Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત વિધાનસભામાં ભાજપને ફટકો: કુલ છ બેઠકમાંથી 4 પર કોંગ્રેસ આગળ

Webdunia
ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (15:47 IST)
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠક માટેની પેટાચૂંટણીની મતગણતરી આજે સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ છે.  પ્રથમ દોઢ કલાક દરમિયાન જ કુલ છ બેઠકમાંથી છ બેઠક પર ભાજપ પાછળ રહી જતા મોટો ઉલટફેર થાય તેવું લાગી રહ્યું છે. સૌથી મહત્વની વાત અમરાઈવાડી બેઠક માટેની છે, કારણ કે આ બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. જેના પર ભાજપના જગદીશ પટેલ પાછળ ચાલી રહ્યા છે. તેની સામે ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા અને ધર્મેન્દ્ર પટેલ આગળ ચાલી રહ્યા છે.

આ જ રીતે સમગ્ર ગુજરાતની જે બેઠક પર નજર હતી તેવા રાધનપુર અને પાયલની બેઠક પર પણ કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં આવેલા બંને ઉમેદવારો એટલે કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પણ શરૂઆતના દોઢ કલાકમાં કોંગ્રેસના ઉમેદવારો કરતાં પાછળ ચાલી રહ્યા છે. ભાજપ જે બેઠક પર આગળ છે. તેમાં ખેરાલુ અને થરાદનો સમાવેશ થાય છે.

ચૂંટણી શરૂ થઈ ત્યારે એક સામાન્ય છાપ એવી હતી કે તમામ છ બેઠકો પર ભાજપનો ખૂબ જ સરળતાથી વિજય થઈ જશે, પરંતુ રાધનપુર બાયડ અને અમરાઈવાડી બેઠક પર કોંગ્રેસ ફાઈટ કરશે એવું અનુમાન થઈ રહ્યું હતું. જે હવે સાચું પડી ગઈ હોય એવું લાગે એવું છે.

જોકે હજુ જેમ આગળ વધશે તેમ ચિત્ર ફરી બદલાઈ શકે છે. રાધનપુરમાં બીજા રાઉન્ડના અંતે કોંગ્રેસના રઘુ દેસાઈની લીડ ધીમેધીમે ઘટી રહી હતી અને માત્ર તેઓ છ મતથી જ આગળ રહ્યા હતા લુણાવાડા બેઠક પર ટેકનિકલ કારણોથી મતગણતરી મોડી શરૂ થઇ હતી, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

આગળનો લેખ
Show comments