સિંહ-વ્યક્તિત્વ
સિંહ ના સ્વાભાવ વિશેના અલગ અલગ મત છે. ઘણા તેમને ગતિશીલ, આદર્શ કહે છે. અન્ય કઠોર, જડ્, અને આંતકમય કહે છે. અગ્નિ તત્વના હોવાથી કામુક, ઉજ્વળ અને વૈભવ પ્રિય છે. તેમનાં પ્રેમ અને કામના મુખ્ય લક્ષણો છે. દ્રઢ વિરોધી છે, તેમનો વિરોધ સર્જનાત્મક રહે છે. તેમના જીવનમાં ઘણાં ઉતાર-ચળાવ આવે છે. તેઓ કલ્પનામાં ડૂબેલા રહે છે. લોકોને આકર્ષવાની શક્તિ હોય છે. તેમની વસ્તુ અન્ય ઉપયોગ કરે તે પસંદ નથી. પ્રતિજ્ઞા પાલક છે. પોતાનું કામ ધીમે ધીમે કરીને સફળતા મેળવે છે. તેઓ લેખક, ચિત્રકાર કે નાટ્યકાર હોય છે. વિલાસી જીવન પસાર કરે છે. ઘન કરતા સુખી જીવન વધારે પસંદ છે. તેમને અન્ય પાસેથી માન અને સન્માન્ન મેળવવાની ઇચ્છા રહે છે. તેમનામાં ઘણી પ્રતિભા હોય છે પરંતુ બીજાની ઉપેક્ષાના કારણે શ્રેષ્ઠતા મેળવતા નથી. તેઓ ઉદ્દાર, રોમેંટિક અને આરામ પ્રિય હોય છે. તેમની જરૂરીયાત વધુ અને મોંઘી હોય છે માટે રૂપીયા રહેતા નથી. જીવન શાનથી જીવવા માટે ખોટા ખર્ચ કરે છે. સ્વતંત્રતા, મૌલિકતા અને ધ્યેય મેળવવા આત્મ બલિદાનની ઇચ્છા તેમનો મુખ્ય ગુણ છે. આજ્ઞા આપવી તેને પસંદ છે. પરંતુ લેવી પસંદ નથી. તેનામાં ઘણી પ્રતિભા હોય છે પરંતુ તેમને નિરંતર પ્રેરણા જરૂરી છે. તેના હૃદયમાં નફરત કે પક્ષપાતની જગ્યા નથી.