Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂજાઘર - મનને શાંતિ આપનારુ સ્થાન

Webdunia
W.D
આપણુ પોતાનુ ઘર હોવાનું સપનું જ્યારે સાકાર થાય ત્યારે થનારો આનંદ અનેરો હોય છે. જ્યાં ઘર હોય ત્યાં ભગવાનનું મંદિર પણ હોય જ. કારણકે ભગવાનનું ઘર હોય ત્યારે જ તો આપણે પૂજા, આરતી, આરાધના, આપણી શ્રધ્ધા-ભક્તિ વ્યક્ત કરી શકીએ.

ઘરની વિશેષ કરીને સંયુક્ત કુંટુંબમાં દેવઘરનું વિશેષ સ્થાન હોય છે. દરેક સ્ત્રીનું સપનું હોય છે કે તેના ઘરમાં એક નાનકડું સ્થાન ભગવાન માટે પણ હોય. દેવઘર એટલે ઘરની શાંતિ, સમૃધ્ધિના પ્રતિક મનાય છે. વાસ્તુશાસ્ત્રનો આધાર લઈને દેવઘરની યોજના કરવાથી શાસ્ત્રીય અધિષ્ઠાનનો જ લાભ થાય છે. સૌ પ્રથમ દિશા નક્કી કરવી. દેવઘર કે પૂજાઘર ઘરના ઈશાન ખૂણામાં મૂકવું શુભ મનાય છે.

દેવઘરમાં પરમેશ્વરની મૂર્તિ, પૂરબ કે પશ્ચિમ દિશામાં હોય તેનું ધ્યાન રાખવુ. દેવઘરમાં ગણપતિ, શ્રી લક્ષ્મી અને સરસ્વતીની ઉભી મૂર્તિ મૂકવી ટાળવી. નરસિંહ અને દુર્ગા દેવી કે દેવતાની સ્થાપના દક્ષિણકાળમાં કરવી. પૂજાઘરમાં દેવતાને કદી પણ ક્રોધિત મુકવા નહી. આ સાથે સાથે તૂટેલી મૂર્તિ મુકવી નહી. દેવઘરનો દરવાજો એકદમ ઉત્તર કે પૂર્વ દિશામાં મુકવો.

ઘરની ઈમારત એક કરતા વધુ માળની હોય તો પૂજાઘર નીચેના માળે હોય તે વધુ સારુ. પૂજાઘરમાં રંગકામ કરતા સમયે અધિક ધ્યાન આપવું. પૂજાઘર માટે મૂલ્યવાન પત્થર વાપરવામાં આવે છે. પૂજાઘર માટે પીળો કે સફેદ રંગ શુભ સમજવામાં આવે છે. પૂજાઘરમાં ચંપલ મૂકવી નહી. નહી તો કુંટુંબમાં કલેશ, ઝઘડો, વધવાની શક્યતા રહે છે. દેવઘરમાં કોઈપણ પ્રકારની ફાલતું કે ભંગારની વસ્તુઓ મૂકવી નહી. પૂજાઘરની નજીક, ઉપર અથવા નીચે સ્વચ્છતાનું ધ્યાન રાખવું.

જરૂર વાંચો

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

વધુ જુઓ..

નવીનતમ

23 December - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે કૃપા

સાપ્તાહિક રાશિફળ - : આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

22 December 2024 રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે સૂર્ય ભગવાનની કૃપા, મળશે ખુશીના સમાચાર

Aaj Nu Rashifal 21 December 2024: આજે આ રાશિઓ પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક મળશે ગુડ ન્યુઝ

Jyotish Upay: 2025 ની શરૂઆત પહેલા જ તમારી રાશી મુજબ કરી લો આ કામ, નવા વર્ષમાં વધતું રહેશે બેંક બેલેન્સ

Show comments