Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ તમારુ મકાન તમારે માટે ફળદાયી નથી ? તો કરો આ ઉપાય

Webdunia
ગુરુવાર, 19 મે 2016 (10:14 IST)
હંમેશા વિધ્નહર્તા ગણપતિ ભગવાન બધાની કામના પૂરી કરતા આવ્યા છે. જો તમે નવુ મકાન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો અને તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે તો તમે નિમ્ન ઉપાય અજમાવો. ભગવાન ગણેશ તમારી બધી સમસ્યાઓને દૂર કરીને તમને નવુ મકાન અપાવવામાં જરૂર મદદ કરશે. 

 
 
ગણપતિજીનો બીજો મંત્ર 'ગ' છે આ અક્ષરના મંત્રનો જપ કરવાથી બધી કામનાઓ પૂર્ણ થાય છે. ષડાક્ષર મંત્રનો જાપ આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિ આપનાર છે. 
 
* 'ૐ ગ ગણપતયે નમ:' 
* 'ૐ શ્રી વિઘ્નેશ્વાર્ય નમ:' 
* 'ૐ શ્રી ગણેશાય નમ:' 
* 'નિર્હન્યાસ નમ:, અવિનાય નમ: 
 
જેવા મંત્રોથી યુક્ત વિધ્નહર્તા ભગવાન ગણપતિની મૂર્તિ એ ઘરમાં સ્થાપિત કરવી જોઈએ, જેના ઘરમાં હંમેશા આર્થિક મુશ્કેલી, કંકાસ, વિધ્ન, અશાંતિ, ક્લેશ, તણાવ, માનસિક સંતાપ વગેરે દુર્ગુણનો વાસ હોય છે. તેમણે પણ આ મંત્રોનો જાપ કરવો જોઈએ. 
 
જો ખરીદેલુ નવુ મકાન તમારા માટે ફળદાયી નથી - જે નવા ઘરમાં પ્રવેશ કર્યા પછી પતિ-પત્નીમાં તણાવ, બાળકોમાં અશાંતિનો દોષ જોવા મળે છે, તો આવા ઘરમાં શ્રીગણેશની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. આવુ કરવાથી શીઘ્ર ચમત્કાર થશે અને તમારું નવુ ઘર અનેક ખુશીઓ લઈને આવશે. 
 
સાથે જ ધનદાયક ગણપતિની મૂર્તિની સાથે શ્રીપતયે નમ:, રત્નસિંહાસનાય નમ:, મમિકુંડલમડિતાય નમ:, મહાલક્ષ્મી પ્રિયતમાય નમ:, સિદ્ધ લક્ષ્મી મનોરપ્રાય નમ: લક્ષધીશ પ્રિયાય નમ:, કોટિઘીશ્વરાય નમ: જેવા મંત્રોનો ઉચ્ચાર થાય છે. આવા મંત્રોનો જાપ કરીને તમે સંપત્તિવાન બનશો અને સાથે સાથે તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે.
 

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

સાપ્તાહિક રાશિફળ - : આ અઠવાડિયે માતા લક્ષ્મીની કૃપથી આ રાશિઓની તિજોરી ભરી જશે તમારી સ્થિતિ

27 ઓક્ટોબરનુ રાશિફળ - આજનો દિવસ આ જાતકો માટે સારા સમાચાર લઈને આવ્યો છે

26 ઓક્ટોબરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા, બની જશે બગડેલા કામ

25 ઓક્ટોબરનું રાશિફળ - આ 6 રાશિના લોકોને બિઝનેસમાં મળશે અપાર સફળતા, દેવી લક્ષ્મી વરસાવશે આશીર્વાદ.

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

આગળનો લેખ
Show comments