ચિત્તને સ્થિર રાખનારા અને સુખ આપનારા બેસવાના પ્રકારને આસન કહે છે. આસન અનેક પ્રકારના માનવામાં આવ્યા છે.
' આસનાનિ સમસ્તાનિયાવંતોં જીવજંતવ:. ચતુરશીત લાક્ષણિશિવેનાભિહિતાની ચ' - મતલબ સંસારના સમસ્ત જીવ જંતુઓ જેટલી જ આસનોની સંખ્યા બતાવવામાં આવી છે. આમ, 84,000 આસનોમાંથી મુખ્ય 84 આસન જ માનવામાં આવે છે. અને એમાં પણ મુખ્ય આસનોનુ યોગાચાર્યાએ વર્ણન પોત-પોતાની રીતે કર્યુ છે.
આસનોનો મુખ્ય ઉદ્દેશ્ય શરીરના મળનો નાશ કરવાનો છે. શરીરમાંથી મળ કે દૂષિત વિકારોનો નાશ થવાથી શરીર અને મનમાં સ્થિરતાનો અવિર્ભાવ થાય છે. શાંતિ અને સ્વાસ્થ્યનો લાભ મળે છે.
શરીર જ મન અને બુધ્ધિની મદદથી આત્માને સંસારના બંધનોથી યોગાભ્યાસ દ્વારા મુક્ત કરી શકે છે. શરીર બૃહત્તર બ્રહ્માંડનુ સૂક્ષ્મ રૂપ છે. તેથી શરીરના સ્વસ્થ રહેવાથી મન અને આત્માને સંતોષ મળે છે.
આસન એક વૈજ્ઞાનિક પધ્ધતિ છે. આ અમારા શરીરને સ્વચ્છ,શુધ્ધ અને સક્રિય રાખીને માનવીને શારીરિક અને માનસિક રૂપે સદા સ્વસ્થ રાખે છે. ફક્ત આસન જ એક એવો વ્યાયામ છે જે અમારા અંદરના શરીર પર પ્રભાવ નાખી શકે છે.
આસન અને બીજા પ્રકારના વ્યાયામોમાં ફરક છે. આસન જ્યા અમારા શરીરની પ્રકૃતિને જાળવી રાખે છે જ્યારે અન્ય પ્રકરના આસનો આને બગાડી શકે છે. જિમ કે અખાડાના શરીર - શરીર દ્વારા કરાયેલા વધુ પડતા શ્રમનુ પરિણામ હોય છે, જે માત્ર બતાડવા માટે જ હોય છે. શરીરની એકસ્ટ્રા એનર્જીનો નાશ કરે છે.
W.D
W.D
આસનના પ્રકાર - બેસીને કરવાના આસન. પીઠના બળે સૂઈને કરવામાં આવતા આસન. પેટના બળે સૂઈને કરવામાં આવતા આસન અને ઉભા થઈને કરવામાં આવતા આસન.