Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશમાં ફકત 13% જ સ્ત્રીઓ કામ કરે છે !

Webdunia
શનિવાર, 8 માર્ચ 2008 (13:11 IST)
PTIPTI

નવીદિલ્‍હી (ભાષા) આજે શનિવારે 8મી માર્ચ એટલે કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી. આપણા દેશમાં સર્વે બાદ એવી બાબત જાણવા મળી છે કે, મહિલાઓની સ્‍થિતીમાં હજુ નોંધપાત્ર સુધારો થયો નથી. ભારતે વિવિધ ક્ષેત્રોમાં ઉલ્લેખનીય પ્રગતિ કરી હોવા છતાં અને મહિલાઓને વ્‍યાપક તક આપવામાં આવી હોવાના દાવા છતાં સ્‍થિતી કફોડી છે. હજુ માત્ર 13 % મહિલાઓ જ કામ કરે છે.

સર્વેમાં પ્રાપ્ત માહિતી મુજબ 10 મહિલાઓ પૈકીની નવ મહિલા તો અતિ મુશ્‍કેલ પર્યાવરણ ધરાવતા અનઓર્ગેનાઇઝેશન ક્ષેત્રમાં નોકરી કરે છે. 18થી 59 વર્ષની આ મહિલાઓ પૈકી મોટા ભાગની મહિલાઓ નોકરીથી સંતુષ્ટ નથી. શહેરી ભારતની સરખામણીમાં ગ્રામીણ ભારતમાં કામ કરતી મહિલાઓ વધુ છે. તેમનું શોષણનું પ્રમાણ પણ વધુ છે.
PTIPTI

35 % થી વધુ મહિલા ખેતરોમાં કામ કરે છે. અને તેમની આવક ખુબ જ ઓછી છે. 45 % મહિલા વર્કરો એક વર્ષમાં 50,000થી ઓછી આવક મેળવે છે. ભારતમાં સૌથી મોટુ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્‍યા બાદ ઇન્‍વેસ્‍ટ ઇન્‍ડિયા ઇનકમ એન્‍ડ સેવિગ્‍સ સર્વે 2007માં આ આંકડા જારી કરવામાં આવ્‍યા છે. સર્વેનું ચિત્ર પ્રોત્‍સાહનજનક નથી.

સર્વેમાં જણાવાયું છે કે, ગ્રામીણ અને શહેરી વિસ્‍તારમાં પ્રમાણમાં સારી આવક ધરાવતા પરિવારો મહિલાઓને નોકરીમાં નહીં મોકલવાના મતમાં વિશ્વાસ ધરાવે છે. 2 થી 5 લાખની વાર્ષિક આવક ધરાવનાર શહેરી ઘરમાં કામ કરતી મહિલાઓની ટકાવારી 13 % છે.

પાંચ લાખથી ઉપરની આવકમાં આ ટકાવારી નવ % જેટલી છે.ગ્રામીણ ભારતમાં પણ આ જ સ્‍થિતી છે. 50,000થી પાંચ લાખ વચ્‍ચેની આવક ધરાવનાર ઘરમાં કામ કરતી મહિલાઓની ટકાવારી 16-19 % છે. પાંચ લાખથી ઉપરની આવકમાં ટકાવારી ઘટીને 4 % થઇ જાય છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments