rashifal-2026

વાસ્તુ ટિપ્સ - શુ આપ જાણો છો ભૂમિ પૂજન દરમિયાન શેષનાગની પૂજા કેમ કરવામાં આવે છે ?

Webdunia
મંગળવાર, 24 એપ્રિલ 2018 (07:47 IST)
આમ જ નથી કરાતી નાગની પૂજા 
 
તમે જોયું હશે કે જ્યારે કોઈ માણસ ખાલી સ્થાન પર ઘર બનાવાનું કામ શરૂ કરે છે . તો પાયો નાખતા પહેલા ભૂમિ પૂજન અવશ્ય કરાવે છે. 
 
ભૂમિ પૂજનમાં ચાંદીના નાગ અને કળશની પૂજા થાય છે. એના પાછળ એવી માન્યતા છે કે જેને જાણીને તમે પણ કહેશો કે એમ જ નથી કરતા લોકો નાગની પૂજા 
 
ચાંદીના નાગની પૂજાનો ઉદ્દેશય 
 
વાસ્તુ વિજ્ઞાન અને શાસ્ત્રોનું મત છે કે ભૂમિના નીચે પાતાળલોક છે જેના સ્વામી ભગવાન વિષ્ણુના સેવક શેષનાગ ભગવાન છે . એમણે પોતાના ફેન પર પૃથ્વીને ઉઠાવી રાખી છે. ભૂમિ પૂજન સમયે પાયામાં ચાંદીના સાંપની પૂજાનો ઉદ્દેશ્ય શેષનાગના આશીર્વાદ મેળવવાનો છે.  
પાયામાં નાગની પુજા કરવાથી એવુ મનાય છે કે જે રીતે શેષનાગે પૃથ્વીને સંભાળી રાખી છે તે જ રીતે શેષનાગ એમના ભવનને પણ સંભાળી રાખે. ભવન સુરક્ષિત અને દીર્ધાયું રહેશે. 
 
ભૂમિ પૂજનમાં કળશનું મહત્વ 
 
ભૂમિ પૂજનમાં કળશ રાખવા પાછળ આ આસ્થા અને વિશ્વાસ કામ કરે છે કે આનાથી શેષનાગ ભગવાનની કૃપા પ્રાપ્ત થશે. શાસ્ત્રોના મતે શેષનાગ ક્ષીર સાગરમાં રહે છે. આથી કળશમાં દૂધ દહીં ઘી નાખીને શેષનાગનું આહવાન મંત્રો દ્વ્રારા કળશમાં કરાય છે.  જેથી શેષનાગ ભગવાનનો પ્રત્યક્ષ આશીર્વાદ મળે. 
કળશમાં સિક્કો અને સોપારી નાખી એવુ માનવામાં આવે છે કે લક્ષ્મી અને ગણેશની કૃપા પ્રાપ્ત થશે. કળશને બ્રહ્માનું  પ્રતીક અને વિષ્ણુંનું સ્વરૂપ માનીને તેમની પ્રાર્થના કરાય છે કે દેવી લક્ષ્મી સાથે આ ભૂમિ પર વિરાજમાન રહે અને શેષનાગ ભૂમિ પર બનેલા ઘરને હમેશા સહારો આપતા રહે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

New Labour Code 2025: સેલેરી ગ્રેચ્યુટીથી લઈને કામના કલાક સુધી, નવા લેબર કોડમાં થયા આ 10 ફેરફાર, જો તમે જોબ કરો છો તો તમારે જાણવા ખૂબ જરૂરી

ભાડ મા જા... મહિકા શર્મા સાથે ડેટ પર ગયેલા હાર્દિક પંડ્યા સાથે ફૈનની ગેરવર્તણૂંક, ક્રિકેટરે જીત્યુ દિલ c

ભારતમાં એક ગામ જ્યાં સાંજે 7 વાગ્યે સાયરન વાગે છે, જેના કારણે લોકો અઢી કલાક સુધી ફોનનો ઉપયોગ કરી શકતા નથી.

મંત્રીમંડળ પછી અને ન્યૂ ઈયર પહેલા દાદાને મળી નવી ટીમ, ગુજરાત CMO માં નવા ઓફિસરો નિમવાની પાછળ શુ છે કારણ ?

વિદ્યાર્થીઓને હોમવર્ક ન કરવા બદલ ઠંડીમાં નગ્ન કરી ઊભા રાખ્યા, હિન્દુ સંગઠનોએ સેન્ટ એન્જલ સ્કૂલ સામે કાર્યવાહીની માંગ કરી

આગળનો લેખ
Show comments