Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેલેન્ટાઈન વિકની શરૂઆત અને રોઝ ડેની ઉજવણી, તો આવો જાણીએ દરેક રંગના ગુલાબ પાછળ છુપાયેલો મતલબ

Webdunia
મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (14:21 IST)
આજે ૭ ફેબ્રુઆરીએ વિશ્વભરમાં રોઝ ડે મનાવવામાં આવી રહ્યો છે. વિશ્વમાં 'રોઝ ડે 'ના દિવસે પોતાની મનગમતી વ્યક્તિને ગુલાબનું પુષ્પ ભેટ આપવામાં આવે છે. મનગમતી વ્યક્તિ પ્રત્યે મનની લાગણી વ્યક્ત કરવાનો આ સર્વ શ્રેષ્ઠ દિવસ છે. વિવિધ રંગમાં ઉપલબ્ધ ગુલાબ અલગ અલગ સંબંધોને માટે વાપરવામાં આવે છે. લેટિન શબ્દ રોઝા ઉપરથી રોઝ શબ્દ આવ્યો છે. જેને ગુજરાતીમાં ગુલાબ તરીકે આપણે ઓળખીએ છીએ. પુષ્પોની રાજા તરીકે ગુલાબની ઓળખ થાય છે. વિશ્વના ઘણા ભાગોમાં જંગલી ગુલાબ ઊગતા જોવા મળે છે. તો આવો જાણીએ શું છે રોઝ ડે પર દરેક રંગના ગુલાબ પાછળ છુપાયેલ એક મતલબ
.

 રેડ  - વ્યક્તિ પ્રત્યે પ્યાર વ્યક્ત કરવાનો સરળ રસ્તો મનાય છે. કોઈ વ્યક્તિ પ્રત્યે માન વ્યક્ત કરવું, પ્રશંસા કરવા કે નિષ્ઠા દર્શાવવા માટે લાલ ગુલાબ આપવામાં આવે છે. ૧૨ ગુલાબનો ગુચ્છ ભેટ આપવામાં આવે ત્યારે તેની પાછળ પ્યારનો એકરાર છુપાયેલ છે.

વ્હાઈટ - શાંતિ અને સુલેહનું પ્રતીક ગણવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં નવોઢા ચર્ચમાં પરણવા જાય ત્યારે સફેદ ગુલાબનો ગુલદસ્તો હાથમાં રાખે છે. મનદુ:ખ થયું હોય, વર્ષોથી અબોલા હોય કે ભૂલની માફી માગવા સફેદ ગુલાબ ભેટ આપીને મિત્રતાનો હાથ લંબાવવામાં આવે છે.

પર્પલ  - પહેલી નજરે જોતાં જ કોઈ ગમી જાય (લવ એટ ફર્સ્ટ સાઈટ) તેવી વ્યક્તિની પાસે પ્યારનો એકરાર કરવા માટે જાંબલી ગુલાબ આપવાનો રિવાજ છે.

 ઓરેંજ  - પીળું ગુલાબ સૂરજની રોશનીનું પ્રતીક ગણાય છે. તો ઓરેંજ ગુલાબ અગ્નિના પ્રકાશનું પ્રતીક ગણવામાં આવે છે. કોઈના પ્રત્યે આકર્ષણ વ્યક્ત કરવા માટે ભેટ આપવામાં આવે છે.

બ્લૂ  - જ્યારે કોઈ વ્યક્તિનો પ્યાર એક તરફી હોય ત્યારે 'હું તને મેળવી શકતો નથી, પણ તારા વિચારો કરવાનું પણ હું છોડી શકતો નથી'. તેમ દર્શાવવા માટે ભૂરા ગુલાબની ભેટ આપવામાં આવે છે.

ગ્રીન  - એકબીજા પ્રત્યે સંવાદિતા, શાંતિ દર્શાવવા, ઝડપી સ્વાસ્થ્યના સુધારા માટે લીલા ગુલાબનો ગુલદસ્તો આપવામાં આવે છે.

પિંક  - ગુલાબી ગુલાબમાં વિવિધ રંગ જોવા મળે છે, જીવનમાં ઉત્સાહ અને પ્રિય વ્યક્તિની ખુશી માટે આપવામાં આવે છે.

યલો  - મિત્રતા દર્શાવવાનો અને મિત્રતાને મજબૂત બનાવવા માટે આપવામાં આવે છે. પીળું ગુલાબ વિપુલતા અને સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે.

 બ્લેક  - જ્યારે સંબંધો કપાઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કાળા ગુલાબ ભેટ આપવામાં આવે છે.
કલરિંગ  રંગબેરંગી ગુલાબનો ગુલદસ્તો આપવાથી વિવિધ લાગણીઓનું મિશ્રણ દર્શાવવામાં આવે છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments