Biodata Maker

તમે પણ મુકો આ 14 વસ્તુઓ, જેને ઘરમાં રાખવાથી ધન વરસે છે

Webdunia
શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2015 (15:32 IST)
આર્થિક રૂપે તમે પરેશાન રહે છો તો ચિંતિત થવાને બદલે વાસ્તુ વિજ્ઞાનના આ ઉપાયોને અજમાવો જેનાથી તમારી આર્થિક પરેશાની દૂર થઈ શકે છે. 
 
વાસ્તુવિજ્ઞાનમાં શ્રી યંત્રને ખૂબ જ શુભફળદાયી બતાવાયુ છે. શ્રીયંત્ર દેવી લક્ષ્મીનુ યંત્ર છે. તેને ઘરમાં સ્થાપિત કરવાથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને નોકરી અને વ્યવસાયમાં આવનારી પરેશાનીઓ દૂર થાય છે. શ્રીયંત્ર જો પારદનુ હોય તો આ વધુ પ્રભાવશાળી રહે છે. ધન વૈભવ સંબંધી પરેશાનીઓને દૂર કરવા માટે અને ઘરની ઉન્નતિ માટે શુક્લપક્ષમાં કોઈ પણ શુક્રવારે કે પછી દીવાળીની રાત્રે પારદ શ્રીયંત્રને પૂજા સ્થાનમાં સ્થાપિત કરીને નિયમિત તેની પૂજા કરો. 
 
શંખને વાસ્તુ વિજ્ઞાન ઉપરાંત શાસ્ત્રોમાં પણ સુખ અને વૈભવ પ્રદાન કરનારુ બતાવાયુ છે. તેમા પણ પારદ શંખનુ અલગ જ મહત્વ છે. પારદ શંખને કુબેરનુ પ્રતિક માનવામાં આવે છે. કુબેર મહારાજ દેવતાઓના ખજાનચી છે. જે ઘરોમાં પારદનો શંખ હોય છે. એ ઘરમાં કુબેરની કૃપા કાયમ રહે છે. આ વાસ્તુ દોષ દૂર કરીને ધન વૃદ્ધિ કરે છે. 
 
ઘર કે ઓફિસ બનાવતી વખતે કેટલા પણ ઉપાય કરો તેમા કંઈક ને કંઈક તો વાસ્તુ દોષ તો રહી જ જાય છે.  વાસ્તુદોષના કારણે આકાશીય ઉર્જા પ્રભાવિત થાય છે. જેનાથી સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ પર પણ પ્રતિકૂળ અસર પડે  છે.  વાસ્તુ વિજ્ઞાનના મુજબ ઘરમાં પારદનો પિરામિડ રાખવાથી જાણે અજાણ્યે જે પણ દોષ હોય છે એ દૂર થાય છે અને ધન અને સ્વાસ્થ્ય સંબંધી બધા પ્રકારની પરેશાનીઓમાં લાભ મળે છે. 
 
લક્ષ્મી અને ગણેશને શુભ લાભ આપનારા માનવામાં આવે છે વાસ્તુ વિજ્ઞાન મુજબ ઘરમાં પારદના લક્ષ્મી ગણેશની મૂર્તિ મુકવાથી ધન આગમનમાં આવનારા બધા અવરોધો દૂર થાય છે. 
 
એવી માન્યતા છે કે ઘરમાં શિવલિંગ ન રાખવુ જોઈએ.  શિવલિંગ રાખવાથી ધન સ્વાસ્થ્ય અને અનેક બીજા પ્રકારની પરેશાની આવે છે. પણ એક શિવલિંગ છે જેને તમે ઘરમાં રાખશો તો ધન પણ વધશે અને ઉન્નતિ પણ થશે આ શિવલિંગ છે પારદનુ શિવલિંગ. 
 
દેવી લક્ષ્મીના ચરણની પૂજા ધન વૃદ્ધિ કારક માનવામાં આવે છે. તેથી લોકો પોતાના ઘરમાં લક્ષ્મીના ચરણે મુકે છે. પણ બીજા પ્રકારના ચરણની બદલે પારદના ચરણની પૂજા કરવામાં આવે તો આ અધિક ફળદાયી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે તેમને સ્થિર લક્ષ્મીને પ્રાપ્તિ થાય છે. 
 
