Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેન્નઈના ઘરડા સિંહ આ રીતે યુવા દિલ્હી પર ભારે પડ્યા

Webdunia
શનિવાર, 11 મે 2019 (15:01 IST)
આદેશ કુમાર ગુપ્ત
 
આઈપીએલ-12માં શુક્રવારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી ક્વાલિફાયર-2 મૅચમાં ચેન્નઈ સુપરકિંગ્સે દિલ્હી કૅપિટલ્સને છ વિકેટોથી હરાવી દીધું. હવે રવિવારે ફાઇનલ મૅચમાં ચેન્નઈ સુપરકિંગ્સ મુંબઈ ઇંડિયન્સ સામે ટકરાશે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી આ મૅચમાં ચેન્નઈ સુપરકિંગ્સે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંદ કરવાનો નિર્ણય કર્યો હતો, જ્યારબાદ દિલ્હી કૅપિટલ્સે નવ વિકેટ ગુમાવીને 147 રન કર્યા હતા.
 
જવાબીમાં ઇનિંગમાં રમવા ઊતરેલી ચેન્નઈની ટીમે 19માં ઓવરના અંતિમ બૉલ પર ચાર વિકેટ ગુમાવીને રનોનું લક્ષ્ય સાધી લીધું હતું. ચેન્નઈ તરફથી સૌથી વધારે ફાફ ડુ પ્લેસી અને શેન વૉટસને 50-50 રન ફટકાર્યા.
 
સાત વર્ષ બાદ આઈપીએલના પ્લઑફમા એટલે કે અંતિમ ચાર મૅચમાં રમી રહેલી દિલ્હીની ટીમનું ફાઇનલમાં પહોંચવાનું સ્વપ્ન આ સાથે તૂટી ગયું હતું. આ આઈપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સ સૌથી ઉંમરલાયક ટીમ છે જ્યારે સૌથી યુવા ટીમ દિલ્હી કૅપિટલ્સ છે. યુવાનોનો ખેલ ગણાતી આઈપીએલમાં ચેન્નઈના ઘરડા સિંહો આખરે દિલ્હીની યુવાન ફોજ પર ભારે કેમ પડ્યા, આ પ્રશ્ન દરેક ક્રિકેટપ્રેમીના મનમાં ઊઠતો હશે. આનો જવાબ પણ ક્યાંકને ક્યાંક દિલ્હીના કૅપ્ટન શ્રેયસ અય્યર પાસે હતો. હારથી નિરાશ દિલ્હીના કૅપ્ટને કહ્યું કે આખી ઇનિંગ દરમિયાન કોઈ મોટી પાર્ટનરશિપ ન બની જે હારનું મોટું કારણ છે.
વૉટસન અને ડુ પ્લેસી
 
શેન વૉટસન અવને ફૉફ ડુ પ્લેસીએ પોતાના દમ પર મૅચની બાજી પલટી એટલું જ નહીં તેમણે મૅચને એકતરફી કરીને જીત સરળ કરી દીધી. ચેન્નઈ સુપર કિંગ્સની ઓપનર જોડી ડુ પ્લેસી અને શેન વૉટસને મેદાનમાં ઊતરતા જ દિલ્હી કૅપિટલ્સના બૉલર્સે મેદાનમાં ઊતરતાની સાથે જ દિલ્હીના બૉલર્સને ધોવાનું શરૂ કરી દીધું હતું.
આ જોડીએ પહેલી વિકેટ માટે 10.2 ઑવરમાં 81 રનની પાર્ટનરશિપ કરી હતી. ડુ પ્લેસી અને વોટસન બન્ને 50-50 રનની ઇનિંગ્સ રમ્યા.
 
