Webdunia - Bharat's app for daily news and videos

Install App

Happy Women's Day : મહિલા દિવસ આજે, જાણો તમારે માટે જરૂરી આ 3 મેડિકલ ટેસ્ટ વિશે..

Webdunia
બુધવાર, 12 ફેબ્રુઆરી 2020 (13:29 IST)
મહિલા સમાજની જ નહી તેમના પરિવારની પણ કરોડરજ્જુ સમાન હોય છે.  જો તેના જ આરોગ્ય પર ધ્યાન ન આપવામાં આવે તો કેવી રીત કામ ચાલે. તેમનુ આરોગ્ય સારુ રહે એ માટે જરૂરી છે કે એક ખાસ વય પછી તે ખુદ અને તેના પરિવારના સભ્ય તેના આરોગ્યનુ નિયમિત ચેકઅપ કરાવે. ફોર્ટિસ હોસ્પિટલની ગાયનેલોજીસ્ટ ઑનકોલૉજી કંસલ્ટેંટ ડો. પ્રેરણા લખવાનીએ જણાવ્યુ કે મહિલાઓમાં કૉમન બ્રેસ્ટ કેંસર અને સર્વાઈકલ કેંસર જેવી કેટલીક ખૂબ જ ખતરનક બીમારીઓ છે. જેને સમય રહેતા જાણી લેવાથી ગંભીર પરિણામોથી બચી શકાય છે. આવો જાણીએ તેના વિશે... 
 
સ્તન કેન્સર તપાસ - 40 વર્ષથી વધુ વયની મહિલાઓએ વર્ષમાં એકવાર મેમોગ્રાફી સ્ક્રીનિંગ જરૂર કરાવવી જોઈએ. ડોક્ટરના જણાવ્યા મુજબ 40 વર્ષથી ઓછી વયની મહિલાઓને બ્રેસ્ટ અલ્ટ્રાસાઉંડ કરાવવુ જોઈએ.  બ્રેસ્ટ કેંસરનો પારિવારિક ઈતિહાસ થતા વર્ષમાં એકવાર આ ટેસ્ટ ખૂબ જરૂરી છે. જો તેઓ હાઈ રિસ્ક ગ્રુપમાં નથી આવતી તો તેમને દર 2 વર્ષમાં આ તપાસ જરૂર કરાવવી જોઈએ. તે ઈચ્છે તો આ તપાસ ખુદ પણ કરી શકે છે. જો સ્તનમાં તેમને કોઈ ગાંઠ, પાણી કે લોહીનો સ્ત્રાવ હોય તો તરત ડોક્ટર પાસે જઈને તપાસ કરાવો. 
 
સર્વાઈકલ કેંસર તપાસ - સ્વસ્થ મહિલાઓએ 3 વર્ષમાં એકવાર PAP smear test અને 5 વર્ષમાં એકવાર HPV DNA  કરાવવુ જોઈએ. જો કોઈના પરિવારમાં સર્વાઈકલ કેંસરની હિસ્ટ્રી રહી હોય તો તેણે  PAP smear test 6 મહિના અને HPV વર્ષમાં એકવાર જરૂર કરાવવો જોઈએ.  આ બીમારીથી બચવા માટે 35 વર્ષની વય પછી મહિલાઓએ આ ટેસ્ટને કરાવતા રહેવુ જોઈએ. સર્વાઈકલ કેંસર માટે વૈક્સીન પણ આવી ગઈ છે. તેને 10થી 45 વર્ષની વયમાં ત્રણ ચરણોમાં લગાવવામાં આવે છે.  યૂએસએફડીએ ત્રણ વૈક્સીન ગારડસિલ, ગારડસિલ 9 અને સરવરિક્સને મંજૂરી આપી છે. પ્રથમ વેક્સીન લગાવવાના એક મહિના પછી બીજી લગાવવામાં આવે છે અને પાંચ મહિના પછી ત્રીજી વૈક્સીન લગાવવામાં આવે છે. વૈક્સીન લગાવ્યા પછી સર્વાઈકલ કૈસરની 90 ટકા આશંકાઓ ખતમ થઈ જાય છે. પણ વૈક્સીન લગાવ્યા પછી પણ પેપસ્મીયરની રૂટીન તપાસ જરૂરી છે. 
 
લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ - આ ટેસ્ટ 45 વર્ષથી ઉપરની બધી મહિલાઓએન 6 મહિનામાં એકવાર જરૂર કરાવવો જોઈએ. પારિવારિક ઈતિહાસ હોય કે ન હોય એ માટે આ તપાસ ખોબ જ જરૂરી છે. જોકે જેમના પરિવારમાં કોઈને હાર્ટ અટેક, હ્રદય સંબંધી અન્ય સમસ્યાઓ અને ડાયાબિટીસ છે તેમને આ ટેસ્ટ નિયમિત રૂપે જરૂર કરાવતા રહેવુ જોઈએ. આપણા બ્લ્ડમાં રહેલ સારા કોલેસ્ટ્રોલ  (HDL), ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) અને ટ્રાઈગ્લિસરાઈડસ (એક પ્રકારની વસા)ને માપવા માટે લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટને લિપિડ પૈનલ કે કોલેસ્ટ્રોલ ટેસ્ટ પણ કહેવામાં આવે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

આગળનો લેખ
Show comments