વાસ્તુ વિજ્ઞાન મુજબ હનુમાનજીની પારદની મૂર્તિ ઘરમાં મુકવાથી શારીરિક અને માનસિક પરેશાનીઓ ઉપરાંત ઉપરી ચક્કરથી મુક્તિ મળે છે. તેનાથી શનિ અને રાહુના પ્રતિકૂળ પ્રભાવમાં કમી આવે છે. નિયમિત આની પૂજાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ પણ શક્ય છે. 
 
લાલ કિતાબમાં પારદની ગોળીને કેતુના પ્રતિકૂળ પ્રભાવથી રક્ષા કરનારો બતાવાયુ  છે. પારદની એક નાનકડી ગોળી હંમેશા તમારી પાસે રાખો. તેનાથી ખરાબ નજર અને જાદૂ ટોનાના પ્રભાવથી બચાવ થાય છે.  આ આકસ્મિક ઘટનાઓ અને દુર્ઘટનાઓથી પણ રક્ષા કરવામાં કારગર માનવામાં આવે છે. 
 
વિદ્યાર્થીઓ અને શિક્ષાના ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોએ પોતાના ઘરમાં સરસ્વતીની પારદ મૂર્તિ મુકવી જોઈએ.  કલા જગત સાથે જોડાયેલ લોકો માટે પણ દેવી સરસ્વતીની પારદ મૂર્તિ લાભપ્રદ હોય છે. આ બૌદ્ધિક અને સ્મરણ ક્ષમતાને વધારવાની સાથે કલાને નિખારવામાં પણ કારગર માનવામાં આવે છે. 
 
મા દુર્ગા બધા પ્રકારના ભયને દૂર કરનારી માનવામાં આવે છે. દેવી દુર્ગાની પારદ મૂર્તિ ઘરમાં મુકવાથી જમીન સંબંધી પરેશાનીયોમાંથી મુક્તિ મળે છે. વ્યક્તિ સંપત્તિવાન અને સુખી થાય છે. જેના ઘરમાં દેવીની પારદ મૂર્તિ હોય છે તેના ઘરમાં ચોરી અને ઉપરી ચક્કરનો ભય નથી રહેતો. 
 
પંચમુખી હનુમાનને ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. તંત્ર, મંત્ર, સિદ્ધિયો માટે હનુમાનજીના આ રૂપની આરાધના કરવામાં આવે છે.  વાસ્તુવિજ્ઞાન મુજબ પારદના બનેલ પંચમુખી હનુમાનની મૂર્તિ જે ઘરમાં હોય છે ત્યા આકસ્મિક ઘટનાઓ નથી થતી. ઉન્નતિના માર્ગમાં આવનારા અવરોધો દૂર થાય છે. ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. 
 
કુમાર કાર્તિકેય મંગલ ગ્રહનો સ્વામી છે. તેમની પારદની મૂર્તિ ઘરમાં મુકવાથી માંગલિક દોષથી પ્રભાવિત વ્યક્તિઓને લાભ મળે છે. કોર્ટ કચેરીના મામલે અને જમીન સંપત્તિના વિવાદોમાં પણ કાર્તિકેયની પારદ મૂર્તિ ફળદાયી હોય છે.  
 
ધન સંપત્તિમાં વૃદ્ધિ માટે તમે તમારા ઘરમાં દેવી લક્ષ્મીને  પારદના  પાટલા પર  મુકી શકો છો. પારદની લક્ષ્મી પાટલા પર મુકી શ્રીયંત્રની પૂજા કરવાથી દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં કાયમ ધન ધાન્ય ભરેલુ રહે છે.  
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ચાંદી 60% મોંઘી, 2.5 લાખથી રેકોર્ડ 4 લાખના પાર કિમંત, કેમ આટલી મોંઘી થઈ ચાંદી ? સમજો આખુ ગણિત

Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા

આવીને લાશ લઈ જાવો... દિલ્હીમાં ક્લર્ક પતિએ કમાંડો પત્નીને ડંબલથી મોતને ઘાટ ઉતારી, પછી સાળાને લગાવ્યો ફોન

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

Heavy Rainfall Alert - હવામાન વિભાગે આ ચાર રાજ્યોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી જારી કરી

Show comments