જોકે ઇનિંગની શરુઆતમાં દિલ્હી પાસે આ ઓપનિંગ જોડીને તોડવાની સુવર્ણ તક હતી, પહેલી જ ઓવરમાં બન્ને બૅટ્સમૅન એક રન લેવાના ચક્કરમાં એક જ દિશામાં દોડવા લાગ્યા. પણ દિલ્હીના ફીલ્ડર્સ આ તક ઝડપીને બૅટ્સમૅનને રનઆઉટ કરી ન શક્યા. આ પછી આ અનુભવી બૅટ્સમૅનની જોડીએ દિલ્હીને બીજી કોઈ તક ન આપી. ડુ પ્લેસીએ તેમના 50 રન 39 બૉલમાં સાત ચોક્કા અને એક છક્કો ફટકારીને કર્યા હતા.  બીજી તરફ વૉટસને પણ બૅટિંગની પૂરી મજા માણી અને 50 રન માત્ર 32 બૉલમાં ત્રણ ચોક્કા અને ચાર છક્કાના આધારે કર્યા.
 
શેન વૉટસન અવને ફૉફ ડુ પ્લેસીએ પોતાના દમ પર મૅચની બાજી પલટી એટલું જ નહીં તેમણે મૅચને એકતરફી કરીને જીત સરળ કરી દીધી.
 
ચેન્નઈ સુપર કિંગ્સની ઓપનર જોડી ડુ પ્લેસી અને શેન વૉટસને મેદાનમાં ઊતરતા જ દિલ્હી કૅપિટલ્સના બૉલર્સે મેદાનમાં ઊતરતાની સાથે જ દિલ્હીના બૉલર્સને ધોવાનું શરૂ કરી દીધું હતું. આ જોડીએ પહેલી વિકેટ માટે 10.2 ઑવરમાં 81 રનની પાર્ટનરશિપ કરી હતી. ડુ પ્લેસી અને વોટસન બન્ને 50-50 રનની ઇનિંગ્સ રમ્યા.
 
જોકે ઇનિંગની શરુઆતમાં દિલ્હી પાસે આ ઓપનિંગ જોડીને તોડવાની સુવર્ણ તક હતી, પહેલી જ ઓવરમાં બન્ને બૅટ્સમૅન એક રન લેવાના ચક્કરમાં એક જ દિશામાં દોડવા લાગ્યા. પણ દિલ્હીના ફીલ્ડર્સ આ તક ઝડપીને બૅટ્સમૅનને રનઆઉટ કરી ન શક્યા.
આ પછી આ અનુભવી બૅટ્સમૅનની જોડીએ દિલ્હીને બીજી કોઈ તક ન આપી. ડુ પ્લેસીએ તેમના 50 રન 39 બૉલમાં સાત ચોક્કા અને એક છક્કો ફટકારીને કર્યા હતા. બીજી તરફ વૉટસને પણ બૅટિંગની પૂરી મજા માણી અને 50 રન માત્ર 32 બૉલમાં ત્રણ ચોક્કા અને ચાર છક્કાના આધારે કર્યા. વૉટસન અને ડુ પ્લેસીએ સમજી-વિચારીને બૅટિંગ કરી અને શૉટ્સ માટે નબળા બૉલની રાહ જોઈ. તેમનો ઝડપથી રન કરવાનો સિલસિલો ઇનિંગની પાંચમી ઓવરથી શરૂ કર્યો.
 
ઇનિંગની 12મી ઓવરમાં વૉટસને એવી બૅટિંગ કરી જેનાથી દિલ્હીના કમબૅકની તમામ આશાઓ અધૂરી રહી ગઈ. આ ઓવર કીમો પૉલની હતી જેમાં 25 રન થયા, આ ઓવરમાં શેન વૉટસને ત્રણ છક્કા અને એક ચોક્કો લગાવ્યા. જોકે એ પછીની ઓવરમાં શેન વૉટસન અમિત મિશ્રાના બૉલ પર ટ્રેટ બોલ્ટને કૅચ આપી બેઠા, પણ જતા પહેલાં તેઓ ચેન્નઈને સુરક્ષિત સ્થિતિમાં પહોંચાડી ચૂક્યા હતા.
 
