Webdunia - Bharat's app for daily news and videos

Install App

Year Ender 2023: કોઈના થયા ડાયવોર્સ.. તો કોઈને બ્રેકઅપનુ દુ:ખ, વર્ષ 2023 આ કપલ્સ માટે ખૂબ જ ખરાબ રહ્યુ

Webdunia
ગુરુવાર, 14 ડિસેમ્બર 2023 (13:22 IST)
year ender
Year Ender 2023: વર્ષ 2023 હવે થોડાક જ દિવસમાં ખતમ થવાનુ છે. આવામાં અમે તમરે માટે એ સ્ટાર્સ જોડીઓનુ લિસ્ટ લઈને આવ્યા છે જે આ વર્ષે જુદી થઈ ગઈ. ચાલો જોઈએ આ લિસ્ટમાં કોણ-કોણ છે. 
 
 અરબાઝ ખાન અને જોર્જિયા એંડ્રિયાની - આ લિસ્ટમાં સૌથી પહેલુ નામ અભિનેતાથી ફિલ્મમેકર બનેલા અરબાજ ખાનનુ છે. જેમનુ તાજેતરમાં જ તેમની ગર્લફ્રેંડ જોર્જિયા એંડ્રિયાની સાથે બ્રેકઅપ થઈ ગયુ છે. આ કપલ 4 વર્ષની ડેટિંગ પછી એકબીજાથી અલગ થયા છે. 
 
તારા સુતારિયા અને આદર જૈન - બોલીવુડની સુંદર અભિનેત્રી તારા સુતારિયાએ પણ આ વર્ષે આદર જૈન સાથે બ્રેકઅપ કરી લીધુ છે. આ સ્ટાર કપલ વર્ષ 2018થી એક બીજાની સાથે હતા. પણ હવે તેઓ અલગ થઈ ગયા છે. 
 
ઉલ્લેખનીય છે કે તારા સુતારિયાથી અલગ થયા પછી હવે આદર જૈનને પોતાનો નવો પ્રેમ મળી ગયો છે. હાલ તેઓ અલેખા અડવાણીને ડેટ કરી રહ્યા છે. 
nawazuddin

 
નવાજુદ્દીન સિદ્દીકી અને આલિયા સિદ્દીકી - બોલીવુડના બેસ્ટ અભિનેતાઓમાં સામેલ નવાજુદ્દીન સિદ્દીકીનુ નામ પણ લિસ્ટમાં સામેલ છે. જેમની પર્સનલ લાઈફ આ વર્ષે ખૂબ વિવાદોમાં રહી છે. ઉલ્લેખનીય છે કે અભિનેતા પર તેમની પત્ની આલિયાએ લગ્નના 11 વર્ષ પછી ગંભીર આરોપ લગાવતા તેમનાથી જુદા થવાનુ એલાન કર્યુ હતુ. 
 
કુશા કપિલા અને જોરાવર સિંહ - પોપુલર કૉમેડિયન અને અભિનેત્રી કુશા કપિલાએ પણ આ વર્ષે પોતાના પતિ જોરાવર સિંહ અહલૂવાલિયાથી ડાયવોર્સ લેવાની જાહેરાત કરી હતી. બંનેના લગ્ન વર્ષ 2017માં થયા હતા. પોતાના છુટાછેડાની જાહેરાત અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કરી હતી. 
 
સોફી ટર્નર અને જો જોનસ - બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના જેઠ-જેઠાની સોફી ટર્નર અને  જો જોનસે વર્ષ 2023માં જ એક બીજાથી જુદા થવાનો નિર્ણય કર્યો છે. બંનેના લગ્ન વર્ષ 2019માં થયુ હતુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

15 કલાક બાદ બોરવેલમાંથી બાળકી સુરક્ષિત બહાર આવી, રેસ્ક્યુ ટીમે ટનલ બનાવીને તેનો જીવ બચાવ્યો

આગળનો લેખ
Show comments