Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu for Kitchen: શુ તમારુ કિચન વાસ્તુ મુજબ યોગ્ય દિશામાં છે ? જાણો વાસ્તુ મુજબ કિચન કંઈ દિશામાં હોવુ જોઈએ.

Webdunia
મંગળવાર, 6 જૂન 2023 (11:38 IST)
Vastu Tips For Kitchen: વાસ્તુશાસ્ત્ર મુજબ જો ઘરના કોઈ ખૂણામાં વાસ્તુ દોષ છે તો રોગ, શોક અને પૈસાની બરબાદીનુ કારણ બની શકે છે. ઘરને સૌથી મહત્વપૂર્ણ સ્થાન કિચન અર્થાત રસોડુ હોય છે. આ એવુ સ્થાન છે જ્યા પરિવારના બધા સભ્યો માટે રસોઈ બને છે. તેમા ઉત્પન્ન થનારા નકારાત્મક પ્રભાવ ખાવાનુ બનાવનારાની સાથે સાથે આખા પરિવાર પર પણ પડે છે.  મોટુ અને ક્લટર ફ્રી રસોડુ સારા આરોગ્ય અને સુખ સમૃદ્ધિ માટે ખૂબ જરૂરી છે. ઘરને બનાવતી વખતે હંમેશા રસોડાની દિશાનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. જો રસોડાની દિશા યોગ્ય ન હોય તો તેની અસર ઘરની સુખ શાંતિ પર પણ પડે છે.  રસોડામાં રસોઈ બનાવતી વખતે મોઢુ પણ યોગ્ય દિશામાં હોવુ જોઈએ નહી તો આ ઘરમાં પરેશાનીઓનુ કારણ બની શકે છે. ઘરની કંઈ દિશામાં રસોડુ હોવુ જોઈએ અને ક્યા ગેસ સ્ટ્વ મુકવો જોઈએ આવો જાણીએ રસોડા સાથે જોડાયેલ કેટલીક વાસ્તુ ટિપ્સ 
 
 Kitchen direction રસોઈ ઘરની દિશા 
 
ઘરમાં પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને જળના તત્વોનુ યોગ્ય સંતુલન હોવુ જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ રસોઈ ઘરમાં આ પાંચ તત્વોનુ હોવુ ખૂબ જરૂરી છે. 
 
દક્ષિણ પૂર્વ ખૂણામાં રસોડાની દિશા હોવી જોઈએ. હંમેશા રસોઈ બનાવતી વખતે પૂર્વ દિશાની તરફ મોઢુ રાખવુ જોઈએ. 
 
ઘરના ઉત્તર-પશ્ચિમ ખૂણામાં રસોડાની સિંક હોવી જોઈએ 
 
વાસણોને ધોવા માટે પાણી અને જળ શોધક ઉત્તર-પૂર્વ દિશામાં હોવુ જોઈએ 
 
રસોડુ ખુલ્લુ અને હવાદાર હોવુ જોઈએ. તેમા યોગ્ય રોશની થવી ખૂબ જરૂરી છે. 
 
રસોડાની પશ્ચિમ અને દક્ષિણ દિશાની દિવાલો તરફ અનાજ મુકવાનુ સ્થાન અલગથી હોવુ જોઈએ 
 
 
Direction of gas stove ગેસ સ્ટ્વ મુકવાની દિશા 
 
રસોડાના દક્ષિણ પૂર્વ ખૂણામાં ગેસ સ્ટવ મુકવો જોઈએ
જમવાનુ બનાવતી વખતે હંમેશા મોઢાની સ્થિતિ પૂર્વ દિશામાં હોવી જોઈએ 
રસોડામાં અગ્નિ તત્વ હોવાને કારણે ગેસ સ્ટવ એ ખૂણામાં મુકવો જોઈએ, જ્યા અગ્નિના દેવતા હાજર હોય. 
જમવાનુ બનાવતી વખતે જો રસોઈ બનાવનારનુ મોઢી પશ્ચિમ દિશાની તરફ હોય છે તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ બની શકે છે. 
 

સંબંધિત સમાચાર

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

Dust Storm: દિલ્હી- NCR મા આંધી-તોફાનથી તબાહી જેવુ દ્રશ્ય, અનેક સ્થાન પર ઉખડ્યા ઝાડ, ઈમારતોને પણ નુકશાન, બે ના મોત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments