Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષ પ્રમાણે કેવુ રહેશે 2010

Webdunia
ગુરુવાર, 31 ડિસેમ્બર 2009 (19:23 IST)
વર્ષ 2010 મહા કૃષ્ણ પક્ષ 1 શુક્રવારથી શરૂ થઈ રહ્યુ છે.
ND
N.D
જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ધન રાશિ સૂર્ય, શુક્ર, બુધ, રાહુની યતિ છે. નવવર્ષમાં ચતુગ્રહી યોગ બની રહ્યા છે, જે સારા ન અથી. ઉત્તર કાશ્મીર, પશ્ચિમ ગુજરાત, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાષ્ટ્રમાં પશ્ચિમ ભાગ, પાક, નેપાળ, અફગાનિસ્તાન ઘણા દેશોમાં પ્રાકૃતિક ઉત્પાત, મોંધવારી, ભ્રષ્ટાચાર આતંકવાદનો ત્રાસ રહેશે. રાષ્ટ્રીય નેતાઓની સામે સત્તા સંકટ, કલાકારોની સાથે પરેશાની, જાન્યુઆરીમાં સોના-ચાંદીમાં વધ-ઘટ થશે.

અમારા દેશમાં ગણતંત્ર દિવસનુ ખૂબ જ મહત્વ છે. આ વખતે 26 જાન્યુઆરીના દિવસે રોહિણી નક્ષત્ર છે, અને તૈતીલ કરણ છે. 26 જાન્યુઆરી 2010 શરૂઆત અર્થાત સૂર્યોદયના સમય કુંભ ગાયબ છે. અને ચંદ્રની યુતિ છે. જેના પરિણામસ્વરૂપ રાષ્ટ્ર ઘણા પ્રકારના લાભ મળશે જે રાષ્ટ્રહિતમાં રહેશે.

રાષ્ટ્રપતિના સન્માનમાં કાર્ય થશે. ભારતનો યશ વિશ્વમાં તેજીથી ફેલશે. જર્મની, મિસ્ર, એશિયા, ચીન, જાપાન અને અમેરિકાને ભારતની સહયોગ નીતિમાં વધુમાં વધુ લાભ મળશે. બધા દેશ ભારતની નીતિને સમજીને સહકર આપશે. અસમ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાતના કેટલાક ભાગમો હિંસાત્મક ઘટનાઓ થવાની શક્યતા છે. હડતાલ, આંદોલનનો પણ સમય રહેશે.

રાજસ્થાન, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં મે-જૂનમાં જળ સમસ્યા અને વીજળીની સમસ્યા ઉગ્ર રૂપ ધારણ કરશે. જનતામાં રોષ રહેશે, જેનુ સમાધાન કરવુ સરકાર માટે મુશ્કેલ રહેશે. માર્ચ 2010માં કુંડલી પર નજર નાખીએ તો શનિથી મંગળ એકાદશ ભારતમાં સ્થિત રહેશે જેના પરિણામસ્વરૂપ વિપક્ષ સરકારને માટે મુશ્કેલી રહેશે.

ખાસ કરીને આરક્ષણ, અલ્પસંખ્યક ઉત્થાન, ગરીબો માટે યોજના સત્તા પક્ષની સામે સમસ્યા ઉભી કરી દેશે. આ સાથે જ ચોરી, અપહરણ અને રોડ અકસ્માત વધુ થશે. નાના દળ રાષ્ટ્રીય દળો માટે માથાનો દુ:ખાવો બનશે અને પાર્ટીયોમાં ફેરફારને કારણે ઘણા પક્ષ વિખરશે. જેને કારણે પ્રજાને મુશ્કેલી ઉઠાવવી પડશે. ભારતની વિદેશી સંબંધોમાં વ્યાપારિક વૃધ્ધિ થશે. જર્મન, જાપાન, અમેરિકા, શ્રીલંકામાં વેપારની દ્રષ્ટિથી ભારતને લાભ મળશે.

ભારતના ઉત્પાદનો વિદેશમાં ઘન કમાવશે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્રમાં ગ્રામીણ રોજગારમાં વૃધ્ધિ થશે. આ શિક્ષાના ક્ષેત્રમાં સંઘર્ષનો સામનો કરવો પડશે. આરાજકતા, હત્યાકાંડ અને પ્રાકૃતિક પ્રકોપથી પ્રજાને મુશ્કેલી પડશે.

