Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના દરેક મતદાન મથકે મોદીની મન કી બાતનો કાર્યક્રમ સંભળાવાશે

Webdunia
બુધવાર, 9 મે 2018 (15:53 IST)
ગુજરાતમાં ભાજપના તમામ આગેવાનોને દર મહિનાના છેલ્લા રવિવારે રેડિયો ઉપર પ્રસારિત થતા વડા પ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમને રાજયમાં દરેકે દરેક મતદાન  મથકે લોકાને સંભળાવવા માટે આયોજન કરવાનો આદેશ અપયો છે. વડા પ્રધાન  મોદીએ વ્યકત કરેલી ઈચ્છાના અનુસંધાનમાં મંગળવારે કોબા ખાતે ભાજપની પ્રદેશ કક્ષાની  ઉચ્ચ બેઠકમાં થયેલી ચર્ચા દરમિયાન પ્રદેશના ઉચ્ચ હોદ્દેદારો તરફથી દરેકને આ સૂચના આપાવમાં આવી હતી. સૂત્રો કહે છે  કે, આ સૂચનાનું ૨૭મી મેના રવિવારે પ્રસારણ થનારા 'મન કી બાત' કાર્યક્રમથી જ પાલન  કરવાનું છે.

આ ઉપરાંત સાંસદો-ધારાસભ્યો-જિલ્લા-તાલુકા-વોર્ડના  પ્રમુખો સંકલન કરીને દરેક મતદાન મથકે લોકોને સંભળાવવા આયોજન કરશે તેમ જણાવાઈ રહ્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિત ભાજપના ધારાસભ્યો-સાંસદો-આગેવાનો હાજર રહ્યાં હતાં. પ્રદેશ ભાજપની બેઠકને સંબોધતા  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, કોંગ્રેસના જીભ અને મગજના છેડા તૂટી ગયા છે એટલે મનફાવે તેવો બકવાસ કર્યા કરે છે. જળ અભિયાનમાં પણ ભ્રષ્ટાચારના  આક્ષેપો કરે છે. હવે તેને કોણ સમજાવે કે આખી વ્યવસ્થા લોકભાગીદારીથી થાય છે. આ અભિયાન એ ગુજરાતનું ભવિષ્ય સુરક્ષિત કરવાનું મહાઅભિયાન  છે. ગામેગામ અનેક ગુજરાતીઓ ૪૪-૪૫ ડિગ્રીમાં સેવાયજ્ઞા કરે છે. ત્યારે કોંગ્રેસને ફકત રાજકીય આક્ષેપો અને જુઠ્ઠાણા જ સુઝે છે. ગુજરાત સરકારે ભ્રષ્ટાચાર વિરૂધ્ધ જંગ છેડયો છે. ટેકનોલોજીની મદદથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા સરકારે શ્રેણીબધ્ધ સુધારાઓ શરૂ કર્યાનું પણ તેમણે ઉમેર્યુ હતુ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments