rashifal-2026

Year Ender: 2023 માં દુનિયાના આ 10 સ્ટાર ક્રિકેટરોએ કર્યા લગ્ન, એક ક્રિકેટરે તો ચાલુ સીરીઝમાં જ લીધા સાત ફેરા

Webdunia
ગુરુવાર, 14 ડિસેમ્બર 2023 (15:30 IST)
Cricketers, Marriage
10 Cricketer Married In 2023: આ વર્ષ એટલે કે 2023માં અનેક ક્રિકેટર્સને તેમનો જીવનસાથી મળ્યો અને તેઓ લગ્નના બંધનમાં બંધાય ગયા. 2023 ક્રિકેટર્સ માટે લગ્નનુ રહ્યુ. દુનિયાભરના અનેક સ્ટાર ક્રિકેટર્સે પોતાના હમસફરનો હાથ પકડ્યો.  અમે તમને બતાવીશુ આવા જ 10 ક્રિકેટર્સ વિશે જેમણે આ વર્ષે લગ્ન કર્યા. અમારા લિસ્ટમાં 7 ભારતીય ક્રિકેટર્સ છે. લિસ્ટમાં રહેલા મુકેશ કુમારે તો સીરીઝ વચ્ચે જ લગ્નના સાત ફેરા લીધા હતા. 
rahul athiya

 
1. કે એલ રાહુલ - ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે વર્ષના પહેલા મહિને એટલે જાન્યુઆરી 2023માં બોલીવુડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. આથિયા બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી છે. 
2. શાર્દુલ ઠાકુર 
ભારતીય ઝડપી બોલર  શાર્દુલ ઠાકુરે પણ જાન્યુઆરી 2023માં લગ્ન કર્યા. શાર્દુલે મિતાલી પારુલકર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ બે વર્ષ પહેલા શાર્દુલ ઠાકુર સગાઈ કરી ચુક્યા હતા. 
akshar patel
3- અક્ષર પટેલ 
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉંડર અક્ષર પટેલે 2023ના પહેલા મહિને એટલે કે જાન્યુઆરીમાં લગ્ન કર્યા હતા. અક્ષરે પોતાની ગર્લફ્રેંડ મેહા પટેલ સાથે લગ્ન કર્યા. 
mukesh kumar
4. મુકેશ કુમાર
ભારતીય ઝડપી બોલર મુકેશ કુમારે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલ ટી20 સીરીઝની વચ્ચે 28 નવેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. મુકેશે લગ્ન માટે સીરીઝની વચ્ચે એક મેચમાંથી રજા લીધી અને પછી આગલી મેચમાં તેઓ પરત આવ્યા હતા. 
Rituraj Gaikwad
5. ઋતુરાજ ગાયકવાડ 
ટીમ ઈંડિયાના ઓપનર ઋતુરાજ ગાયકવાડે આ વર્ષે જૂનમાં લગ્ન કર્યા હતા. ગાયકવાડે ઉત્કર્ષા પવાર સાથે લગ્ન કર્હ્યા. જે એક ક્રિકેટર છે અને મહારાષ્ટ્રની મહિલા ટીમ માટે ઘરેલુ ક્રિકેટ રમે છે. 
 
6. ઈમામ ઉલ હક 
પાકિસ્તાનના ઓપનર બેટ્સમેન ઈમામ ઉલ હકે પણ આ વર્ષે લગ્ન કર્યા. ઈમામે પોતાની મિત્ર અનમોલ મહેમૂદ સાથે નવેમ્બરમાં લગ્ન કર્યા હતા. 
 
7. શાદાબ ખાન - પાકિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉંડર શાદાબ ખાને પણ આ વર્ષે લગ્ન કર્યા. શાદાબે પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ સ્પિનર સકલૈન મુશ્તાકની પુત્રી સાથે જાન્યુઆરીમાં લગ્ન કર્યા હતા. 
 
8. ગેરાલ્ડ કોએટ્જી - દક્ષિણ આફ્રિકાના યુવા ઝડપી બોલર ગેરાલ્ડ કોએટજીએ પણ તાજેતરમાં જ લગ્ન કર્યા. 23 વર્ષીય કેએટજીએ ડિસેમ્બર મહિનામાં લગ્ન કર્યા હતા. વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન પછી કોએટજી ચર્ચામાં આવ્યા હતા. 
 
9. પ્રસિદ્ધ કૃષ્ણા - લાંબા કદના ભારતીય બોલર પ્રસિદ્દ કૃષ્ણાએ પણ આ વર્ષે લગ્ન કર્યા.  કૃષ્ણાએ જૂન મહિનામાં રચના સાથે લગ્ન કર્યા. 
 
10. નવદીપ સૈની - ભારતના એક વધુ ઝડપી બોલર નવદીપ સૈની પણ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાયા. નવદીપે નવેમ્બર મહિનામાં લગ્ન કર્યા. તેમણે પોતાની ગર્લફ્રેંડ સ્વાતિ અસ્થાના સાથે લગ્ન કર્યા હતા. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મસાલેદાર અને તીખા મરચાના ભજીયા માટે આ સીક્રેટ ટિપ્સ અજમાવો સ્વાદ બમણો થઈ જશે

Ubadiyan Recipe- વલસાડની પ્રખ્યાત વાનગી ઉબાડિયું

International Mens Day 2025- પુરુષ દિવસ પર, તમારા જીવનસાથીને એક એવું સરપ્રાઇઝ આપો જે તેમનું દિલ જીતી લે.

Motivational Quotes gujarati - ગુજરાતી મોટિવેશનલ સુવાક્યો

થાઇરોઇડની સમસ્યાથી મળશે છુટકારો, જાણી લો અચૂક ઉપાય

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી ફિલ્મ 'લાલો..કૃષ્ણ સદા સહાયતે' એ રચ્યો ઈતિહાસ, 37 દિવસમાં બની સૌથી વધુ કમાવનારી ફિલ્મ

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

ગુજરાતી જોક્સ - બીજા મિત્રએ કહ્યું,

આજના રમુજી જોક્સ: તું ખાંડ જેવી

આજના રમુજી જોક્સ: શું થયું...?

આગળનો લેખ
Show comments