શેન વૉટસને મૅચ પછી હસતા-હસતા કહ્યું કે તેમની આ ઇનિંગ બાદ પણ તેઓ કંઈ પણ કહેવા અંગે નર્વસ છે. તેમણે કહ્યું કે મેદાનમાં ડુ પ્લેસીએ તેમની હિંમત વધારી. જ્યારે વૉટસન આઉટ થયા ત્યારે ચેન્નઈનો સ્કોર બે વિકેટ ગુમાવીને 109 રન હતો. જોકે ત્યાર સુધી મૅચનાં તમામ સમીકરણો ચેન્નઈની જીતના પક્ષમાં થઈ ચૂક્યા હતા. મૅચમાં ફરીથી થોડો રોમાંચ ત્યારે આવ્યો જ્યારે સુરેશ રૈના માત્ર 11 અન ધોની માત્ર નવ રન કરીને આઉટ થઈ ગયા. જોકે બાકીનું કામ અંબાતી રાયડુએ અણનમ 20 અને બ્રાવોએ અણનમ ચાર રન કરીને પૂરું કરી દીધું. દિલ્હીના ટ્રેંટ બોલ્ટ, ઇશાંત શર્મા, અમિત મિશ્રા અને અક્ષર પટેલે એક-એક વકેટ પોતાના નામે કરી હતી.
દિલ્હીની ઇનિંગ
I
આ પહેલાં દિલ્હી કૅપિટલ્સે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 147 રન કર્યા હતા. દિલ્હી તરફથી એકમાત્ર રિષભ પંત જ ચેન્નઈનો બૉલર્સનો સામનો કરી શક્યા. પંતે 25 બૉલમાં બે ચોક્કા અને એક છક્કો ફટકારીને 38 રન કર્યા. તેમના સિવાય કોલિન મુનરોએ 27 અને શિખર ધવને 18 રન કર્યા. દિલ્હીના બૅટ્સમૅન્સનું આ પ્રદર્શન ચેન્નઈના બૉલર્સ સામે રમતી વખતનું દબાણ પણ દર્શાવે છે. જોકે દિલ્હીની તકલીફ ત્યારે જ વધી ગઈ હતી જ્યારે 12.5 ઓવરમાં 80 રનના સ્કોર પર તેઓ પાંચ વિકેટ ગુમાવી ચૂક્યા હતા. ચેન્નઈના દીપક ચહર, હરભજન સિંહ, રવીન્દ્ર જાડેજા અને ડ્વેન બ્રાવોએ બે-બે વિકેટ ઝડપી હતી.
 
મૅચ પછી ધોની કોનાથી નાખુશ
 
મૅચ પૂરી થયા બાદ ચેન્નઈના કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું કે તેમના ખેલાડીઓએ કૅચ છોડ્યા, મિસફીલ્ડિંગ કરી પણ કંઈ વાંધો નહીં ફાઇનલમાં પહોંચવાની ખુશી છે. જોકે આ વખતે ચેન્નઈને ક્વૉલિફાયર-2 મૅચ રમવી પડી, આ અંગે ધોનીએ કહ્યું કે આઈપીએલની ફાઇનલમાં પહોંચવાનો આ પણ એક રસ્તો છે. 
ધોનીએ ફાઇનલ સુધી પહોંચવાનો સફર માટે પોતાના બૉલર્સનો આભાર માન્યો હતો.
 
ગઈ વખતે ચેન્નઈએ પ્રથમવ ક્વૉલિફાયરમાં જ સનરઆઝર્સ હૈદરાબદને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી અને ત્યારબાદ હૈદરાબાદને જ ફાઇનલમાં આઠ વિકેટથી હરાવીને ખિતાબ જીત્યા હતા. ફાઇનલમાં શેન વૉટસને અણનમ 117 રન કરીને જીતમાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

મુખ્યમંત્રી માટે નામ ફાઈનલ, એકનાથ શિંદે નાખુશ, તેમને મનાવવા જરૂરી.. બોલ્યા રામદાસ અઠાવલે

IPL 2025: કોણ બનશે RCB નો નવો કપ્તાન, આ 3 છે સૌથી મજબૂત દાવેદાર

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

આગળનો લેખ
Show comments