#WomensDay2022 - મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે ? ક્યારે અને કેવી રીતે થઈ શરૂઆત

Women's Day

Webdunia
સોમવાર, 7 માર્ચ 2022 (22:53 IST)
દર વર્ષે 8 માર્ચના રોજ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય દિવસ  (International Women's Day)નુ આયોજન થાય છે. મનમાં સવાલ ઉભા થાય છે કે આ પરંપરાની શરૂઆત ક્યારથી થઈ ? સાથે જ મહિલા દિવસ મનાવવા પાછળ હેતુ શુ છે ? જો મહિલા દિવસ ઉજવાય છે તો પુરૂષ દિવસ કેમ નહી ?
 
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઈતિહાસની વાત કરીએ તો સૌ પહેલા આને વર્ષ 1909માં ઉજવવામાં આવ્યો. ત્યારબાદ આ દિવસને 1975માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે માન્યતા આપી.  પછી તો  દુનિયાભરમાં આને ઉત્સાહપૂર્વક ઉજવવાની શરૂઆત થઈ. 
 
આ દિવસ ઉજવવાનો મકસદ મહિલાઓ પ્રત્યે સન્માન, તેમની પ્રશંસા અને તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો છે. આ દિવસે ખાસ કરીને એ મહિલાઓ પ્રત્યે સન્માન પ્રગટ કરવામાં આવે છે. જેમણે આર્થિક રાજનીતિક અને સામાજીક ક્ષેત્રોમાં મુખ્ય ઉપલબ્ધિયો મેળવી છે.  ખાસ કરીને મહિલાઓના સંઘર્ષનો ઉલ્લેખ કરતા તેમની સફળતાની વાનગી રજુ કરવામાં આવે છે. 
તેનો મતલબ એ નથી કે આ દિવસે ચૂપચાપ જીવી રહેલી ઘરેલુ મહિલાઓનો ઉલ્લેખ જ નથી કરવામાં આવતો.   ઉલ્લેખનીય છે કે પુરજોશમાં દુનિયાભરમાં આ વાતને લઈને વિચાર વિમર્શ થાય છે કે મહિલાઓ પડદા પાછલ છે તેમને કેવી રીતે સમાજની મુખ્યઘારામાં લાવવામાં આવે. ખાસ કરીને દબાયેલી કચડાયેલી અને પીડિત મહિલાઓના ઉત્થાન અને વિમુક્તિકરણની દુનિયાભરમાં યોજનાઓ બને છે. 
 
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અસર પણ જોવા મળી રહી છે.  જે પ્રકારની આઝાદી અને ઉન્મુક્તતા આજની નારીમાં જોવા મળે છે. આવુ 10-20 કે પચાસ વર્ષ પહેલા નહોતુ. મહિલાઓએ સમયની સાથે પોતાની ઓળખ બનાવી છે.  જેની પાછળ અથાગ પરીશ્રમ અને સંઘર્ષની દાસ્તાન છે. આજે મહિલાઓ ગર્વ સાથે કહી શકે છે કે તે પુરૂષોના મુકાબલામાં બિલકુલ ઓછી ઉતરતી નથી. કોઈપણ કાર્યક્ષેત્ર કેમ ન હોય મહિલાઓની ભાગીદારીને સન્માન આપવામાં આવવા લાગ્યુ છે. 
કેવી રીતે શરૂઆત થઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની 
 
28 ફેબ્રુઆરી સન 1909ના રોજ પહેલીવાર અમેરિકામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો. તેમા સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ મુખ્ય ભૂમિકા ભજવી. ઉલ્લેખનીય છે કે એ દિવસો દરમિયાન ન્યૂયોર્કમાં કપડા મિલોમાં કામ કરનારી મહિલાઓ શોષણને કારણે ખૂબ પરેશાન હતી.  છેલ્લા એક વર્ષથી તેમની હડતાલ ચાલી રહી હતી અને તેમનુ સાંભળનારુ કોઈ નહોતુ. તેમના આ સંઘર્ષને સમર્થન આપતા 28 ફેબ્રુઆરી 1909ના રોજ સોશિલિસ્ટ પાર્ટીએ તેમને સન્માનિત કર્યા. પોતાના દમ પર મહિલા ગાર્મેંટ વર્કર્સે ત્યારે કામના કલાક અને સારા પગારની પોતાની લડાઈમાં જીત મેળવી હતી. 
 
