Festival Posters

Tulsi Vastu Tips: આ દિવસે ઘરમાં તુલસી લગાવવાથી પ્રસન્ન થશે માતા લક્ષ્મી, ચારેબાજુથી થશે ધન વર્ષા

Webdunia
સોમવાર, 24 ઑક્ટોબર 2022 (10:53 IST)
હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે. 
 
Tulsi Worship
Tulsi Vastu Tips: હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ સૌથી પવિત્ર માનવામા આવે છે. આ છોડમાં મા લક્ષ્મી અને વિષ્ણુ જીનો વાસ રહે છે. એવુ કહેવાય છે કે જે ઘરમાં આ છોડ હોય છે ત્યા હંમેશા સુખ સમૃદ્ધિ કાયમ રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ તુલસીનો છોડ ખૂબ જ મહત્વનો છે. માન્યતા છે કે વાસ્તુ મુજબ તુલસીના છોડને આ શુભ દિવસે ઘરમાં લગાવવાથી મા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી.  ચાલો જાણીએ કે તુલસીનો છોડ ઘરમાં ક્યારે લગાવવો જોઈએ.  
 
આ દિવસે લગાવો તુલસીનો છોડ 
 
હિન્દુ ધર્મ શાસ્ત્ર અને વાસ્તુ અનુસાર ગુરુવારે ઘરમાં તુલસીનો છોડ લગાવવો સૌથી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગુરુવાર ભગવાન વિષ્ણુનો દિવસ છે અને તુલસીને વિષ્ણુ પ્રિયા તરીકે પૂજવામાં આવે છે. તેથી જો તમે આ દિવસે ઘરમાં તુલસીનો છોડ લગાવો છો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે. હિંદુ પંચાંગ અનુસાર કારતક માસને આ છોડ વાવવા માટે સૌથી શુભ માનવામાં આવે છે. આ મહિના દરમિયાન તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે અને તેની સામે દીવો પ્રગટાવવામાં આવે છે.
 
આ દિવસે બિલકુલ પણ તુલસીને સ્પર્શ ન કરવો  
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર એકાદશી અને રવિવારે પણ તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. તેથી આ દિવસે ઘરમાં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે તુલસીને નિયમિતપણે જળ અર્પણ કરવું જોઈએ, પરંતુ રવિવાર અને એકાદશીના દિવસે તુલસીને જળ ચઢાવવું જોઈએ નહીં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

IMD weather alert- દિલ્હી NCR સહિત 15 રાજ્યોમાં ઠંડા ધુમ્મસનો બેવડો હુમલો, IMD નું અપડેટ જાણો

"તમારી બે પત્નીઓ , મારી એક પણ નથી," ગુસ્સામાં એક દીકરાએ પોતાના પિતાની હત્યા કરી નાખી.

દિલ્હીના તુર્કમાન ગેટ હિંસા કેસમાં વધુ બેની ધરપકડ, કુલ 18 થઈ

સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યા; દિલ્હી અને મુંબઈ માટે 24K અને 22K ભાવ તપાસો

મૌની બાબા માઘ મેળામાં 11 ફૂટ ઊંચા રુદ્રાક્ષનું શિવલિંગ બનાવશે, કાશી અને મથુરામાં મંદિરો બનાવવાનું વચન આપશે.

આગળનો લેખ
Show comments