Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુશાસ્ત્રમાં ગણપતિ-2( see Video)

Webdunia
વિધ્નહર્તા ગણપતિ : ' નિર્હન્યાય નમ:', અવિનાય નમ: જેવા મંત્રોથી યુક્ત વિધ્નહર્તા ભગવાન ગણપતિની પ્રતિમા તેવા ઘરોમાં સ્થાપિત કરવી જોઈએ જે ઘરોમાં ઝઘડો, કંકાસ, કલેશ, વિધ્ન, અશાંતિ, તણાવ, માનસિક તાણ વગેરે દુર્ગુણ રહેતા હોય. પતિ-પત્ની વચ્ચે મનભેદ, બાળકોમાં અશાંતિનો દોષ મળી આવે છે. આવા ઘરમાં પ્રવેશ દ્વાર પર મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. તમે ઝડપથી ચમત્કાર જોઈ શકશો.

વિદ્યા પ્રદાયક ગણપતિ : એવા ઘરોમાં જ્યાં બાળકો ભણતા ન હોય અથવા ઉદ્દંડ હોય, ભણવાથી દૂર ભાગતાં હોય, મોટાઓની ઈજ્જત ન કરતાં હોય, ગુરુજનોનો આદર ન કરતાં હોય, એવા બાળકોમાં ભણવા પ્રત્યે રસ ઉત્પન્ન કરવા માટે ગૃહ સ્વામીએ વિદ્યા પ્રદાયક ગણપતિને પોતાના ઘરના પ્રવેશદ્વાર પર સ્થાપિત કરવા જોઈએ. આ પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાની સાથે સાથે જ્ઞાન રૂપાય નમ:, વિદ્યા નિયાર્ય નમ:, વિદ્યા ધનાય નમ: તેમજ જ્ઞાનમુદ્રાવતે નમ: જેવા મંત્રોનું ઉચ્ચારણ બાળકોમાં જીજ્ઞાસાવૃત્તિ ઉત્પન્ન કરે છે. શુભ મુહુર્તમાં પ્રતિમા સ્થાપિત કરવાથી ઝડપી પરિણામ જોવા મળશે.

વિવાહ વિનાયક : ગણપતિના આ સ્વરૂપનું આહ્વાન તે ઘરોમાં વિધિ-વિધાનપૂર્વક થાય છે, જે ઘરોમાં બાળકોનો સંબંધ ઝડપથી ન થતો હોય અથવા તેવા બાળકો જેઓ લગ્નથી વંચિત રહે છે, વધારે ઉંમર હોવા છતાં પણ લગ્નમાં રૂકાવટ આવે, ક્યારેક મનગમતો વર ન મળતો હોય વગેરે જેવી મુશ્કેલીઓનું નિવારણ વિવાહ વિનાયક ગણપતિની મંત્રયુક્ત પ્રતિમા દ્વારા શક્ય છે. પ્રતિભા પર 'કામની કાન્તકાંશ્રયે નમ:, સકલ કામપ્રદાયક નમ:, કામદાય નમ:' જેવા મંત્રોનો સંપુટ લાગેલ છે.

ધનદાયક ગણપતિ : આજે દરેક વ્યક્તિ ધનાઢ્ય થવા માંગે છે. એટલા માટે તેવા ઘરોમાં ગણપતિના આ સ્વરૂપવાળી પ્રતિમાને મંત્રો વડે ઉચ્ચારિત કરીને સ્થાપિત કરવામાં આવે છે, જેથી કરીને તેવા ઘરોમાં દરિદ્રતાનો નાશ થાય અને સુખ-સમૃદ્ધિ તેમજ શાંતિનું વાતાવરણ કાયમ થાય. ધનદાયક ગણપતિની પ્રતિમાની સાથે શ્રીપતયે નમ:, રત્નસિંહાસનાય નમ:, મમિકુંડલમંડિયાત નમ:, મહાલક્ષ્મી પ્રિયતમાય નમ:, લક્ષ્મી મનોરપ્રાય નમ:, લક્ષાધીશ પ્રિયાય નમ:, કોટિધિશ્વરાય નમ: જેવા મંત્રોનું ઉચ્ચારણ થાય છે.

ચિંતાનાશક ગણપતિ : જે ઘરોમાં તણાવ અને ચિંતા રહે છે, એવા ઘરોમાં ચિંતાનાશક ગણપતિની પ્રતિમાને ચિંતામણિ ચર્વણલાલ સાથ નમ: જેવા મંત્રોનું ઉચ્ચારણ કરાવીને સ્થાપિત કરવી જોઈએ.

સિદ્ધનાયક ગણપતિ : કાર્યમાં સફળતા તેમજ સુખ સાધનોની પૂર્તિ માટે સિદ્ધવેદાય નમ:, સિદ્ધિવિનાયકાય નમ:, સિદ્ધિપ્રદાયકાય નમ: જેવા મંત્રોથી યુક્ત સિદ્ધિદાયક ગણપતિને ઘરમાં લાવવા જોઈએ.

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments