Festival Posters

Vastu Tips - વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવુ હોવુ જોઈએ આપણુ ઘર

Webdunia
આપણા દેશમાં અનેક પ્રાચીન ઈમારતો વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત મુજબ બનેલી છે તેથી આજે પણ સુરક્ષિત છે. વાસ્તુશાસ્ત્રના નિયમો પાળવાથી ત્યાં રહેતા લોકોના સ્વાસ્થ્ય, શાંતિ, સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. ઘરની સુખ શાંતિમાં વધારો કરવા માટે મકાન બાંધતી વખતે નીચેની બાબતોને ધ્યાનમાં રાખો

- દરેક ઘરમાં પૂજાસ્થાન હોવું અનિવાર્ય છે. પૂજાનું સ્થાન ઈશાન એટલે કે ઉત્તર પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. આ ખૂણામાં પાણીની ટાંકી પણ બનાવી શકાય. તમારા ઘરના ડ્રોઈન્ગ રૂમના ઈશાન ખૂણામાં એક્વેરિયમ પણ મૂકી શકાય.

- ઘરના દક્ષિણ-પૂર્વનો ભાગ અગ્નિ ખૂણા તરીકે ઓળખાય છે. આ ખૂણો રસોડુ બનાવવા માટે શુભ માનવામાં આવે છે. જો એક કે બે જ રૂમ હોય તો રસોડું આ જ દિશામાં બનાવવું યોગ્ય છે. કોઈ અગમ્ય કારણોસર જો રસોડું અગ્નિ ખૂણામાં ન બની શક્યુ હોય તો ઉત્તર-પશ્વિમ ખૂણામાં બનાવી શકાય. અગ્નિ ખૂણામાં પાણીની ટાંકી, નળ અથવા જળ સંબંધી કોઈપણ વસ્તુ મુકવી જોઈએ નહી. આ ખૂણો ઈલેક્ટ્રીક વસ્તુઓ માટે યોગ્ય છે, જેવુ કે સ્વીચબોર્ડ, ટીવી, વગેરે.

- ઘરના વાયવ્ય ખૂણામાં(ઉત્તર-પશ્ચિમ)બારી અને બાલ્કની હોવી એ શુભ ગણાય છે. ડ્રોઈંગરૂમ કે અન્ય રૂમના વાયવ્ય ખૂણામાં કૂલર-પંખા મુકી શકાય છે.

- ઘરનું કેન્દ્ર જેન બ્રહ્મ સ્થાન કહેવાય છે અને દરેક ઓરડાનું કેન્દ્ર હંમેશા ખાલી હોવું જોઈએ. બ્રહ્મ સ્થાન હંમેશા સ્વચ્છ હોવું જોઈએ, તેમજ ત્યાં કોઈ વજનદાર ટેબલ ન મુકવુ.

- મુખ્ય બેડરૂમ નેઋત્ય દિશામાં હોવો જોઈએ. બાળકોનો શયનખંડ બાળકોનો બેડરૂમ પૂર્વ દિશામાં અને તેમનો સ્ટડી રૂમ ઈશાન દિશામાં શુભ ગણાય છે. કુંવારી છોકરીઓનો બેડરૂમ વાયવ્ય દિશામાં શુભ ગણાય છે.

- પતિ પત્નીના રૂમમાં હંસનુ જોડુ કે સારસના જોડાનુ ચિત્ર લગાવવુ શુભ ગણાય છે. આ ચિત્ર સૂતી વખતે દેખાય તે રીતે મુકવુ જોઈએ. જેનાથી બંને વચ્ચે પ્રેમ જળવાય રહે છે.

- દરેક રૂમમાં યોગ્ય કલર કરાવવો જોઈએ. જેમ કે બેડરૂમમાં આસમાની કે લીલો જે શીતળતા આપે છે પીળો અને નારંગી પણ લઈ શકાય કારણકે આ કલર ઉત્સાહ વધારનારો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

સગાઈ તૂટ્યા પછી Smriti Mandhana ની લેટેસ્ટ પોસ્ટ વાયરલ, શાંતિનો મતલબ ચૂપ નહી..

મધ્યપ્રદેશના સિવનીમાં એક તાલીમાર્થી વિમાન હાઇ-વોલ્ટેજ વાયર સાથે અથડાયા બાદ ક્રેશ થયું; પાયલોટ ઘાયલ

ભરૂચ GIDCની નાઈટ્રેક્સ કંપનીમાં ગંભીર અકસ્માત, એકનુ મોત

India vs South Africa 1st T20I Match : પહેલી મેચમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, કોને મળશે તક અને કોણ થશે બહાર ?I

IPL 2026 ઓક્શન માટે 350 ખેલાડીઓની ફાઈનલ લિસ્ટ તૈયાર, ક્વિંટન ડી કૉક ની સરપ્રાઈઝ એંટ્રી

આગળનો લેખ
Show comments