પ્રત્યેક વસ્તુમાં મોંધવારીનો સામનો કરવો પડશે. રાજનીતિક દળોમાં બિનજરૂરી વાદ-વિવાદ થશે. પાકિસ્તાન અને ભારતના સંબંધોને લઈને વાક યુધ્ધ (રાજનેતાઓ દ્વારા)થશે. પાકની નીતિની કથની-કરનીમાં તફાવત જગજાહેર થશે.

આ વર્ષે મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્લી વગેરે મહાનગરોમાં બોમ્બ વિસ્ફોટનો યોગ બને છે. જેનાથી પ્રજાને કષ્ટ થશે. આ સાથે આ શહેરોમાં હડતાલથી જન સામાન્ય પરેશાન થશે. ચીન અને પાકમાં પણ બોમ્બ વિસ્ફોટથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.


એક નજર ખેતી અને વેપાર પર - ભારતમાં ઘનનુ ઉત્પાદન ઉત્તમ થશે. ભાવોમાં ઘટાડો થશે. સોનુ-પિત્તળની સાથે પીળી વસ્તુઓમાં (વિશેષ કરીને ઘાતુ)માં તેજી આવશે. સૂર્યગ્રહણથી પ્રજાને ભાવવધારો અને વેપારમાં આંચકો. પ્રાકૃતિક પ્રકોપથી કષ્ટ રહેશે. ફેબ્રુઆરીમાં ખંડ વૃદ્ધિ, ભૂકંપ, હિમપાતનો સામનો કરવો પડશે.

મોંધવારીનો પ્રકોપ રહેશે. પશુઓમાં રોગ ફેલાશે. પશુઓના ભાવ વધશે. રસવાળી વસ્તુઓ મોંધી થશે.

માર્ચમાં કોઈ મોટા નેતા પર મૃત્યુ સમાન કષ્ટ અથવા અવસાનનો યોગ બને છે. પશ્ચિમ ભારતમાં ઘી ના ભાવ વધશે. બધા ધનમાં ભાવ ઝડપથી થશે. એપ્રિલમાં પણ તેજી રહેશે. પીણા પદાર્થ કોલ્ડ્રિંક્સ અને રસ પદાર્થના ભાવ વધશે. ઘી ના ભાવમાં વધારો થશે. મે માં કોઈ મોટી દુર્ઘટનાનો યોગ બને છે. જૂનમાં વાહન માલિક પર મુસીબત આવશે. ડીઝલના ભાવમાં વધારાના યોગ. લાલ મરચુ, ગેરુ કપૂર, ચંદનમાં પણ વધારો જોવા મળશે.

જુલાઈ મહિનો થોડો ઠીક રહેશે. લોકોની ખુશી વધશે. ઓગસ્ટમાં ઘનના ભાવ ઘટશે. રસ અને ઘી મોંઘા થશે. સપ્ટેમ્બર મહિનામાં આર્થિક સંકટ બન્યુ રહેશે. વરસાદ ક્યાય ઓછો તો ક્યાક વધુ થશે. ઓક્ટોબર મહિનામાં સરકાર અને પ્રજા વચ્ચે મધુર સંબંધો બનશે. સદ્દભાવના વધશે. ઠંડક વધુ રહેશે. સૂર્યનો તાપ ઘટશે.

નવેમ્બર મહિનો ઘાસ અને ફળ-ફૂલના ભાવોમાં વધારો જોવા મળશે. ડિસેમ્બર મહિનામાં શીત પ્રકોપ, ઉપદ્રવ, બંધ, હડતાલથી પ્રજાને મુશ્કેલી થશે. ઘણા રાજ્યોમાં સરકારની ફેરબદલ થશે.

જરૂર વાંચો

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

વધુ જુઓ..

નવીનતમ

Marriage Horoscope 2025: વર્ષ 2025માં આ રાશિના લોકોના લગ્નનાં છે શુભ યોગ, નવા વર્ષમાં મળશે સાચા જીવન સાથીનો સાથ

17 ડિસેમ્બરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

MEEN Rashifal 2025: મીન રાશિ માટે 2025 નુ રાશિફળ અને ઉપાય | Pisces Yearly Horoscope 2025

Kumbh Rashifal 2025: કુભ રાશિના જાતકો માટે 2025 નુ રાશિફળ અને ઉપાય | Aquarius Yearly Horoscope 2025

Job and business Prediction for 2025: વર્ષ 2025 મેષ રાશિવાળાનુ કરિયર અને બિઝનેસ

Show comments