Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગ્ન વિશેષાંક ; સાત ફેરા લેતા પહેલા યાદ રાખો 7 ટિપ્સ

Webdunia
P.R
તમારા લગ્ન થવાના છે અને તમે માત્ર શોપિંગ કરવામાં, વ્યવસ્થા કરવામાં અને દૂરથી આવેલા મેહમાનોના નખરા ઉઠાવવામાં વ્યસ્ત છો. તો જરા વિચારો કે જો તમે આટલા બધા કામમાં ગૂંચવાયેલા રહેશો તો તમે ખુદની તરફ ક્યારે ધ્યાન આપશો ? જો હવે તમારી શોપિંગ ખતમ થઈ ગઈ હોય તો થોડોક સમય તમારું સ્વાસ્થ્ય અને શરીર પર પણ ધ્યાન આપો.

લગ્ન માણસની જીંદગીનો સૌથી મોટો અને મહત્વનો ભાગ હોય છે. આ વિશેષ અવસર પર દરેક ફેરા લેનારો દરેક દિવસથી થોડો સ્પેશ્યલ અને સૌથી સારા દેખાવવાની ઈચ્છા હોય છે. ફક્ત સારા અને મોંઘા કપડા પહેરવાથી જ વર અને વધુ સારા નથી દેખાઈ શકતા, પણ એ માટે બોડીને પણ શેપમાં રાખવી જરૂરી છે. જો શરીર ભારે અને બેડોલ રહેશે તો તમે તમારા લગ્નમાં જાતે જ ખરાબ દેખાશો. આવા સમયે જરૂરી છે કે તમે તમારા લગ્ન નક્કી થાય ત્યારથી લગ્ન થનારા દિવસ સુધી નિયમિત ડાયેટ અને વર્કઆઉટ પર ધ્યાન આપો.

લગ્ન કરવા જઈ રહેલ છોકરીઓ માટે તો વજન ઓછુ કરવુ અને બોડીને શેપમાં લાવવી ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે તેમને બીજાના ઘરે જઈને ઘણા અપરિચિત લોકોનો સામનો કરવો પડે છે.

 
P.R
તો શુ તમે પણ તમારા લગ્નના વિશેષ અવસર પર સુંદર અને ફિટ થવા માંગો છો ? તો આજથી જ નિયમિત રૂપે વર્કઆઉટ કરવાનું શરૂ કરો. આવુ કરવાથી તમારી બોડી શેપમાં આવશે અને તમે જે પણ કપડાં પહેરશો એ તમારા પર ખૂબ જ શોભશે. આવો અમે તમને બતાવીએ છીએ કેટલાક એવા વ્યાયામ અને ડાયેટ જેને ફોલો કરીને તમે લગ્ન માટે ફિટ થઈ શકો છો

ખાવાની આદતો - તમારા ખોરાકમાં એંટી ઓક્સીડેંટ આહાર લો, જેનાથી ત્વચા પર કરચલીઓ નહી પડે અને ત્વચા હંમેશા ચમકતી રહેશે. ટામેટા, બ્રોકલી, રીંગણા, સંતરા, પાલક, ડુંગળી અને મકાઈ વગેરે ખાવ.

પ્રોટીન લો - તમારા શરીરને પ્રોટીન પચાવવામાં લગભગ 20-30% સુધીની ઉર્જા જોઈતી હોય છે. ધ્યાન આપીને દરેક ભોજનમાં પ્રોટીનવાળ ખાદ્ય પદાર્થનો સમાવેશ કરો. જેવા કે ચિકન, ઈંડા, દૂધ, ફિશ, ટોફૂ કે દાળ વગેરે.

પુષ્કળ પાણી પીવો - ચમકદાર અને સાફ ત્વચા જોઈતી હોય તો પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો. આવુ કરવાથી ત્વચામાં નરમાશ આવશે અને અંદરની ગંદકી બહાર નીકળશે જેનાથી ત્વચા ચમકદાર બનશે.

નિયમિત વ્યાયામ - દરરોજ 30-45 મિનિટ માટે યોગા કરો અથવા તો પછી કાર્ડિયો એક્સરસાઈઝ. તેનાથી શરીરમાં મજબૂતી આવશે અને બ્લડસર્કુલેશન યોગ્ય રહેશે.

 
P.R
દોડવુ - દોડવાથી જાડાપણું ઓછુ થાય છે. તમારી દર કલાકે 600 કેલોરી બર્ન થાય છે. પણ એક સાથે સતત ભાગતા રહેવુ યોગ્ય નથી. તેથી થોડી મિનિટ માટે વોકિંગ કરો અને પછી થોડી વાર રનિંગ કરો.

લોઅર બોડી - તમારા પગ અને બટને શેપમાં લાવવા માટે લંગ્સ એક્સરસાઈઝ કરો. તેનાથી પાછળનુ શરીર શેપમાં આવશે. અને હિપ્સ, જાંઘ, પિંડલી અને ટખનામાં મજબૂતી આવશે.

હાથ - તમારા હાથને પાતળા કરવા માટે દિવસમાં ફક્ત પાંચ મિનિટ પુશ અપ કરો. 15 વારનો એક સેટ માનવામાં આવે છે. તેથી બે સેટનો નિયમ બનાવી લો.

આટલુ જો તમે લગ્ન સુધી કરતા રહેશો તો તમે સાચે જ લગ્નના દિવસે સૌથી સુંદર અને ફિટ દેખાશો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments