Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રેમ માટે 'હૂં' નો હૂંકાર છોડો !

શૂન્ય બનીને જ પામી શકશો સાચો પ્રેમ

જનકસિંહ ઝાલા
શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2010 (15:15 IST)
ND
N.D
દુનિયાનો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેને સાચો પ્રેમ મળે, તેમ છતાં પણ આજની દુનિયામાં ખુદના માટે યોગ્ય પુરૂષ અથવા તો યોગ્ય સ્ત્રી શોધવાનું કામ ઘણું કઠીન બની ગયું છે. કેટલાક લોકોને યોગ્ય જીવનસાથી શોધવામાં વર્ષો વીતી જાય છે તો કેટલાક એક ક્ષણમાં તેને શોધી લે છે. જેને પહેલી નજરનો પ્રેમ કહેવામાં આવે છે. જે લોકો થોડી વાર લગાડે છે તેઓ કદાચ એ પ્રકારના લોકો છે જેમને દરેક વસ્તુઓને સ્વીકારવા માટે આગળીનો ટકોરો મારવાની આદત છે.

ટકોરો મારીને સ્વીકાર.. આ શબ્દ કદાચ આપના માટે નવો લાગે તેથી તેનું વિસ્તૃતમાં વર્ણન કરી રહ્યો છું. તમે ક્યારેય કુંભારના ઘરે ગયાં છો ખરા ? જો તમે ત્યાં ગયો હશો તો તમને ખબર હશે કે, એ કુંભાર પાસેથી માટલાની ખરીદી કરવા માટે આવેલી તે મહિલાઓ પહેલા તે માટલાને ઉંઘુ કરીને તેને આગળી વડે ટકોરો મારે છે. આ એ જ મહિલાઓ છે જે ભગવાન માટેની અગરબતી ખરીદતી વેળાએ પણ પહેલા પોતાના નાક વડે તેને સુંઘે છે. માત્ર મહિલાઓ જ નહીં પુરૂષોમાં પણ આ પ્રકારની વૃતિ જોવા મળે છે. તમામ વસ્તુઓની ખરીદી કરવા પૂર્વે તેઓને ટ્રાયલ કરવાની આદત બની ગઈ છે.

આદતથી મજબૂર આવા સ્ત્રી પુરૂષો પ્રેમને પણ ટ્રાયલ માનવા લાંગ્યા છે. જો બધુ ઠીકઠાક ચાલ્યું તો ઠીક નહીં તો તુ નહીં ઓર સહી..અને ઓર નહીં તો ઓર સહી.. સંબંધો માત્ર નામ માત્રના જ રહ્યાં છે. તમે ક્યારેય પણ ન કહી શકો કે, ફલાણા વ્યક્તિ તમને તમારાથી પણ વધુ પ્રેમ કરે છે. જો તમે એવું કહીં રહ્યાં છો તો તમે અન્ય કોઈને નહીં પરંતુ સ્વયંને જ છેતરી રહ્યાં છો.

' ઈગો' અર્થાત અભિમાન આજે દરેક મનુષ્યનો સૌથી મોટો દુર્ગુણ બની ચૂક્યો છે. 'હૂં' નો હૂંકાર આજે દુનિયામાં ભયાનક ગર્જના કરી રહ્યો છું. આજે દરેક વ્યક્તિ કંઈક પામવા ઈચ્છે છે પરંતુ કોઈ આપવા ઈચ્છતું નથી. પ્રેમ વિષે પણ તેઓની માન્યતા આ પ્રકારની છે. 'હું ડોક્ટર' 'હું ઈન્જિનિયર', 'હું હેન્ડસમ', 'હું સેન્ટીમેન્ટલ', 'હુ રીચ' જ્યાં જુઓ ત્યાં બસ આ જ અવાજ સંભળાય છે.

