનું ઉડવું વગેરે.
કોરોના વાઇરસની મહામારીની લેટેસ્ટ માહિતી માટે અહીં ક્લિક કરો
 
પ્રેમ સાગર જણાવે છે કે જ્યારે રામાયણ દરમિયાન જુનિયર કલાકારોની જરૂરિયાત ઊભી થતી હતી, તો ગામે-ગામ જઈને ઢોલ નગારા સાથે જાહેરાત કરવામાં આવતી અને કલાકારની ભર્તી કરવામાં આવતી હતી.
 
પ્રેમ સાગર જણાવે છે, ''સ્પેશિયલ ઇફેક્ટ્સ વિશે જાણવા માટે તેઓ કિંગ કોંગના નિર્માતાને હોલીવૂડમાં મળ્યાં હતાં.'' સાથે જ ઘણાં પુસ્તકોમાં વાંચીને આ ઇફેક્ટ્સ રામાયણમાં ઉપયોગમાં લેવામાં આવી હતી.
 
વિશ્વના પાંચ ખંડોમાં દેખાડવામાં આવેલી રામાયણને વિશ્વભરમાં 65 કરોડથી વધુ લોકોએ ટીવી પર જોઈ હતી.
 
કહેવાય છે કે તે સમયમાં રામાયણના પ્રસારણ દરમિયાન ઑફિસરથી લઈને નેતાઓ સુધી કોઈને મળવાનું તો શું પરંતુ ફોન ઉપાડવાનું પણ પસંદ કરતા ન હતા.
 
દરેક અઠવાડિયે રામાયણના તાજા એપિસોડની કેસેટ દૂરદર્શનની ઑફિસે મોકલવામાં આવતી હતી. ઘણી વખત આ કેસેટ પ્રસારણના અડધા કલાક પહેલાં પણ પહોંચી હતી. રામાયણનું શૂટિંગ સતત 550થી વધુ દિવસો સુધી ચાલ્યું હતું.
જ્યારે 'રામાયણ'માં રાવણનું મૃત્યુ થયું ત્યારે રાવણનો રોલ ભજવનાર ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીના ગામમાં શોક મનાવવામાં આવ્યો હતો.
 
રામાયણમાં રામ સેતુના નિર્માણનું દૃશ્ય ચૈન્નાઈમાં શૂટ કરવામાં આવ્યું હતું. પ્રેમ સાગર જણાવે છે કે ચૈન્નાઈના નીલા સમુદ્ર જેવું દૃશ્ય ગુજરાતમાં ના મળ્યું, જેથી તેને ચૈન્નાઈમાં શૂટ કરવામાં આવ્યું.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

How To Make Pizza Without Oven- ઓવન વગર પિઝા કેવી રીતે બનાવશો, જાણો આ 10 સરળ સ્ટેપ્સ

National Farmers Day - શા માટે ભારતમાં 23 ડિસેમ્બરે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે? જાણો કારણ

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

આગળનો લેખ
Show comments