Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોનગઢમાં બકરીએ વૃદ્ધ જેવો ચહેરો ધરાવતા બચ્ચાને જન્મ આપ્યો

Webdunia
ગુરુવાર, 8 એપ્રિલ 2021 (12:30 IST)
સોનગઢ તાલુકાના તાપી નદીના કિનારે આવેલ જૂની સેલટીપાડા ગામે એક પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતને ત્યાં ગુરુવારે સવારે બકરીએ વિચિત્ર આકૃતિ ધરાવતા બચ્ચાને જન્મ આપ્યો હતો. આ બકરીના બચ્ચાનો ચહેરો કોઈ વૃદ્ધનો હોય એવો જોવા મળ્યો હતો. જૂની સેલટીપાડા રહેતા અજિતભાઈ વસાવા પશુપાલનનો વ્યવસાય કરે છે અને ખેતી પણ કરે છે. તેમને ત્યાં એક બકરીએ વિચિત્ર આકાર ધરાવતા બચ્ચાને જન્મ આપ્યો હતો.

બકરીના બચ્ચાનું કપાળ, આંખ, મોઢું અને દાઢી જેવા ભાગો મનુષ્ય જેવા જ હોવાનું જોવા મળ્યું હતું અને આશ્ચર્યની વાત એ છે કે એને અન્ય બકરીના બચ્ચાની જેમ પૂંછડી પણ ન હતી.જન્મ પછી માત્ર દસેક મિનિટ જીવેલા બચ્ચા એ બે વખત નાના બાળક જે રીતે રડે એ જ રીતે રડયું હોવાનું નજીકના ઝરીઆંબાના અને ત્યાં જ ઉપસ્થિત એવા વિલાસભાઈએ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ બચ્ચાના માત્ર ચાર પગ અને કાન જ બકરીના બચ્ચા જેવા હતા, જયારે બાકીનું શરીર માનવી જેવું હતું. સ્થાનિક લોકોએ આ કોઈકે પૂર્વજે જન્મ લીધો છે એવી માનતા સાથે વિચિત્ર આકાર અને કદ સાથે જન્મેલા બકરીના બચ્ચાની પૂજા કરી બાદમાં વિધિ સાથે દફનાવી દીધું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments