Webdunia - Bharat's app for daily news and videos

Install App

જીવંત રાખો પ્રેમનો સેતુ....

કલ્યાણી દેશમુખ
N.D
સંબંધો ફક્ત સામાજિક વ્યવસ્થાઓની ધુરી જ નથી. આ તો માણસના વિકાસના પ્રેરકબળ છે. સંબંધોને પ્રાકૃતિક કે પારિવારિક કે લોહીના સંબંધોની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

વૈવાહિક સંબંધો પ્રથમ તો પરિસ્થિતિજન્ય હોય છે અને પાછળથી એ જ સંબંધો પ્રાકૃતિક અને પારિવારિક સંબંધો પણ બની જાય છે. એવી જ રીતે કેટલાક સંબંધો એવા હોય છે જે સમય વીતતા વૈવાહિક સંબંધોની જેમ મજબૂતી નથી મેળવી શકતા પરંતુ તે સમયની સાથે ભૂંસાતા જાય છે. જેમા શરૂઆતમાં યાત્રા દરમિયાનના સંબંધો, શિક્ષા દરમિયાનના સંબંધ ો. જે મિત્રો વગર શાળા કે કોલેજનો એક દિવસ પણ વીતતો નહોતો, એ જ મિત્રો પાછળથી ફક્ત યાદોનુ કેન્દ્ર બની જાય છે.

સંબંધો વગર માનવ જીવનની કલ્પના કરવી અશક્ય છે. સંબંધો જ માનવની ઉત્પત્તિથી લઈને નિર્માણ અને નિર્વાણ સુધી પોતાની જવાબદારીનુ પાલન કરે છે.

આટલા મહત્વપૂર્ણ મુદ્દા પર કે તેની પવિત્રતા પર ઘણીવાર આપણે ગંભીર નથી હોતા. ખાસ કરીને જ્યારે આપણે કોઈ નવા સંબંધ બનાવવા જઈએ છીએ, ત્યારે આપણે સંબંધોને તોલવા બેસી જઈએ છીએ. વિશેષ કરીને લગ્નન ાના સંબંધોમાં. આ સંબંધ સ્થાપિત કરવામાં ઘણીવાર આપણો દ્રષ્ટિકોણ સુંદરતા, પૈસો, સાધનોની સુવિધા, પ્રતિષ્ઠા વગેરેની આસપાસ કેન્દ્રિત થઈને રહી જાય છે.

આ દ્રષ્ટિકોણ આપણને એટલા આગળ લઈ જાય છે કે આપણે સંબંધોના પ્રાણ કહેવાતા એવા અપનત્વ અને પ્રેમની આવશ્યકતાને જ ભૂલી જઈએ છીએ. એ પણ ભૂલી જઈએ છીએ કે સંબંધોમા યોગ્યતાની પણ જરૂર પડે છે. સાધન, ધન વગેરેને જ આપણે યોગ્યતા માનવા લાગીએ છીએ, જ્યારે કે સત્ય તો એ છે કે વિનમ્રતા વગરનુ જ્ઞાન અજ્ઞાનતા કરતા પણ વધુ હાનિકારક છે.

સંબંધોમાં જ્યા સુધી પ્રામાણિકતા, અપનત્વ કે પ્રેમ નહી હોય, ત્યાં સુધી તો માનવતાના સર્વોચ્ચ સંબંધો જેવા કે માં-પુત્ ર, કે મા- પુત્રીનો સંબંધ પણ સાર્થકતા મેળવી શકતો નથી, બાકીના સંબંધો તો પછી આની આગળ ગૌણ જ છે. સંબંધો એક કે બે ને જ પ્રભાવિત નથી કરતા પરંતુ ઘણી વાતોને સીધી રીતે અને ભાવનાત્મક રીતે પ્રભાવિત કરે છે. સંબંધોમાં જ કડવાશ આવે તો આપણા પોતાના અને આપણા આસપાસના સામજિક તંત્રને સીધો માર પડે છે, આધાત લાગે છે. આવા આધાતો સામાજિક મૂલ્યોને તળિયે પહોંચાડી દે છે. જેના માટે ક્યાંક આપણી સંબંધો પ્રત્યેની બેદરક ારી પણ કારણરૂપ છે.

  N.D
સીધી વાત તો એ છે કે સંબંધોમાં વ્યક્તિગત સ્વાર્થ અને જવાબદારીનો અભાવ આખી પ્રાકૃતિક અને પરંપરાગત વ્યવસ્થા અને આસપાસની વ્યવસ્થાને તોડી નાખે છે.

જરૂરી છે કે આપણે આપણા દરેક સંબંધોમાં અપનત્વ, પ્રેમ અને જવાબદારીનો સમાવેશ જરૂર મુજબ કરતા રહીએ. જેથી આપણા સંબંધોની આપણી દુનિયા સદા ખીલતી રહે, સુવાસિત થતી રહે અને આપણુ જીવન બારેમાસ વેલેંટાઈન ડે બની રહે.

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

Rum Cake Recipe - રમ કેક રેસીપી

amavasya december 2024 - 30મી કે 31મી ડિસેમ્બર, જાણો વર્ષની છેલ્લી સોમવતી અમાવસ્યા ક્યારે છે.

મૃતદેહને બાંધીને સ્મશાનગૃહમાં કેમ લઈ જવામાં આવે છે? જાણો આ સદીઓ જૂની પરંપરાનું રહસ્ય

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા / shani chalisa gujarati

આગળનો લેખ
Show comments