Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
મેષ-સ્‍વભાવની ખામી
મેષ રાશીની વ્‍યક્તિ પોતાને વધારે જ્ઞાની માને છે. પણ ધર્મ અને પોતાની ક્ષમતા તરફ તેને શંકા હોય છે. પોતાના છુપા રાજ જાહેર થાવનો તેને સતત ડર રહે છે. તેમને જલ્‍દીથી ગુસ્‍સો આવે છે અને અપમાન સહન કરી શકતા નથી. ધરમાં કોઇ પણ એક વ્‍યક્તિ સાથે સતત અણબનાવ રહે છે. ચર્ચા દરમ્‍યાન જોશ જલ્‍દીથી આવે છે. ઘણી વખત તેઓ નઇચ્‍છેલી વ્‍યક્તિના સંપર્કમાં આવી જાય છે. જેમાં ઘણી વખત ફસાઇ જાય છે. આવી સ્‍િથતિમાં સાવધાની અને સમજદારી નો ઉપયોગ ન કરવાથી નુકશાન થઇ શકે છે. આ વ્‍યક્તિ જિદ્દી સ્‍વભાવના હોય છે. જ્યારે મોટું નુકશાન થાય ત્‍યાં સુધી પોતાની ભુલ નો સ્‍વીકાર કરતા નથી. આ રાશીમાં શનિ હોય તો અશુભ ફળ આપે છે. તેઓ જેનું ભલું કરશે તેઓ જ મુશ્કેલીનું કારણ બનશે. મેષ્‍ા રાશીના પુરૂષનો એક વિશિષ્‍ટ ગુણ છે કે તેઓ એક વખત જેના થઇ જાય, તેમને પોતાનું સર્વસ્‍વ આપી દે છે. અને આ કારણે તેમને નુકશાન થાય છે. સેક્સની બાબતમાં આ વ્‍યક્તિ ઓચિંતી ઉત્‍પન્‍ન થતી ભાવનાથી વધારે સંચાલીત થાય છે જેના કારણે ઘણી વખત અપમાન થાય છે. સેક્સની બાબતમાં સમજદારીથી વ્‍યવહાર કરવો તેના માટે અત્‍યંત જરૂરી છે. પ્રેમની બાબતમાં તેઓ બીજાને મૂર્ખ બનાવે છે. સહનશીલતા, ધીરજ અને ઇર્ષાથી તેઓ સ્‍વયં પણ મૂર્ખ બને છે. ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાય નમઃ - આ મત્રનો ૧૦૦૦૦ વખત જાપ કરવાથી મનની ઇચ્‍છા પૂરી કરી શકે છે.

રાશી ફલાદેશ