Webdunia - Bharat's app for daily news and videos

Install App

વસંતપંચમી એટલે જ્ઞાન, વિદ્યાનું પંચામૃત

Webdunia
ઋતુઓની રાણી વસંતના આગમનની સાથે જ જાણે કે ધરતી ખીલી ઉઠે છે. પ્રકૃતિના આ મહોત્સવ સાથે જ્ઞાન અને વિદ્યાની દેવી મા શારદાનો સંગમ છે. વસંત પંચમીના પર્વને ઉજવવા પાછળનું કારણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની જ્યંતિ હોવાનું પણ માનવામાં આવે છે. કહેવાય છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરીત થયા હતા. વસંતના ફૂલ, ચંદ્રમા અને તુષાર જેવો તેમનો રંગ હતો. 
 
વસંત પંચમીના દિવસે માતા શારદાની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીની પૂજાથી પ્રાપ્ત થતા જ્ઞાન અને કળાના સમાવેશથી મનુષ્યના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મહા મહિનાની સુદ પાંચમે સૌથી પહેલાં શ્રીકૃષ્ણએ દેવી સરસ્વતીનું પૂજન કર્યું હતું. ત્યારથી સરસ્વતી પૂજનનું પ્રચલન વસંત પંચમીના દિવસે ઉજવવાની પરંપરા ચાલતી આવે છે.

સરસ્વતીએ પોતાના ચાતુર્યથી રાક્ષસરાજ કુંભકર્ણથી દેવોને બચાવ્યાં હતાં. તેમની એક મનોરમ કથા વાલ્મીકીના ઉત્તરાખંડમાં આવે છે. કહેવાય છે કે દેવીનું વરદાન મેળવવા માટે કુંભકર્ણે દસ હજાર વર્ષ સુધી ગોર્વણમાં ઘોર તપસ્યા કરી હતી. જ્યારે બ્રહ્મા પ્રસન્ન થઈને તેમને વરદાન આપવા લાગ્યા ત્યારે દેવોએ તેમને વિનંતી કરી કે આ દાનવ છે અને વરદાન મેળવ્યાં બાદ તે વધારે ઉન્મત્ત થઈ જશે. ત્યારે બ્રહ્માએ સરસ્વતીનું સ્મરણ કર્યું. સરસ્વતી રાક્ષસની જીભ પર સવાર થઈ ગયાં.

સરસ્વતીના પ્રભાવથી કુંભકર્ણે કહ્યું કે 'સ્વપ્ન વર્ષાવ્યનેકાન િ। દેવ દેવ મમાપ્સિન મ। ' એટલે કે હું વર્ષો સુધી સુતો રહું તેવી મારી ઈચ્છા છે. આ રીતે દેવોને બચાવવાથી સરસ્વતી વધારે પૂજ્ય બન્યા. મધ્યપ્રદેશમાં મેહરની અંદર આલ્હા દ્વારા બનાવેલ સરસ્વતી દેવીનું પ્રાચીન મંદિર આવેલું છે. લોકોનો વિશ્વાસ છે કે આલ્હા આજે પણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતી પૂજા કરવા અહીંયા આવે છે.

એક લોકવાયકા અનુસાર પ્રાચીનકાળમાં ગુરૂના શ્રાપથી યાજ્ઞવલ્ક્ય મુનિની વિદ્યા નષ્ટ થઈ ગઈ હતી. તેમણે સરસ્વતીની પૂજા કરી. ત્યાર બાદ સરસ્વતીની કૃપાથી તેમની સ્મરણશક્તિ પાછી આવી હતી. વસંટ પંચમીના દિવસે ઋષિએ પોતાની વિદ્યા પાછી મેળવી હતી. આપણા પૌરાણિક ગ્રંથોમાં વાગ્દેવી સરસ્વતીના શાસ્ત્રોક્ત રૂપ- સ્વરૂપોનું વિશાળ વર્ણન મળે છે. ઋગ્વેદમાં વિદ્યાની દેવીને એક પવિત્ર સરિતના રૂપમાં વર્ણિત કરવામાં આવી છે.

પૌરાણિક ઉલ્લેખ મળે છે કે દેવી મહાલક્ષ્મીથી જે તેમનું સત્વ પ્રધાન રૂપ ઉત્પન્ન થયું દેવીનું તે સ્વરૂપ સરસ્વતીના નામે ઓળખાયું. દેવગર્ભા દેવી સરસ્વતી ચંદ્રમાને સમાન શ્વેત તેમજ અયુધોમાં અક્ષમાલા, અંકુશ, વીણા સહિત પુસ્તક ધારણ કરેલ દર્શાવી છે. બુલંદખેડાના કવિ મઘુએ માઁ શારદાનું વર્ણન આ રીતે કર્યું છે.
' ટેર યો મધુને જબ જનની કહી
હૈ અનુરક્ત સુભક્ત અધીના
પાંચ પયાદે પ્રમોદ પગી ચલી
હે સહુ કો નીજ સંગ ન લીના
ધાય કે આય ગઈ અતિ આતુર
ચાર ભુજાયો સજાય પ્રવીણા
એક મે પંકજ એક મે પુસ્તક
એક મે લેખની એક મે બીના'.

મહાભારતમાં દેવી સરસ્વતીને શ્વેત વર્ણવાળી, શ્વેત કમળ પર આસીન તેમજ વીણા અક્ષમાળા તેમજ પુસ્તક ધારણ સ્વરૂપ રચવાનો નિર્દેશ આપ્યો છે. તે વખતે નિર્દેશોને અનુસાર જ કલાકારોએ વાગ્દેવીને વિવિધ શાસ્ત્રસમ્મત રૂપોને પાષાણ અને ચિત્રોમાં અંકિત કરી હતી.

સંબંધિત સમાચાર

અભિનેતા પંકજ ત્રિપાઠીના બનેવીનું અકસ્માતમાં મોત

સુનીલ શેટ્ટીએ જમાઈ કેએલ રાહુલને ખાસ અંદાજમાં કર્યુ બર્થડે વિશ, બોલ્યા હુ બતાવી નથી શકતો કે..

આમિર ખાન પછી હવે એક્ટર રણવીર સિંહ વીડિયો વાયરલ - પોલીટિકલ પાર્ટીને સપોર્ટ કરતા જોવા મળ્યા, ચૂંટણી પહેલા ચાલી રહ્યુ છે ફેક પ્રમોશન

ED એ શિલ્પા શેટ્ટીનો ફ્લેટ કર્યો જપ્ત, રાજ કુંદ્રનો બંગલો અને શેયર પણ સામેલ, મની લૉંડ્રિંગ કેસમાં 97 કરોડની પ્રોપર્ટી અટેચ

'લતા દીનાનાથ મંગેશકર' એવોર્ડથી સન્માનિત થશે અમિતાભ બચ્ચન, આ કારણે આપવામાં આવી રહ્યો છે આ પુરસ્કાર

Teacher students jokes- સૌથી વધુ નશો

રમૂજ હાસ્ય

જોક્સ- સ્કૂટર સ્ટેંડ

Jokes- પહેલી બે વર્ષની, બીજી અઢી વર્ષની હતી અને ત્રીજી ત્રણ વર્ષની છે.

જોક્સ ચંપલને મિક્સ

આગળનો લેખ
Show comments