' હું' નો હુંકાર 'તુ' રૂપી પ્રેમના ઝરણા સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યો છે. તેણે એક અનોખી દીવાલ બાંધીને રાખી દીધી છે. જ્યારે હું અને તું મળવા જાય છે ત્યારે આ અભિમાનરૂપી દીવાલ વચ્ચે આવી જાય છે. પરિણામ સ્વરૂપ ક્યારેક ક્યારેક તેઓના શરીર અને છાતી તો મળે છે પરંતુ મન મળી શકતા નથી.'

શાસ્ત્રોમાં સુખદ પ્રેમ અને દાંપત્ય જીવનના ઉલ્લેખ વખતે એક ખાસ વાત કહેવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે એક પુરૂષ પ્રેમના પુષ્પો સાથે સ્ત્રીની નજીક જાય છે ત્યારે એવો અનુભવ કરે છે જાણે તે કોઈ મંદિરની નજીક જહી રહ્યો હોય તેવી જ રીતે સ્ત્રી પણ જ્યારે એક પુરૂષની નજીક જાય છે ત્યારે એવો અનુભવ કરે છે જાણે તે કોઈ પરમાત્માની નજીક જઈ રહી હોય.

{C}
ND
N.D
{C} વેલેન્ટાઈન ડે ના ઉપલક્ષમાં આ લેખના માધ્યમ થકી આજની યુવા પેઢીને પણ હું એ જ સંદેશ આપવા ઈચ્છું છું. પ્રેમ કોઈ શાસ્ત્ર નથી, ન કોઈ પ્રેમની પરિભાષા છે. ન પ્રેમનો કોઈ સિદ્ધાંત છે.

પ્રેમના ફૂલ જેના પર વરસે છે તે વ્યક્તિ સમ્રાટ બની જાય છે અને જ્યાં અહંકાર ઘેરાય છે તે સઘળુ અંધકારમય થઈ જાય છે.

પ્રેમ જેની અત્યાર સુધી કોઈ પરિભાષા નક્કી થઈ શકી નથી તેને સન્માન આપો. ત્યાં હૂં ના હૂકારને સ્થાન ન આપો પરંતુ શૂન્ય થઈ જાવ. શૂન્યથી પ્રેમનો જન્મ થાય છે કારણ કે, એક શૂન્યથી મળવાની ક્ષમતા બીજું શૂન્ય ધરાવે છે. માત્ર શૂન્ય જ શૂન્યને મળી શકે છે અન્ય કોઈ પણ નહી. ખેતરના એક કૂવાની માફક.

આપણે એક કુવો ખોદીએ છીએ. પાણી અંદર છે. પાણી ક્યાંયથી પણ લાવવાનું નથી પરંતુ વચ્ચે માટી અને પથ્થર છે તેને કાઢીને આપણે બહાર કરી દઈએ છીએ અને અંતે પાણી સુધી પહોંચી શકીએ છીએ. કુવો પણ શૂન્ય છે અર્થાત ગોળ. વ્યક્તિની અંદર પણ પ્રેમ ભરેલો છે બસ થોડી સ્પેસ(જગ્યા) ની જરૂર છે.

જ્યારે વ્યક્તિ શૂન્ય થઈ જાય છે ત્યારે તે પ્રગાઢ પ્રેમ સુધી પહોંચી શકે છે. પ્રેમને રોકનારા તમામ અવરોધો આ અવસ્થામાં દૂર હટી જાય છે.

પોતાના પ્રિયતમ અને જીવનસાથી સાથે પ્રેમાલાપ કરતી વખતે સ્વયંને ભૂલી જાવો. આમ જોઈએ તો ટકોરો મારીને વસ્તુઓ (વ્યક્તિ) ખરીદવાની અને સ્વીકારવાની આદત ખોટી નથી પરંતુ એટલો જોરથી પણ ટકોરો ન મારવો જોઈએ કે, તે વસ્તુ અથવા વ્યક્તિ તુટીને હાથમાં આવી જાય.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આગળનો લેખ
Show comments