Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે ખરીદીનુ મહામુહૂર્ત

Webdunia
શનિવાર, 30 ઑક્ટોબર 2010 (12:20 IST)
N.D
ઘનતેરસના ઠીક ચાર દિવસ પહેલા ખરીદદારીનુ એક અદ્દભૂત મહામુહૂર્ત શનિવારે બની રહ્યુ છે. 30 વર્ષ પછી શનિ-પુષ્ય નક્ષત્રનો યોગ બની રહ્યો છે. આ પહેલા 1980માં આ મહાયોગ બન્યો હતો. 29 ઓક્ટોબરની અડધી રાત્રે 1.32 મિનિટે પુષ્ય નક્ષત્રની શરૂઆત થશે જે 30 ઓક્ટોબરના રોજ રાત્રે 12.30 વાગ્યા સુધી રહેશે. આવામાં 30 ઓક્ટોબર શનિવારે ભૂમિ-ભવન, વાહન, સોના-ચાંદી, વાસણ, કપડા અને ઈલેક્ટ્રોનિક સમાનાની ખરીદદારી કરવી એકદમ શુભ રહેશે.

સામાન્ય રીતે પુષ્ય નક્ષત્ર સાત કે આઠ કલાક માટે રહે છે. પરંતુ 30 વર્ષ પછી શનિવારે આ દિવસભર રહેશે. સાથે જ પુષ્ય નક્ષત્ર પર કોઈ ગ્રહનો પ્રતિકૂળ પ્રભાવ પણ નહી પડતો.

જ્યોતિષીય શોધ મુજબ પુષ્ય નક્ષત્ર 27 નક્ષત્રોનો રાજા છે. બ્રહ્માંડમાં આ નક્ષત્ર ત્રણ તારાઓથી મળીને બન્યો છે અને આ ત્રણે તારામાં કાળી, મહાલક્ષ્મી અને મા સરસ્વતીના પ્રતિક માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ અને દેવતા ગણપતિ છે. માન્યતા છે કે આ નક્ષત્રમાં ખરીદવામાં આવેલ કોઈપણ વસ્તુ ક્યારેય નષ્ટ નથી થતી.

આ દિવસે ખરીદવામાં આવેલ વસ્તુ પર ત્રણ દેવીઓ, ભગવાન ગણેશ અને શનિદેવની કૃપા વરસે છે. શ્રી શનિધામના પીઠાધીશ્વર દાતી મહારાજના મુજબ શનિ પુષ્ય યોગના દિવસે કંઈ પણ ખરીદવુ લાભકારી માનવામાં આવે છે, કારણ કે શનિવાર સ્થિર કાર્યોને માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. તેથી આ દિવસ ખરીદી કરવાનુ મહત્વ વધુ વધી જાય છે.

શનિવારના દિવસે પુષ્ય નક્ષત્ર હોવાથી વધુ શક્તિશાળી યોગ બને છે. તેથી ભૂમિ-ભવન, સોનું-ચાંદી, વસ્ત્ર, ચોપડા, શાહી-કલમ, વગેરે ખરીદવુ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. તેમણે કહ્યુ કે આ દિવસ બધી રાશિ માટે કલ્યાણકારી છે.

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Marriage Horoscope 2025: વર્ષ 2025માં આ રાશિના લોકોના લગ્નનાં છે શુભ યોગ, નવા વર્ષમાં મળશે સાચા જીવન સાથીનો સાથ

17 ડિસેમ્બરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

MEEN Rashifal 2025: મીન રાશિ માટે 2025 નુ રાશિફળ અને ઉપાય | Pisces Yearly Horoscope 2025

Kumbh Rashifal 2025: કુભ રાશિના જાતકો માટે 2025 નુ રાશિફળ અને ઉપાય | Aquarius Yearly Horoscope 2025

Job and business Prediction for 2025: વર્ષ 2025 મેષ રાશિવાળાનુ કરિયર અને બિઝનેસ

Show comments