Dharma Sangrah

આ વાસ્તુ ટિપ્સને અપનાવો અને જીવન સફળ બનાવો

Webdunia
શુક્રવાર, 10 નવેમ્બર 2017 (11:39 IST)
જો તમે તમારા ઘરની આસપાસના વાસ્તુદોષને દૂર કરી નવા વર્ષ 2017માં આગળ વધશો તો વધુ પરિણામ અને સફળતા તમે મેળવી શકશો. 
 
નવુ વર્ષ આવવાનુ છે. વર્ષ 2016માં જે કંઈ પણ સારુ કે ખરાબ થયુ હોય તેને ભૂલીને આવનાર સમય વિશે વિચારશો તો સારી વસ્તુઓ મેળવી શકશો.  આવામાં જો તમારા ઘરની આસપાસ વાસ્તુ દોષને દૂર કરી નવા વર્ષ તરફ આગળ વધશો તો વધુ પરિણામ અને સફળતા મેળવી શકશો. તો આવો આજે અમે તમને બતાવીએ છીએ એવી કેટલીક વાસ્તુ ટિપ્સ જેને અજમાવીને તમે આવનારા વર્ષ 2017ને વધુ સારુ બનાવી શકો છો. 
 
સૌ પહેલા ઘરના મુખ્ય દ્વારથી જ પોઝિટિવ અને નેગિટિવ ઉર્જાનો પ્રવેશ થાય છે. તેથી તમારા ઘરમાં જ પોઝિટિવ એનર્જીનો ફ્લો બનાવી રાખવા માટે નવા વર્ષમાં ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ચાંદીનો સ્વસ્તિક લગાવો. 
 
ઘરમાં ઝાડ લગાવવાથી જ પોઝિટિવ એનર્જીને પ્રોત્સાહન મળે છે. આ પૂર્વ દિશાના દોષને હટાવીને સંતુલન બનાવવાનુ કામ કરે છે. જો તમે દગાબાજીનો સામનો કરવો પડી રહ્યો હોય કે વિદેશ યાત્રામાં મોડુ થઈ રહ્યુ હોય તો હાયર એજ્યુકેશનમાં નિષ્ફળતા હાથ લાગે કે કાયદા સંબંધી સમસ્યાઓએ ઘેરી રાખી હોય તો વાસ્તુ મુજબ ઉત્તર દિશામાં કુબેર દેવતાને સ્થાન આપીને તમારી બુદ્ધિમત્તા અને સમજને સંતુલિત કરો. 
 
જો તમે પણ ઘરમાં પેટિંગ્સ અને પિક્ચર્સ લગાવવાના શોખીન છો તો આ નવા વર્ષ દરમિયાન વિરાન ઘર, લડાઈ-ઝગડા કે પાનખર જેવી નકારાત્મક તસ્વીરોને બદલે મનને પ્રફુલ્લિત કરી ઉત્સાહ અને ઉમંગ ભરનારી સુંદર અને પોઝિટિવ ચિત્રોને ઘરની પૂર્વ દિશામાં લગાવો. 
 
જો તમારા બાળકોનું મન પણ અભ્યાસમાં ન લાગતુ હોય તો બાળકોના રૂમમાં એવી વ્યવસ્થા કરો કે અભ્યાસ સમયે તેમની પીઠ બારી તરફ ન થઈને દિવાર તરફ રહે. મતલબ બાળકની પીઠની પાછળ દિવાલ હોય. તેનાથી નિરંતરતા અને એકાગ્રતા બની રહે છે. બાળકોનુ મન અભ્યાસમાં લાગશે.  
 
અને છેલ્લે સૌથી મહત્વપૂર્ણ નવા વર્ષમાં તમારા ઉદ્દેશ્યને ખુદ તમારા હાથે કાગળ પર લખીને તમારા કામ કરવાના ટેબલ કે પછી સામેની દિવાલ પર લગાવી દો. સાથે જ ચોક્કસ સમય સીમા પણ નક્કી કરો.  તેનાથી લક્ષ્યને પૂર્ણ કરવાની ઉર્જા મળતી રહેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ચોરી કરવા ગયો હતો પણ એક્ઝોસ્ટ ફેનના હોલમાં જ ફસાય ગયો ચોર, Video થઈ રહ્યો છે વાયરલ

દરગાહ બનામ મંદિર વિવાદ - મદ્રાસ હાઈકોર્ટે કાર્તિગઈ દીપમ પ્રગટાવવાનો આપ્યો આદેશ, પહેલાના નિર્ણયને કાયમ રાખ્યો

શિખર ધવનની ફિયાંસીની અદાઓની આગળ બોલીવુડ અભિનેત્રીઓના લટકા-ઝટકા પણ ફેલ, આયરિશ બ્યુટી સાથે થશે લગ્ન

દિલ્હી મેટ્રોના સ્ટાફ ક્વાર્ટરમાં લાગી ભીષણ આગ, પતિ-પત્ની અને માસૂમ બાળકીના બળેલા મળ્યા શબ

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં સતત વધારો, ટાઈફોઈડના કારણે 1 બાળકનું મોત થવાનો આક્ષેપ

આગળનો લેખ
Show comments