rashifal-2026

શુ આજનો સમાજ મહિલાઓ માટે સુરક્ષિત છે ?

Webdunia
દરેક બાજુ લહેરાતો તિરંગો, બાળકોથી લઈને વૃધ્ધોમાં જોશ, જનૂન, ભવિષ્ય માટે સોનેરી સપના. આ બધુ યાદ અપાવે છે તે બલિદાનોની જે લાખો હિન્દુસ્તાનીઓએ અમારે આઝાદીને માટે આપી હતી. સ્વતંત્રતા શ્વાસ લેવાની, સ્વતંત્રતા વિચારવાની, વિચારો વ્યક્ત કરવાની, મૂળભૂત અધિકારોની સ્વતંત્રતા, નિર્ણય લેવાની સ્વતંત્રતા. 

આજે જ્યારે દેશની આઝાદીને અડધી સદીથી પણ વધુ સમય થઈ ગયો છે ત્યારે શુ ભારતની મહિલાઓ સાચા અર્થમાં સ્વતંત્ર છે ? સિક્કાની એક બાજુ એ છે કે ભારતીય મહિલાઓએ કલાથી લઈને વિજ્ઞાન સુધી અભૂતપૂર્વ ઉન્નતિ સાધી છે. આજે એવુ કોઈ ક્ષેત્ર નથી જ્યા મહિલાઓ પુરૂષના ખભા સાથે ખભો મેળવી ચાલી ન રહી હોય. દિલ્હી ગેંગરેપ પછી લોકો જાગૃત તો થઈ ગયા પણ શુ આ બળાત્કાર નામનો આત્યાચાર રોકાયો ? એવુ લાગે છે કે જેમ જેમ સમાજ શિક્ષિત થઈ રહ્યો છે તેમ તેમ બળાત્કારના કેસ વધતા ગયા છે. આજે મહિલાઓ જ નહી નાનકળી કુમળી વયની બાળાઓ પર આવા રાક્ષસો ગંદી નજર નાખી રહ્યા છે. શુ આજનો સમાજ નારી માટે રહેવા લાયક છે ખરો ? નારી વગર જીવન જ શક્ય નથી તો પછી નારી વગર સમાજ કેવી રીતે શક્ય બનશે ?

કલ્પના ચાવલા અને અન્ય ભારતીય મૂળની મહિલાઓએ ન ફક્ત પોતાનુ નામ પરંતુ ભારતનુ નામ પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર રોશન કર્યુ છે. દેશની ઉન્નતિ અને રક્ષા ક્ષેત્રે પણ મહિલાઓએ યોગદાન આપ્યુ છે. એ પછી રાજનીતિની વાત હોય કે કારગિલમાં પોતાના પતિ-પુત્રોની શહીદી પર ગૌરવાંવિત થનારી કોઈ માઁ કે પત્નીની વાત હોય, મહિલાઓએ હંમેશા પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપથી પોતાનુ યોગદાન આપ્યુ છે.

પરંતુ સિક્કાની બીજી બાજુ એ છે જે મોટેભાગે આપણા દેશમાં જોવા મળે છે. આજની છોકરીઓને ભણવા નથી દેવાતી. પરિવાર માટે પોતાના સપનોની આહૂતિ સ્ત્રીઓએ જ આપવી પડે છે. માદા ભ્રૂણ હોય તો તેનુ જીવન શરૂ થતા પહેલા જ તેને સમાપ્ત કરવામાં આવે છે.

દહેજ માટે તેને સળગાવવી, અંધવિશ્વાસોને કારણે સ્ત્રીને ચુડેલ માનીને તેને પૂર્ણ નગ્ન કરીને મારવી, સતી પ્રથા વગેરેની ઘટનાઓ અવાર-નવાર થતી રહે છે, અને આપણે જો શિક્ષિત પરિવારની વાત કરીએ તો એક જ પુત્રી હોવાથી આપણે મોટાભાગે સાંભળીએ છીએ કે અમે તો અમારી છોકરીને છોકરાની જેમ જ ઉછેરી છે. શુ માતા પિતા પણ આવી વાતો કરીને છોકરાને છોકરીથી ઉંચુ પદ નથી આપી રહ્યા ? છોકરીના જીવન સાથે સંકળાયેલા મોટાભાગના નિર્ણયો માતા-પિતા જ લે છે.

કોઈ ઓફિસમાં ઉચા પદ પર બેસેલી કોઈ મહિલાના અધીનસ્થ પુરૂષ સહયોગી કેમ તેને પૂર્ણ સહયોગ નથી આપતા ? આજે પણ તેને બહાર હલકી વાતોના વાગ્બાણ સહન કરવા પડે છે અને તે લોહીલુહાણ થવાથી ચૂપ રહેવા મજબૂર છે.

પરંતુ આમાં થોડો ઘણો મહિલાઓનો પણ દોષ છે. નારી સ્વતંત્રતાના નામે અંગ પ્રદર્શન, સ્ટ્રિપર્સ નાઈટનુ આયોજન, મોર્ડન કહેવાની હરોળમાં સંસ્કૃતિથી અલગ, તૂટતા-વિખરાઈ જતા કુંટુંબો શુ આ જ આપણી સ્વતંત્રતા છે ? આમા દોષી કોણ છે, પુરૂષ, મહિલા કે સ્વયં સમાજ ?

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IMD Weather Update: દિલ્હી અને UP સહિત ઘણા રાજ્યોમાં હાડકા થીજવતી ઠંડી, ૩ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

'મને સૂવાનું કહેવામાં આવ્યું અને...' રાષ્ટ્રીય શૂટરના કોચે તેની સાથે કરી અશ્લીલ હરકત, પીડિતાએ સંભળાવી આપબીતી

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

એપલનો સસ્તો iPhone 17e આવી રહ્યો છે બજારમાં, ડિસ્પ્લે જેવા કેટલાક ફીચર્સ ​​થયા લીક

વોર્ડ ઓફિસમાં બેસ્યા સાહેબ તો નીચેથી ઉપર સુધી થયો હાહાકાર, કોણ છે IAS અરુણ મહેશ બાબૂ જેમની ચારે બાજુ થઈ રહી છે ચર્ચા

વધુ જુઓ..

ધર્મ

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

શનિ ચાલીસા અર્થ સાથે ગુજરાતીમાં - Shani Chalisa Lyrics with meaning in Gujarati

આગળનો લેખ
Show comments