Dharma Sangrah

જો તમે આ રીતે ગૃહ પ્રવેશ (વાસ્તુ) નહી કરો તો...

Webdunia
શનિવાર, 9 માર્ચ 2019 (14:07 IST)
વાસ્તુ મનુષ્યના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ દરેક વ્યક્તિના જીવન પર પ્રભાવ નાખે છે. અસલમાં વાસ્તુ ઘર વગેરેના નિર્માણ કરવાનુ પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે. કેટલાક ઘરમાં જોવામાં આવે છે કે તેમના ઘરમાં વધુ ઝગડા થતા રહે છે કે પછી રોજ કોઈને કોઈ નુકશાન થતુ રહે છે.  કોઈપણ કાર્યને આગળ વધારવામાં મુશ્કેલીઓનો સામનો કરવો, ઘરમાં નકારાત્મકતા મહેસૂસ થવી વગેરે આ પરિસ્થિતિઓનુ કારણ વાસ્તુ પણ હોઈ શકે છે. 
 
ગૃહ પ્રવેશ વૈશાખ મહિનામાં કરનારાઓને ધન ધાન્યની કોઈ કમી રહેતી નથી. જે વ્યક્તિ પશુ અને પુત્ર સુખ ઈચ્છે છે એવી વ્યક્તિને પોતાના નવા મકાનમાં જેઠ મહિનામાં પ્રવેશ કરવો જોઈએ. બાકીના મહિના વાસ્તુ પૂજન અને ગૃહ પ્રવેશમાં સાધારણ ફળ આપનારા હોય છે.  ઘર ભલે પોતાનુ હોય કે પછી ભાડાનુ પણ કિંતુ ગૃહ પ્રવેશ થવો જ જોઈએ.  નહી તો આગળ જઈને ઘણી બધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.  પૂજા કર્યા વગર કે હવન કરાવ્યા વગર ઘરમાં પ્રવેશ કરવો વાસ્તુ દોષ કહેવાય છે. આને દૂર કરવા માટે પૂજા કરવામાં આવે છે.  આવુ કરવાથી બહા પ્રકારની નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે. 
માન્યતાઓ મુજબ મહા, ફાગણ, વૈશાખ, જેઠ મહિનો ગૃહ પ્રવેશ માટે સૌથી યોગ્ય બતાવ્યો છે.  જે ફાગણ મહિનામાં વાસ્તુ પૂજન કરવામાં આવે છે તેનાથી પુત્ર, પૌત્ર અને ધન પ્રાપ્તિ થાય છે. 
 
આ દરમિયાન ન કરો ગૃહપ્રવેશ 
 
અષાઢ, શ્રાવણ, ભાદરવો, અશ્વિન, પોષ આ બધા ગૃહ પ્રવેશ માટે શુભ નથી માનવામાં આવ્યા છે. ધનુ મીનના સૂર્ય મતલબ મલમાસમાં પણ નવા મકાનમાં પ્રવેશ ન કરવો જોઈએ. મંગળવારના દિવસે પણ ગૃહ પ્રવેશ કરવામાં આવી શકે છે.  વિધિપૂર્વક મંત્રોચ્ચાર કરીને જ ગૃહ પ્રવેશ કરવો જોઈએ. 
 
આ હિસાબથી કરવો જોઈએ ગૃહ પ્રવેશ - 
 
ગૃહ પ્રવેશ પહેલા વાસ્તુ શાંતિ કરાવવી શુભ હોય છે. આ માટે શુભ નક્ષત્ર વાર અને તિથિ આ પ્રકારને છે. 
 
શુભ વાર - સોમવાર-બુધવાર-ગુરૂવાર અને શુક્રવાર 
શુભ તિથિ - શુક્લપક્ષની દ્વિતીયા, તૃતીયા, પંચમી, સપ્તમી, દશમી, એકાદશી, દ્વાદશી અને ત્રયોદશી 
 
શુભ નક્ષત્ર - અશ્વિની, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, ઉત્તરફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, રોહિણી, રેવતી, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, સ્વાતિ, અનુરાધા અને મધા. 
 
અન્ય વિચાર - ચંદ્રબળ, લગ્ન શુદ્ધિ અને ભ્રદ્રાદિનો વિચાર કરી લેવો જોઈએ. 
ગૃહશાંતિ પૂજન ન કરાવવાથી આ નુકશાન થવાની શક્યતા.. 
 
- જે ઘરમાં પ્રવેશ કરાવતા પહેલા પૂજા નથી કરાવાતી તેમા હંમેશા ક્લેશ રહે છે. અને ઘરના સભ્યો વચ્ચે ઝગડો થાય છે. 
- ગૃહ પ્રવેશ ન થતા ઘરના લોકોના આરોગ્ય પર ખરાબ અસર પડે છે. જેના કારણે હંમેશા કોઈને કોઈ બીમારીથી ગ્રસ્તિ રહે છે. 
- જે ઘરમાં આ દોષ પેદા થાય છે એ ઘરમાં ક્યારેય બરકત રહેતી નથી. તેનાથી વિપરિત વધુ ખર્ચ રહેવા માંડે છે. 
- પૂજા કરાવ્યા વગર બ્રાહ્મણને ભોજન કરાવો ઘરમાં પ્રવેશ કરવો વર્જિત માનવામાં આવે ક હ્હે. આવા ગૃહમાં ક્યારેય પ્રવેશ ન કરવો જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Makar Rashi bhavishyafal 2026 - મકર રાશિફળ 2026

Kalana Village Stone Pelting - અમદાવાદના સાણંદતાલુકાના કલાણા ગામમાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પત્થરમારો, પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત

નવા વર્ષ પહેલા સરહદો પર હાઇ એલર્ટ; બહાદુર BSF સૈનિકો કડકડતી ઠંડીમાં પણ અડગ ઉભા છે

રાષ્ટ્રપતિ પુતિનના ઘરને યૂક્રેને બનાવ્યુ નિશાન ? PM મોદીએ બતાવી ચિંતા, કહ્યુ - આવા કોઈપણ કામથી બચો, ટ્રમ્પ પણ ભડક્યા

કોઈ એન્જિન નહીં, કોઈ સ્ટીલ નહીં, કોઈ ખીલા નહીં... ભારતીય નૌકાદળના અનોખા સમુદ્રી જહાજ INSV કૌંડિન્યાની વિશેષતાઓ જાણો.

આગળનો લેખ
Show comments