Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્ત્રીની લડાઈ

Webdunia
N.D
સ્ત્રીની લડાઈ કોઈ એક સાથે નથી હોતી
આખી દુનિયા સાથે હોય છે બેટા
કહેતી હતી મા
જ્યારે હુ હતો નાનો બાળક,
ત્યારે આ વાતનો અર્થ
હુ સમજી નહોતો શકતો
અને આ સાંભળીને ચુપ બેસતો હતો
કે મા ની તો આદત જ છે
કંઈપણ બોલ્યા કરવાની

હવે મા નથી
અને હુ થઈ ગયો છુ ખૂબ મોટો
હવે ક્યાય જઈને સમજી શક્યો છુ
કે હકીકતમાં
સ્ત્રીની લડાઈ
કોઈ એક સાથે નથી હોતી
સમગ્ર દુનિયા સાથે હોય છે
અને લડનારાઓની કમાલ તો જુઓ
તે બધા એકત્ર થઈને
લડે છે તેના વિરુધ્ધ
જાણે એ એક જ શત્રુ હોય
આખી દુનિયામાં એમની
જ્યારે કે સ્ત્રી આ લડાઈમાં
વિખરાય જાય છે પોતાનામાં

ક્યારેક તેની આંખ
લડી રહી હોય છે કોઈ એક સાથે
તો ક્યારેક તેના હાથ
લડી રહ્યા હોય છે કોઈ બીજા સાથે
સાથે જ તેનુ પેટ લડી રહ્યુ હોય છે
કોઈ ત્રીજા સાથે
તેની પીઠ લડી રહી હોય છે
કોઈ ત્રીજા સાથે

તેના વિરુધ્ધ લડનારાઓમાં
પુરૂષ જ નથી હોતા
હોય છે સ્ત્રીઓ પણ
તેના વિરુધ્ધ
પતિની સાથે સાથે લડે છે
તેના પિતા અને ભાઈ પણ
એટલુ જ નહી
તેની સાથે લડે છે
તેની સહેલી સમાન
તેની પુત્રીઓ પણ

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments