Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu for Home - નવુ ઘર બાંધી રહ્યા છો તો ધ્યાન રાખો આ વાસ્તુ ટિપ્સ

Webdunia
મંગળવાર, 13 ડિસેમ્બર 2022 (07:19 IST)
દરેકનુ સપનુ હોય છે કે તેમનુ પણ પોતાનુ ઘર બને. લોનની મદદથી તમે ઘર તો બનાવી લો પણ  એ ઘર તમને માફક પણ આવવુ જોઈએ. કારણ કે ઘણીવાર જોવા મળે છે કે ઘર લીધા પછી જો એ વાસ્તુ મુજબ ન હોય તો તમને આર્થિક અને શારીરિક બંને રીતે નુકશાન થાય છે. તો આવો જાણીએ ઘર બનાવતી વખતે કઈ વસ્તુઓનુ રાખવુ ધ્યાન.  
 
શૌચાલય પશ્ચિમ, ઉત્તર કે વાયવ્ય કોણમાં હોય અને તેનું નિર્માણ એ પ્રકારે હોય જેનો ઉપયોગ કરનારનું મુખ ઉત્તર કે દક્ષિણ તરફ રહે તથા ભોંય તળિયાનો ઢોળાવ ઉત્તર કે પૂર્વ દિશામાં કે ઈશાન કોણમાં રહે. શૌચાલયમાં આરસનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ.
 
બાથરૂમ પૂર્વ દિશામાં થઈને તેનું ભોંયતળીયું ઉત્તર, પૂર્વ કે ઈશાન કોણ તરફ રહે. તેનું દ્વાર દક્ષિણ દિશા તરફ ન હોવું જોઈએ. ત્યાં ગીઝર અગ્નિકોણમાં નળ, શાવર તથા વોશ બેસિન ઉત્તર પૂર્વ દિશામાં લગાવો. સ્નાન કરતી વખતે મુખ ઉત્તર કે પૂર્વ તરફ રાખો. બાથટબની સ્થિતિમાં પગ દક્ષિણ દિશા તરફ ન હોય. શૌચાલય કે સ્નાનાગારના દરવાજા ફક્ત ઉપયોગ સમયે જ ખોલો. નહીંતર તેને બંધ રાખો.
 
પૂજા કે આરાધના સ્થળ ઘરના ઈશાન કોણમાં જ બનાવવું જોઈએ. દક્ષિણ દિશામાં પૂજા ઘર હોવાના કારણે વિપરીત પ્રભાવ પણ જોવા મળે. પૂજાઘરમાં ઉત્તર કે પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું જોઈએ.
 
ડ્રોઈંગ રૂમનું નિર્માણ ઉત્તર કે વાયવ્ય કોણમાં બનાવવું જોઈએ. તેનો દરવાજો ઉત્તર કે પૂર્વ દિશામાં શુભ છે. આ રૂમનું ફર્નિચર, કબાટ વગેરેને નેઋત્ય દિશામાં રાખવા જોઈએ. કુલર, એશી વગેરેને પશ્ચિમ દિશામાં ટીવી વાયવ્યમાં તથા ટેલિફોન ઈશાન કોણમાં કે પૂર્વ કે ઉત્તરમાં રાખવા જોઈએ. આગંતુકોને સ્વાગત કરતી વખતે પોતાનું મુખ ઉત્તર થી પૂર્વ દિશામાં રાખો. એ વાતનું ધ્યાન રહે કે, ફર્નિચર આયાતાકાર અને વર્ગાકાર જ શુભ માનવામાં આવે છે.
 
સ્ટોર રૂમની સ્થિતિમાં મુખ ઉત્તર પૂર્વ દિશામાં હોય. ત્યાં અવાજ અને દૈનિક ઉપયોગની વસ્તુઓ રૂમમાં દક્ષિણ પશ્ચિમમાં રાખો. ગેસ સિલિંડર અગ્નિ કોણ તથા ઘી તેલ ઉત્યાદી દક્ષિણમાં તથા દૂધ- દહીં પૂર્વ તરફ રાખો. આ રૂમનોં ઉપયોગ બેડરૂમ તરીકે ન કરો.
 
અભ્યાસ કરવા માટેનો રૂમ ઉત્તર દિશામાં રાખવો જોઈએ. અભ્યાસ કરતી વખતે ઉત્તર કે પશ્ચિમ તરફ મુખ રાખીને બેસવું જોઈએ.
 
ગૃહ સ્વામીનો શયન કક્ષ દક્ષિણ ભાગમાં હોય. અવિવાહીતોના શયન કક્ષ ઉત્તર કે ઉત્તર પશ્ચિમમાં મધ્યમાં હોય. અવિવાહીત સભ્યો તથા અતિથિઓ માટે શયન કક્ષ વાયવ્ય કોણમાં હોય. પલંગ દક્ષિણ કે પૂર્વ દિશામાં રાખો તથા સુતી વખતે માથું કયારેય ઉત્તર તરફ ન રાખો.
 
અટેચ લેટ બાથરૂમ વાળી સ્થિતિમાં લેટ બાથ બેડરૂમ ઉત્તર પશ્ચિમમાં હોય. બેડરૂમમાં ભારે ફર્નિચર દક્ષિણ પશ્ચિમ કોણમાં રાખો. ટીવી, હીટર વગેરે અગ્નિકોણમાં રાખો. ડ્રેસિગ ટેબલ ઉત્તર કે પૂર્વમાં, રાઈટીંગ ટેબલ પશ્ચિમ દિશામાં રાખો. રૂપિયા પૈસા વગેરે કબાટના દક્ષિણ ભાગમાં રાખો. ધ્યાન રહે કે આ કબાટ ઉત્તર તરફ ખુલતો હોય. સેંટ સ્પ્રે વગેરે ક્યારેય પણ ધન સાથે ન રાખો.
 
કાર તથા અન્ય વાહનોના ગેરેજ માટે અગ્નિ કે વાયવ્ય કોણમાં ઉપયુક્ત છે. દ્રારમંડપનો ઢોળાવ ઉત્તર કે પૂર્વ તરફ રાખો. વાહનોને હંમેશા ઉત્તર કે પૂર્વ તરફ મુખ રાખીને ઉભા રાખો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

9 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર માતા લક્ષ્મીની કૃપા રહેશે

8 ફેબ્રુઆરીનું રાશીફળ - આજે આ 5 રાશિના જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

Vastu Tips: મીઠું ક્યારે ખરીદવું ક્યારે નહિ ? મીઠાને લગતી વાસ્તુ ટિપ્સ તમારા જીવનમાં લાવશે ફેરફાર

7 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે માતા લક્ષ્મીની કૃપા

6 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ 4 રાશીઓને અચાનક ધન લાભ થવાની શક્યતા

આગળનો લેખ
Show comments