Webdunia - Bharat's app for daily news and videos

Install App

Diwali 2024 - બેસતું વર્ષ કેવી રીતે ઉજવાય છે, જાણો વિસરાતી પરંપરા

Gujarati New Year celebration

Webdunia
સોમવાર, 21 ઑક્ટોબર 2024 (12:31 IST)
Happy New Year Wishes
Gujarati New Year-  ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને પડવો અને બેસતો મહીનો કહેવાય છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવાય છે . જોકે, ગુજરાતીઓનું નવું વર્ષ આ વખતે એક દિવસ છોડીને 2જીમી નવેમ્બરના રોજ ઊજવાઈ રહ્યું છે. કારતક સુદ એકમ એટલે બેસતું વર્ષ 2 નવેમ્બર 2024 ને શનિવારના રોજ ગણવામાં આવશે. 
 
ગુજરાતમાં બેસતા વર્ષનું મહત્વ વધારે છે. વેપારી ગણાતા ગુજરાતીઓ માટે બેસતું વર્ષ એટલે ધંધાની એક નવી શરૂઆત. ગુજરાતીઓ દિવાળીના દિવસે 'ચોપડાપૂજન' કરીને નવાવર્ષના રોજમેળ માંડે છે. નામું લખવા માટે લાલપૂંઠા અને દોરીવાળા હિસાબી ચોપડાથી લઈને કમ્પ્યૂટર સુધીનું પરિવર્તન જોયું છે.
 
કેવી રીતે ઉજવાય છે 
ગુજરાતમાં બેસતુ વર્ષ એટલે કે નવા વર્ષના દિવસે સવારે વહેલા ઉઠીને ઘરની સાફ સફાઈ કર્યા પછી ઘર આંગળે રંગબેરંગી રંગોળી બનાવે છે. લોકો પણ નૂતન વર્ષમાં નવા ઉત્સાહની સાથે આ દિવસે સવારે નવા0 નવા કપડાં પહેરી લોકો  મંદિરમાં ભગવાન ના દર્શન કરવા જાય છે. તે પછી ઘરના અને ગામડાઓના વડીલોના આશીર્વાદ મેળવે છે. ત્યારબાદ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા નીકળી પડે છે. આ બધી પરંપરાઓ આજે ફક્ત ગામડાઓમાં જ જોવા મળે છે.
 
ધોકો અને બેસતુ વર્ષ 
1લી નવેમ્બરે ધોકો - ઘણી વખત દિવાળીના પછીના દિવસથી નવું વર્ષ શરૂ ન થતાં એક દિવસ છોડીને પછી નવાવર્ષની ગણતરી શરૂ કરવામાં આવે છે. વચ્ચેના દિવસને 'ખાલી દિવસ', 'પડતર દિવસ' કે 'ધોકા' તરીકે પણ ઓળખવામાં આવે છે. 
 
મીઠાના ગાંગડા વહેચવાની પરંપરા / ઘરે ઘરે કેમ પ્રભાતે મીઠાના ગાંગડા વહેંચાય છે ?
ગુજરાતમાં એક પરંપરા મુજબ બેસતા વર્ષના દિવસે એક બીજાને સબરસ (મીઠાના ગાંગડા) વહેંચે છે. નૂતન વર્ષે ત્યારથી આ મીઠાના ગાંગડા મુકવાની પ્રથા છે. જેને સબરસ કહેવાય છે. સબરસ એટલે કે બધા એક જ રસમાં એટલે કે એક જેવા જ છે. પરંતુ આ પ્રાચીન પરંપરા હવે વિસરાઈ ગઈ છે.

સબરસ પાછળની કથા / ભગવાન શ્રી કૃષ્ણ જીવનનો પ્રસંગ
એક વાર ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણી સાથે બેસ્યા હતા. રુકમણી શ્રીકૃષ્ણ ને પૂછયુ પ્રભુ તમે મને બહુ પ્રેમ કરો છો. તો શ્રીકૃષ્ણએ કહ્યુ હા હુ તમને ખૂબ પ્રેમ કરું છુ, મીઠા જેવી તું વ્હાલી છે.  રુકમણી બોલ્યા 
 
બસ આટલી જ મારી કદર  રુકમણી રીસાઈ ગઈ. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ રુકમણીને સમજાવા માટે એક યુક્તિ આવી તે રસોડામાં ગયા અને રસોડામાં જઈ બોલ્યા આજે બધી રસોઈમાં મીઠુ નાખશો નહિ. રસોઈ બની મીઠા વિનાની રસોઈમાં સ્વાદ ક્યાંથી આવે. બધા સાથે જમવા બેઠાને બધાંનાં મોં પડી ગયા. પ્રભુ બોલ્યા રુકમણીજી હવે તમે મીઠાની ગુણવત્તા સમજાવી કે નહી. રુકમણીને ભૂલ સમજાઈ. દ્વારકામાં શ્રીષ્ણના આદેશ પ્રમાણે નૂતન વર્ષમાં સબરસ વહેચવાની પરંપરા શરૂ થઈ. 

Edited BY - Monica sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

આગળનો લેખ
Show comments