બીજી બાજુ રૂસમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ફેબ્રુઆરી મહિનના અંતમાં 1913ના રોજ ઉજવાયો હતો. આ મહિલાઓએ પ્રથમ વિશ્વ યુદ્ધનો વિરોધ કરવા માટે આ દિવસ મનાવ્યો હતો. આ જ રીતે યૂરોપમાં 8 માર્ચના રોજ પીસ એક્ટિવિસ્ટસના સમર્થનમાં મહિલાઓએ રેલીઓ કાઢી. આ સાથે જ યૂરોપમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનો પાયો નખાયો. 
 
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ત્યારે વૈશ્વિક સ્તર પર માન્યતા મળી જ્યારે સન 1975માં પહેલીવાર યૂનાઈટેડ નેશન્સે 8 માર્ચના રોજ આ દિવસ સેલિબ્રેટ કર્યો. 
 
તેના એક પગલુ આગળ વધતા સન 2011માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ માર્ચ મહિનાને મહિલાઓના મહિના ના રૂપમાં માન્યતા આપી. ત્યારબાદ અમેરિકામાં માર્ચનો આખો મહિનો મહિલાઓની મહેનત અને સફળતાને લઈને સન્માનિત કરવાની પરંપરા શરૂ થઈ. 
 
ભારતમાં મહિલા દિવસને લઈને સરકારી અને બિનસરકારી સ્તર પર અનેક કાર્યક્રમોનુ આયોજન થાય છે.  જેમા પુરૂષોની મુખ્ય ભાગીદારી હોય છે. કહેવા માટે  તો ભારતમાં પુરૂષ પ્રધાન સમાજ છે 
આ મિથકને મહિલાઓ હવે તોડવા માંડી છે. જેમા પુરૂષોનુ પણ પુર્ણ સમર્થન તેમને મળી રહ્યુ છે. મહિલા દિવસ કાર્યક્રમોમાં પુરૂષો તરફથી ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવે છે. જો કે મજાકમાં જ પણ પુરૂષો પણ હવે એ સવાલ કરવા માંડ્યા છે કે આ જ રીતે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ કેમ નથી ઉજવાતો... ?

Akbar Birbal Story : બાદશાહનો પોપટ

Veer Bhagat singh gujarati essay - વીર ભગત સિંહ

અકબર બીરબલની વાર્તા - ઉંટની ગરદન વાંકી કેમ ?

સરસ્વતી વંદના : યા કુન્દેન્દુ તુષારહારધવલા

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)

સંબંધિત સમાચાર

બેડરૂમ રોમાંસ ટિપ્સ - રોમાંસ કરતા પહેલા તમારા બેડરૂમને આ રીતે આપો નવુ લુક

પુરુષો માટે જાતીય સમસ્યાઓથી પીડાય છે? તો કરો આ ઉપાય

રિલેશન પછી શું કરવુ શુ ન કરવુ જાણી લો કામની વાત

Anti Valentine week - 15 ફેબ્રુઆરી થી 20 ફેબ્રુઆરી સુધી

Valentine Day- Top 10 વેલેંટાઈન ડે ગુજરાતી Love શાયરી, તમારા પ્રેમ વિના રહેવાતુ નથી પ્યારનુ આ દર્દ હવે સહેવાતુ નથી

GK Quiz in gujarati- કયું રાજ્ય 'સ્લીપિંગ સ્ટેટ ઑફ ઇન્ડિયા' તરીકે ઓળખાય છે?

પેટની લટકતી ચરબીને કંટ્રોલ કરશે આ મસાલો, એકદમ પાતળી થઈ જશે કમર

Akbar birbal Story -માટલામાં બુદ્ધિ

બેડરૂમ રોમાંસ ટિપ્સ - રોમાંસ કરતા પહેલા તમારા બેડરૂમને આ રીતે આપો નવુ લુક

General Knowledge- પેન કાર્ડને ગુજરાતીમાં શું કહે છે

આગળનો લેખ