rashifal-2026

વર્લ્ડ કપ - ટીમ ઈંડિયા ક્વાર્ટર ફાઈનલ જીતી તો સેમીફાઈનલમાં ન્યુઝીલેંડ સાથે મેચ થઈ શકે છે

Webdunia
સોમવાર, 9 માર્ચ 2015 (17:46 IST)
વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઈનલમાં 6 ટીમોની એંટ્રી પાક્કી છે. પુલ બી માંથી ઈંડિયા, સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન ક્વાર્ટર ફાઈનલમાં ર રમશે.  બીજી બાજુ પુલ  એ માંથી ન્યુઝીલેંડ.. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની એંટ્રી થશે. બંને પુલમાં ચોથા સ્થાનને લઈને સંઘર્ષ છે. ઈંડિયાનો મુકાબલો 19 માર્ચના રોજ ઈગ્લેંડ કે બાંગ્લાદેશ સાથે થશે. ઈગ્લેંડની શક્યતા વધુ છે. ક્વાર્ટર ફાઈનલમાં જો ટીમ ઈંડિયા જીતી ગઈ તો તેને સેમીફાઈનલ ન્યુઝીલેંડ વિરુદ્ધ ઓકલેંડના મેદાન પર રમવી પડશે.  ન્યુઝીલેંડના સેમીફાઈનલમાં પહોંચવાની આશા વધુ છે.  કારણ કે તેને ક્વાર્ટર ફાઈનલ વેસ્ટ ઈંડિઝ કે આયરલેંડ સાથે રમવાનુ છે જે થોડી નબળી ટીમો છે. 
 
રહી વાત પાકિસ્તાનની તો ફાઈનલ પહેલા ઈંડિયાની સાથે તેની મેચ થવાની આશા નથી.  ફાઈનલમાં બંને ટીમો વચ્ચે મુકાબલો ત્યારે થશે જ્યારે પાકિસ્તાન ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઈનલ અને સાઉથ આફ્રિકા કે શ્રીલંકાને સેમીફાઈનલમાં હરાવી દે અને ઈંડિયા પણ ફાઈનલમાં પહોંચી જાય. 

આ ટીમો રમશે ક્વાર્ટર ફાઈનલ 
 
ક્વાર્ટર ફાઈનલ ક્યારે   કોની  સાથે 
પહેલી મેચ 18 માર્ચ સિડની શ્રીલંકા વર્સેસ સાઉથ આફ્રિકા 
બીજી મેચ  19 માર્ચ મેલબર્ન બાંગ્લાદેશ વર્સેસ ઈંડિયા
 ત્રીજી મેચ 20 માર્ચ એડિલેડ  ઓસ્ટ્રેલિયા વર્સેસ પાકિસ્તાન
 ચોથી મેચ  21 માર્ચ વેલિંગટન ન્યુઝીલેંડ વર્સેસ વેસ્ટ ઈંડિઝ અથવા આયરલેંડ 

ઈગ્લેંડ બાગ્લાદેશ સામે હારી જવાથી વર્લ્ડકપની બહાર થઈ ગઈ છે.  આયરલેંડ ત્યારે ક્વાર્ટર ફાઈનલમાં આવશે જ્યારે તે ઈંડિયા અને પાકિસ્તાનથી બચેલ મેચમાંથી કોઈ એક મેચ જીતી લે. વેસ્ટઈંડિઝ ત્યારે ક્વાર્ટર ફાઈનલ રમી શકશે જ્યારે કે યુએઈથી જીતી જાય અને આયરલેંડ પોતાની બંને બચેલી મેચો હારી જાય.    
વધુ જુઓ..

જરૂર વાંચો

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

અંવિકા ગૌર મિલિંદ ચંદવાની સાથે લગ્નના 3 મહિના પછી આપશે ગુડ ન્યુઝ ? બાલિકા વધુ અભિનેત્રી બોલી - એક્સાઈટેડ છુ

ગુજરાતી જોક્સ - પંડિત

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

Show comments